30.8 C
Gujarat
August 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ

અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીના કોમન પ્લોટ ખાતે  શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં વ્યાસપીઠ પર આંતરરાષ્ટ્રીય આ. રા. રામસ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠનાં યુવા પરમપૂજ્ય સંત શ્રી ગોવિંદજી મહારાજ (નાગૌરવાળા) દ્વારા કથા-વાંચન કરવામાં આવશે. આ ભવ્ય આયોજનનો હેતુ અધિક માસની મહિમા, આધ્યાત્મિક સાધના, ભક્તિભાવ અને સમાજમાં સદ્ધિચારનો પ્રસાર કરવાનો છે. આ કાર્યક્રમમાં ઉસ્માનપુરા વિસ્તારના 500થી વધુ લોકો ભાગ લેશે, તમને જણાવીએ કે, પહેલી વાર અહીં આ પ્રકારનું અધભુત અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ ઉસ્માનપુરાના જાણીતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ભક્તો તરફથી મંદિરના અધ્યક્ષ શ્રી રામેશ્વર આચાર્યજી તેમજ ટ્રસ્ટી શ્રી કૃષ્ણ અવતારજી કાબરા તથા ભક્તોના નેજા હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. જેમાં ભક્તિ સહિત મુક્તિ પ્રદાન કરનાર તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં શહેરના તમામ ભક્તોને કથારૂપી આ જ્ઞાનગંગામાં પોતાનું તથા કુળનું કલ્યાણ સાધવા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

Related posts

કન્ફર્મટીકેટ એ અનકન્ફર્મ ટ્રેન ટિકિટ પર ૩ ગણા રિફંડની સાથે ‘ટ્રાવેલ ગેરંટી’ રજૂ કરી, જેનાથી છેલ્લી ઘડીની યાત્રા સરળ થઈ

amdavadlive_editor

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

amdavadlive_editor

એબીડીની 2026ના પ્રથમ ત્રિમાસિકમાં મજબૂત કામગીરીઃ વેરા પછીનો નફો 5 ગણો ઊછળ્યો

amdavadlive_editor

Leave a Comment