— ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના 2,70,00,000 ઇક્વિટી શેર સુધી
— આઈપીઓ સાઇઝ – ₹175.50 કરોડ (અપર પ્રાઇસ બેન્ડ પર)
— પ્રાઇસ બેન્ડ – પ્રતિ શેર ₹60 – ₹65
— લોટ સાઇઝ – 225 ઇક્વિટી શેર
મુંબઈ | ૨૯મી નવેમ્બર ૨૦૨૬ | મોનોમાર્ક એન્જિનિયરિંગ (ઇન્ડિયા) લિમિટેડ, ઈન્ડસ્ટ્રિયલ ઓ&એમ, પ્રોજેક્ટ અમલીકરણ અને મેટલ ફેબ્રિકેશન સર્વિસિસ પૂરી પાડતી કંપની છે. આ કંપનીએ બુધવાર, 2 ડિસેમ્બર, 2026ના રોજ તેનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય ₹175.50 કરોડ (અપર પ્રાઇસ બેન્ડ પર) એકત્ર કરવાનું છે, જેના શેર એનએસઇ અને બીએસઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરવામાં આવશે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય પર અને પ્રતિ શેર ₹60થી ₹65 પ્રાઇઝ બેન્ડ સાથે 2,70,00,000 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
- એન્કર પોર્શન – 80,90,100 ઇક્વિટી શેર સુધી
- નેટ ક્યુઆઈબી – 53,94,600 ઇક્વિટી શેર સુધી
- નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 40,60,800 ઇક્વિટી શેરથી ઓછા નહીં
- રિટેલ પોર્શન – 94,54,500 ઇક્વિટી શેરથી ઓછું નહીં
આ આઈપીઓમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી રકમનો ઉપયોગ વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ મંગળવાર, 1 ડિસેમ્બર, 2026ના રોજ છે; ઇશ્યુ બુધવાર, 2 ડિસેમ્બર, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 4 ડિસેમ્બર, 2026ના રોજ બંધ થશે.
આ ઇશ્યુ માટેના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.
મોનોમાર્ક એન્જિનિયરિંગ (ઇન્ડિયા) લિમિટેડના પ્રમોટર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેન્દ્ર ચોરડિયાએ જણાવ્યું, “છેલ્લા બે દાયકામાં, મોનોમાર્ક એન્જિનિયરિંગ એક એન્જિનિયરિંગ સર્વિસ કંપનીમાંથી એક ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ પ્રદાતા તરીકે વિકસિત થઈ છે, જે ઓપરેશન્સ & મેન્ટેનન્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ અમલીકરણ અને મેટલ ફેબ્રિકેશન સર્વિસિસ પ્રદાન કરે છે. અમારો વિકાસ કાર્યના અમલીકરણમાં શ્રેષ્ઠતા, તકનીકી ક્ષમતાઓ અને મેટલ્સ, સિમેન્ટ, પોર્ટ્સ તથા એન્જિનિયરિંગ જેવા સેક્ટરના ક્લાયંટ્સ સાથે લાંબા ગાળાના સંબંધો કેળવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે થયો છે. જેમ જેમ અમે અમારી સેવાઓ અને ભૌગોલિક પહોંચને વિસ્તારી છે, તેમ તેમ અમે એવા વિશ્વસનીય ઉકેલો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ રહ્યા છીએ જે અમારા ગ્રાહકોની કાર્યકારી કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં મદદરૂપ થાય છે.
અમારા ઇનિશિયલ પબ્લિક ઓફરિંગનું આગમન એ અમારી સફરમાં એક મહત્વપૂર્ણ પડાવ છે અને તે અમારા વિકાસના આગામી તબક્કા તરફનું એક અગત્યનું પગલું છે. આ આઈપીઓમાંથી પ્રાપ્ત થનારી રકમ મુખ્યત્વે અમારા કાર્યકારી મૂડીના સ્તરને મજબૂત બનાવશે. આનાથી અમને મોટા પ્રોજેક્ટ્સની જરૂરિયાતો પૂરી કરવામાં, મટેરિયલ અને ઇક્વિપમેન્ટ્સની સમયસર ખરીદ સુનિશ્ચિત કરવામાં, તથા એકસાથે અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરવાની અમારી ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે.
