31.5 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો.

પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી!

“ઘણા શિષ્ટ સાહિત્યકારોને ધૂળની એલર્જી છે”

હું પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર-પીએચડી છું:બાપુ

બહુમુખી પ્રતિભા શબ્દ પણ નાનો પડે એવા સમર્થ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદમેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાંગવાઇ રહેલી રામકથાનાંપાંચમા દિવસે

બહેનોએ પૂછેલા એક પ્રશ્નથી કથાનો આરંભ થયો. પૂછાયું હતું કે દેહને શું ગણવું?મનને શું જાણવું?બુદ્ધિ માટે શું વિચારવું?ચિત્તનું શું કરવું અને અહંકાર સાથે કેમ વર્તવું?

બાપુએ કહ્યું કે દેહને હંમેશા દેવ માનજો.

અહીં છાપાની ભાષામાં વાત કરતા બાપુએ કહ્યું કે જેમ ૧૬ પાનાના છાપામાં ઘણું હોય પણ એનું સારું અને મહત્વનું જો કોઈ હોય તો એ નાનકડો સંપાદકીય લેખ હોય છે.જેનેએડિટોરિયલ કહેવાય છે.એમરામચરિતમાનસનો આટલો બધો વ્યાપ પણ એનો સાર એનું એડિટોરિયલ એ છે કે માનસ ગાવાથી સુખ ખૂબ મળશે-આવું તુલસીજીલખે છે. મેઘાણીજીએ સો જેટલા ગ્રંથો લખ્યા.સો વર્ષો પણ ઓછા પડશે.બધું પ્રત્યક્ષ ન પણ હોય,અપ્રત્યક્ષ પણ ઘણું હોય,ઘણા એવો પ્રશ્ન પણ ઉઠાવે છે કે મેઘાણીએ રામાયણ વિશે કેમ નથી લખ્યું! એવી ફરિયાદની સામે બાપુએ આ વાત કહીને જણાવ્યું કે ખાલી બે જ લીટી-પારણેપોઢી સાંભળી જેણે રામ લખમણની વાત રે..શિવાજીના આ હાલરડાંમાં રામાયણ આવી ગયું છે.

મેઘાણીને ચાંદ બહુ વહાલો છે.એ ચંદ્ર પક્ષી છે કારણ કે એના નામમાં ચંદ છે.

પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદમેઘાણી!

ભુજનુંદેપલાગામ.એક હાથ ઠૂંઠો,એક હાથે બંદૂક સાથે ભેરૂઓ અને ભાઈબંધો સાથે એક માણસ આવે છે.એનાભાઈબંધની પત્નીને એક જ્ઞાતિનો યુવાન ઉપાડી ગયો છે.ગામનીનાકાબંધી કરીને પાદરમાં પૂછે છે કે આ ગામમાં જ્યાં એ માણસ છે એને લાવો.આનું નામ છે નામોરી.એનામોરીની પણ એક કથા છે કે એક વખત ચોરીના ઇરાદે એક ઘર ફોડેછે.દીવો સળગતો હોય છે અને મા-દીકરી સુતેલા હોય છે.દીવાને હાથ અડતા એક હાથ દીવા ઉપર પડે છે,અંધારું થાય છે અને બીજો હાથ પાસે સૂતેલી દીકરીના વક્ષસ્થળ પર ભૂલથી અડી જાય છે દીવો તો ઓલાય છે પણ એનો આત્મા જાગી ગયો! અને દીકરી પાસે માફી માંગી અને પોતાની પાસેથી કટારી કાઢી અને પોતે જ પોતાનો એ હાથ કાપી નાખ્યો.અને કહ્યું કે હું ઘર ભાંગવા આવેલો પણ બેન દીકરીને મારો હાથ સ્પર્શ કરે એ સહન ન થઈ શકે.એ પછી અપહરણકારપકડાય છે અને એ પાપી ત્રણ વખત કરગરી અને કહે છે કે હું તારી ગા(ગાય)છું. નામોરીના સાથી કહે છે કે એને મારી નાખવો જોઈએ પણ નામોરી કહે છે કે હવે એને મરાય નહીં. આવા રત્નોમેઘાણીએશોધ્યા છે.

