26.5 C
Gujarat
August 3, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ભરવાડ યુવા સંગઠનનો અનોખો પ્રયાસ : અમદાવાદમાં ૫૫ JCBનું વિતરણ, નવનિયુક્ત અધિકારીઓનું સન્માન

અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — ભરવાડ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા સમાજના યુવાનોને રોજગાર સાથે જોડવા માટે શરૂ કરવામાં આવેલી “યુવા રોજગાર યોજના – પ્રથમ તબક્કો ૨૦૨૬” અંતર્ગત અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ૫૫ JCB મશીનોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનાર નવનિયુક્ત અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના રાજપૂત સમાજ ભવન, ગોતા ચોકડી પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવા મિત્રો તેમજ સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સંગઠન દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરાયેલ યુવા રોજગાર યોજનાની માહિતી આપવામાં આવી અને આ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ પસંદ કરાયેલા લાભાર્થીઓને પ્રતીકરૂપે ૫૫ JCB મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન સમાજના એવા યુવાનો, જેઓ વિવિધ સરકારી તેમજ પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં પસંદગી મેળવી નવનિયુક્ત અધિકારી તરીકે નિયુક્ત થયા છે, તેમનો પણ મંચ પર સન્માન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજના યુવાનોને શિક્ષણ, મહેનત અને સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

આ અવસરે ભરવાડ યુવા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી દિલીપભાઈ ભરવાડ એ જણાવ્યું હતું કે ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના વિકાસ માટે સતત વિવિધ પહેલ કરવામાં આવી રહી છે અને યુવાનોને રોજગાર તેમજ શિક્ષણની તકો ઉપલબ્ધ થાય તે માટે સંગઠન આગલા સમયમાં પણ આવી યોજનાઓ હાથ ધરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા સમાજના સભ્યો દ્વારા આ પહેલને ખુબ જ સરાહના મળી હતી.

આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમકે નરહરિ અમીન સાહેબ (સાંસદ), ભવાન ભાઈ ભરવાડ (માજી ધારાસભ્ય, લીમડી), લાખા ભાઈ ભરવાડ (માજી ધારાસભ્ય,વિરમગામ), નરેશ ભાઈ મારું ( ચેરમેન , સુર સાગર ડેરી સુરેન્દ્રનગર), બાબા ભાઈ ભરવાડ (સમાજ અગ્રણી , સુરેન્દ્રનગર), મનોજ ભાઈ ગમારા ( સમાજ અગ્રણી/ સહજાનંદ ગ્રુપ અમદાવાદ), રામ ભાઈ મેવાડા મકરબા ( સમાજ અગ્રણી અમદાવાદ), કાલુભાઈ ભરવાડ લાંભા  (કોર્પોરેટર અમદાવાદ), સંગ્રામ ભાઈ ભરવાડ (પૂર્વ ગોપાલક નિગમ વાઇસ ચેરમેન), રણછોડ ભાઈ દાજી (સમાજ અગ્રણી ,સુરત ), સાજણ ભાઈ મેર ( ડેપ્યુટી કલેક્ટર ,થરાદ ), મુકેશભાઈ જીવણભાઈ દેસાઈ ( પ્રમુખ ,RECT) અને અમિત ભાઈ મારું (મહામંત્રી  ભરવાડ યુવા સંગઠન ગુજરાત) દ્વારા અંતમાં સમાજના તમામ યુવાનો અને સમાજ બાંધવોનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં સમાજના વિકાસ માટે વધુ મજબૂત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

શનિવારથી પાલીતાણામાં પૂ.મોરારિબાપુના શ્રીમુખેથી ગુંજશે રામનામનું ગાન

amdavadlive_editor

કબીરવડ કથાને વિરામ;૯૫૦મી કથા પ્રયાગનાં અક્ષયવટ-મહાકુંભ મેળામાં આવતા શનિવારથી વહેશે.

amdavadlive_editor

મોરારી બાપુએ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપવાના વડાપ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરી

amdavadlive_editor

Leave a Comment