33.5 C
Gujarat
June 20, 2026
Amdavad Live
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા

અમદાવાદ, ગુજરાત | ૨૦મી જૂન ૨૦૨૬ | ગુજરાતના ખેડા જિલ્લાના મૂળ વતની અને ઓમાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી કશ્યપ પ્રજાપતિને વેલીયન્ટ ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેલીયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જેને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે.

કશ્યપ પ્રજાપતિ ઓમાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મહત્વના બેટ્સમેન તરીકે ઓળખાય છે. તેઓ ઓમાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક યાદગાર પ્રદર્શન કરી ચૂક્યા છે અને ICC ટી-20 વર્લ્ડ કપમાં પણ ઓમાન તરફથી રમી ચૂક્યા છે. તેમના શાનદાર રમતકૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને વેલીયન્ટ ક્રિકેટ ટીમે તેમને ટીમની કમાન સોંપી છે.

ગુજરાતની ધરતી પરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચેલા કશ્યપ પ્રજાપતિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમની કેપ્ટનશિપ હેઠળ વેલીયન્ટ ક્રિકેટ ટીમ નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વેલીયન્ટ ક્રિકેટ ટીમના સભ્યો અને ક્રિકેટપ્રેમીઓએ કશ્યપ પ્રજાપતિને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી છે. રમત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને અનુભવ ટીમને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા છે.

ગુજરાતની ખ્યાતિપ્રાપ્ત વેલીયન્ટ ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રચલિત

ગુજરાતની જાણીતી વેલીયન્ટ ક્રિકેટ ટીમ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂકી છે. આ ટીમ સાથે અનેક IPL અને International Cricketers મેચો રમી ચૂક્યા છે, જેના કારણે વેલીયન્ટ ક્રિકેટ ટીમ નું નામ ક્રિકેટ જગતમાં ગુંજતું થયું છે.

અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટર અજય રાત્રા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જતિંદર સિંઘ, IPL ક્રિકેટર રાહુલ યાદવ જેવા ખેલાડીઓ વેલીયન્ટ ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂક્યા છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય અને IPL ક્રિકેટર રિષિ ધવન અને ઈશ્વર પાંડે પણ વેલીયન્ટ ક્રિકેટ ટીમ  સાથે જોડાયેલા છે.

વેલીયન્ટ ક્રિકેટ નો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાના પ્રતિભાશાળી ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ આપવાનો છે. એકેડેમી અને ક્લબ ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનો મોકો મળે અને વેલીયન્ટ ક્રિકેટ ના યુવા ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પાસેથી ક્રિકેટના બારીક કૌશલ્ય શીખી શકે એ જ ટીમનું વિઝન છે.આ પહેલ થકી ગામડાંઓમાં છુપાયેલી પ્રતિભાને મોટું મંચ મળી રહ્યું છે.

== સમાપ્ત ==

Related posts

રોટરીપ્રીમિયર લીગ (RPL) 1.0 નું ઉત્કૃષ્ટ ભાગીદારી અને ફેલોશિપ સાથે સફળતાપૂર્વક સમાપન

amdavadlive_editor

અતરશી દ્વારા ફરાહ ખાન અલીનું ‘એટેલિયર જ્વેલરી 2026’ કલેક્શન લોન્ચ કર્યું

amdavadlive_editor

મોબિક્વિક દ્વારા ડેલી ગોલ્ડ સેવિંગ્સ પ્લાન રજૂ કરાયો

amdavadlive_editor

Leave a Comment