આગળ જોતાં, અમારો ઉદ્દેશ્ય અમારી સ્થાપિત ક્ષમતાઓને વધુ વિકસાવવાનો, હાલના ઉદ્યોગોમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવવાનો અને ઇન્ડસ્ટ્રિયલ સર્વિસ સેક્ટરમાં નવી તકો શોધવાનો છે. અમને વિશ્વાસ છે કે આ આઈપીઓ અમને અમારા વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે એક મજબૂત પાયો પૂરો પાડશે, અને સાથે જ અમે અમારા ગ્રાહકોને ગુણવત્તા, વિશ્વસનીયતા અને શ્રેષ્ઠ કાર્યકારી કામગીરી પ્રદાન કરવાનું ચાલુ રાખી શકીશું.”
હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી અશોક હોલાનીએ જણાવ્યું, ભારતના ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કાર્યકારી કાર્યક્ષમતા, સંપત્તિની વિશ્વસનીયતા અને વિશિષ્ટ એન્જિનિયરિંગ સેવાઓ પર ભાર વધી રહ્યો છે, જેનાથી સ્થાપિત અમલીકરણ ક્ષમતાઓ અને વિવિધ પ્રકારની સેવાઓ ધરાવતી કંપનીઓ માટે તકો ઊભી થઈ રહી છે. મોનોમાર્ક એન્જિનિયરિંગ (ઇન્ડિયા) લિમિટેડ આ ક્ષેત્રમાં એક ઇન્ટિગ્રેટેડ બિઝનેસ મોડેલ સાથે કાર્યરત છે જેમાં ઇન્ડસ્ટ્રિયલ ઓપરેશન્સ & મેન્ટેનન્સ, પ્રોજેક્ટ અમલીકરણ અને મેટલ ફેબ્રિકેશનનો સમાવેશ થાય છે, જે મેટલ્સ, સિમેન્ટ, પોર્ટ્સ અને એન્જિનિયરિંગ જેવી ઇન્ડસ્ટ્રીઝને સેવા પૂરી પાડે છે.
કંપનીની મુખ્ય ખૂબી એક એ છે કે તે એક જ પ્લેટફોર્મ હેઠળ વિવિધ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી ઇન્ડસ્ટ્રિયલ ક્લાયંટ્સ તેમની કાર્યકારી અને પ્રોજેક્ટ સંબંધિત જરૂરિયાતોને એક જ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પૂર્ણ કરી શકે છે. વિવિધ ઇન્ડસ્ટ્રિયલ સેગમેન્ટ્સમાં તેનો અનુભવ, ક્લાયંટ્સ સાથેના સુસ્થાપિત સંબંધો અને ઇન્ડસ્ટ્રિયલ એસેટના લાઇફસાયકલના વિવિધ તબક્કાઓમાં તેની ક્ષમતાઓ તેના બિઝનેસ ઓપરેશન્સ માટે એક આધાર પૂરો પાડે છે.
આવી રહેલા આઈપીઓ દ્વારા કંપનીની કાર્યકારી મૂડીની સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે, જે ઇન્ડસ્ટ્રિયલ સર્વિસિસ અને પ્રોજેક્ટ અમલીકરણમાં જરૂરી સઘન સંસાધનોની જરૂરિયાતોને ટેકો પૂરો પાડશે. વધારાની નાણાકીય સુગમતા સાથે, કંપની પ્રોજેક્ટની જરૂરિયાતોનું સંચાલન કરવા, કાર્યકારી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા અને ઉભરતી વ્યવસાયિક તકોને ઝડપવા માટે વધુ સારી સ્થિતિમાં હશે. અમારૂં માનવું છે કે મોનોમાર્ક એન્જિનિયરિંગ પોતાની વર્તમાન ક્ષમતાઓનો વધુ વિકાસ કરવા અને ભારતના ઔદ્યોગિક સેવા ક્ષેત્રમાં ઉદ્ભવી રહેલી તકોનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે.”
== સમાપ્ત ==
