29.8 C
Gujarat
August 23, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ તલગાજરડા અને સાળંગપુર વચ્ચે એસટી બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું

પૂજ્ય બાપુ એ પૂજા અર્ચન સાથે પ્રથમ મુસાફરી કરી નામ સ્મરણ સાથે શુભેચ્છા પાઠવી

તલગાજરડા, ગુજરાત | ૦૫ માર્ચ ૨૦૨૬ — આજરોજ  મહુવા એસ. ટી વિભાગ દ્વારા તલગાજરડા થી સાળંગપુર બસ સેવાનો એસ. ટી. વિભાગ ના અધિકારી ગણ તેમજ રાજસ્વીમહાનુભાવો લોક સાહિત્યકાર માયાભાઇ આહીર તેમજ વિશાળ ભક્તજનો, નગરજનો વચ્ચે પૂજ્ય મોરારીબાપુના કર કમળ દ્વારા શુભારંભ થયેલ.

મહુવા એસ ટી વિભાગ દ્વારા ઘણા સમય પહેલા તલગાજરડા થી દ્વારકા બસ સેવા પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે તેના કરકમળ દ્વારા શરુ કરવામાં આવેલ તેના સારા પ્રતિસાદ બાદ ધર્મ પ્રેમી જનતા ની મૌન માંગણી ને જાણીને મહુવાના એસ. ટી. વિભાગના નિવૃત કર્મચારી શ્રી રજનીકાંત દેવમુરારીના સવિશેષ પ્રયત્ન થી એસ, ટી વિભાગના પૂર્ણ સહકાર થી સફળતા મળતા આજથી તલગાજરડા થી સુપ્રસિદ્ધ હનુમાનજી મહારાજના સ્થાન એવા સાળંગપુર ખાતેની લોક સુખાકારી અર્થે બસ સેવાનો પ્રારંભ પૂજ્ય બાપુના કરકમળ દ્વારા પૂજા અર્ચન કરી પ્રથમ મુસાફરી કરી પૂજ્ય બાપુએ  પ્રારંભ કરાવેલ.

આ સેવા ના શુભારંભ ના પ્રારંભે એસ ટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તલગાજરડા થી સવારના 10:30 કલાકે સાળંગપુર જવા બસ રવાના થશે જે તળાજા ભાવનગર વલ્લભીપુર થઇ આશરે સાળંગપુર બપોર ના 4વાગ્યાંની આજુબાજુ પહોંચશે તો આજ બસ 4:30 વાગે સાળંગપુર થી  મહુવા તલગાજરડા આવવા બસ રવાના થશે અને સાંજે 8:30વાગ્યાં ની આજુબાજુ રૂપિયા 190 મુસાફરીના ખર્ચ સાથે મહુવા તલગાજરડા આ બસ પહોંચશે.

આ બસ સેવા પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રીબચુભાઈ પટેલ, એસ. ટી વિભાગીય નિયામક વડા રજનીકાંત શ્રી પિલવાઇકર સાહેબ, ડેપો મેનેજર ભાવનગર પટેલ સાહેબ. મહુવા ડેપો મેનજર જાડેજા સાહેબ, સરપંચશ્રી તલગાજરડા લોકસાહિત્યકાર માયાભાઇ આહીર સમગ્ર એસ. ટી સ્ટાફ મહુવાની સાથે એસ ટી વિભાગના નિવૃત કર્મચારી એવમ પ્રવાસી મુસાફરીની સુવિધા માટે હંમેશા પ્રયત્નશીલ રજનીકાંત દેવમુરારી સાહેબની સાથે રાજસ્વી મહાનુભાવો, નગરજનો ભક્તજનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે પૂજ્ય બાપુ ની સાથે મુસાફરી દરમ્યાન માયાભાઇએ તેમના જીવન નો મુસાફરી નો પ્રસંગ ને યાદ કરી હાસ્ય પીરસ્યુ હતું પૂજ્ય બાપુ એ પણ રાજીપો વ્યક્ત કરી આ ઉત્તમ સેવા માટે નામ સ્મરણ સાથે શુભેચ્છા પાઠવી હતી

તો આગામી સમય માં એસ ટી વિભાગ દ્વારા તલગાજરડા થી પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ ની બસ સેવા પણ શરુ કરવામાં આવશે તેવી વિભાગ દ્વારા વાત જાણવા મળી રહી છે આ સેવા શરુ કરવા વિભાગીય વડા એ પણ હકારાત્મક અભિગમ બતાવેલ છે

Related posts

શાંતિનો માર્ગ: ઇતિહાસનું સન્માન કરતી આધુનિક દાંડી કૂચ

amdavadlive_editor

અમદાવાદમાં કૅન્સર સારવારને મળશે નવી દિશા, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ‘ઇલેક્ટા ઇન્ફિનિટી’ રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન

amdavadlive_editor

અમદાવાદમાં પરવડે તેવી ફૂડએપ ‘ટોઇંગ’ નો પ્રારંભ

amdavadlive_editor

Leave a Comment