મેઘાણીજીબહારવટાનાં ત્રણ સ્પષ્ટ કારણ બતાવે છે ભૂમિ પતિઓનાં ત્રાસને કારણે બહારવટા સર્જાય છે, વ્યાજખોરોનાં ત્રાસને કારણે અને પોતાના પાપને લીધે પણ બહારવટિયા પેદા થાય છે.

એ વખતે ઘણા શિષ્ટ સાહિત્યકારોએલોકસાહિત્યને હલકું ગણેલું.એક વખત અસ્મિતા પર્વમાં ઉપેન્દ્રત્રિવેદીએ કહેલું કે:ઘણા શિષ્ટ સાહિત્યકારોનેધૂળનીએલર્જીછે.ઘણા સમય સુધી લોકસાહિત્ય તરફની આ એલર્જીદેખાયેલી છે.

બાપુએ વિનય કર્યો કે યુવાનો! ગાતાં થાવ અને અભ્યાસક્રમમાં ન હોય તો પણ શાળાઓ પોતાની રીતે પાંચ-પંદર દિવસે પોતાની શાળામાં મેઘાણીનીરચનાઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરે.

ક્ષત્રિય કોને કહેવાય એવું જણાવતા કહ્યું કે જેનામાં શૂરવીરતા,દક્ષતા,તપ,તેજ,દુશ્મનની સામે પીઠ ન કરે એવું ઝનૂન,યુદ્ધ કળા,શાસન કરવાની તાકાત-આ બધા ક્ષત્રિયનાસ્વભાવિક ધર્મ છે.

અહીં તુલસીનું અખબાર એટલે એતબાર પત્ર.એનો સાર એડિટોરિયલ લેખ એટલે રામનું નામ છે. પીએચડીનોપોતિકો અર્થ જણાવતા બાપુએ કહ્યું કે પર્સનલહેપીનેસડિસ્ટ્રીબ્યુટર-હું પીએચડી છું.

મારા સુખનો અધિકાર કોઈ છીનવી ના શકે.રામકથા જ મારું સુખ છે અને હું સતત શું કામ કથા કરું છું?નીજ સુખને બે હાથે વહેંચી રહ્યો છું કારણ કે કથા મારું સુખ છે.

પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે દેહસેવા,દેવસેવા દેશસેવા,દિલસેવા અને દીન દુખીઓની સેવા કરજો. મનને મંત્ર માનો.મતિ એટલે બુદ્ધિને પાર્વતી માનો. ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારનેશિવરૂપ બનાવો જેથી એનો ગર્વ નહીં પણ ગૌરવ થાય અને આપણી સાથે જગતનું પણ કલ્યાણ થાય

ભરદ્વાજની સામે શિવકથાનું આરંભ કરતા યાજ્ઞવલ્ક્યએ સતી અને શિવ કુંભજના આશ્રમમાં કથા સાંભળવા જાય છે.જ્યાંકુંભજને જોઈને સતીને શંકા થાય છે.એનું મન કથામાં બેસતું નથી. કથા પૂરી થયા પછી રસ્તામાં એ વખતનાંત્રેતાયુગમાં રામની લીલા ચાલે છે.રામને એકલા જોઇને જ્યારે શિવ એને પ્રણામ કરે છે ત્યારે સતીને સંશય થાય છે એ રામની પરીક્ષા કરે છે,એમાં નિષ્ફળ જાય છે.રામ પોતાની વ્યાપકતાનો અનુભવ કરાવે છે.સતી શિવ પાસે ખોટું બોલે છે.શંકર ભગવાન સમાધિમાં બધું કળી જાય છે,પ્રતિજ્ઞા લે છે કે આ દેહથી સતી સાથે એ ન રહી શકે.કૈલાશનાંવેદવિદિતઅક્ષયવટની નીચે શિવ સમાધિમાં બેસી જાય છે.

Related posts

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.

amdavadlive_editor

કોઈ વખાણ કે નિંદા કરે તો સહન કરો, દૂર્મુખ ના બનો

amdavadlive_editor

JSW MG મોટર ઈન્ડિયા સુરતમાં એક જ દિવસે 101 MG વિન્ડસર ડિલિવરી કરે છે

amdavadlive_editor

Leave a Comment