32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: અયહિકા મુખર્જી અમદાવાદ એસજી પાઈપર્સની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ જીતમાં ઝળકી

અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: અયહિકા મુખર્જીના શાનદાર પ્રદર્શનની મદદથી અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં પોતાની પ્રથમ જીત મેળવી, ટીમે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 8-7થી રોમાંચક મેચમાં હરાવી હતી. અમદાવાદ ટીમ માટે રિકાર્ડો વોલ્થરે પાયસ જૈન વિરુદ્ધ 3-0ની જીત સાથે પ્રારંભ કર્યો હતો. જે પછી અયહિકા મુખર્જીએ પોયમંતી બૈસ્યાને 2-1થી નિર્ણાયક ગેમ ગોલ્ડન પોઈન્ટ સાથે જીતી હરાવી હતી. જે પછી રિકાર્ડો/અયહિકાની જોડીએ ગેરાસિમેન્કો/પોઈમંતીની જોડીને 2-1 (11-2, 11-6, 7-11)થી મહાત આપી હતી. જે પછી ચેન્નાઈ લાયન્સે કમબેક કર્યું અને ગેરાસિમેન્કો એ સ્નેહિત સુરવાજુલ્લાને 2-1થી મહાત આપી હતી. પરંતુ સ્નેહિતની બીજી ગેમમાં જીતે અમદાવાદને વિજયી દિશા આપી હતી. ફેન સિકી એ જ્યોર્જિયા પિકોલીન સામે 3-0થી ક્લિન સ્વીપ કરતા અમદાવાદ એસજી પાઈપર્સને 8-7થી જીત અપાવી હતી. અયહિકા ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ રહી હતી, જ્યારે વોલ્થરે શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો એવોર્ડ જીત્યો. ફેન સિકીએ શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

Related posts

વર્લ્ડ એબ્ડોમિનલ કેન્સર ડે: સુરતે 3 કિમી વોક કરીને ‘સ્વસ્થ રહેવાનો સંદેશ’ આપ્યો

amdavadlive_editor

સેમસંગ ઈન્ડિયાનો AI-પાવર્ડ ‘બિગ ટીવી ફેસ્ટિવલ’ આ ફેસ્ટિવ સીઝનમાં અગાઉ કરતાં પણ વધુ ભવ્ય બન્યોઃ તેની પ્રીમિયમ AI ટીવી રેન્જ પર ગ્રેટ ડીલ્સ મેળવો અને આકર્ષક ઓફર્સ માણો

amdavadlive_editor

ભારતનો સૌથી ઝડપી વેચાણ અહીં: ઇન્સ્ટામાર્ટનું ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ 2025 હવે 50,000 થી વધુ ઉત્પાદનો પર 50-90%* ડિસ્કાઉન્ટ સાથે લાઇવ થયું

amdavadlive_editor

Leave a Comment