31.5 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ધૂળેટી પર્વ દરમિયાન અકસ્માતમાં મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૫ માર્ચ ૨૦૨૬ — એક તરફ રાજ્યના લોકો ઉલ્લાસભેર ધૂળેટીની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં ૨૭ જેટલા લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત નજીક કીમ નદીમાં ત્રણ લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા ત્યારે બે બાળકોનાં અરવલ્લી જિલ્લામાં તળાવમાં ડૂબી જતાં અકાળે મૃત્યુ થયાં હતાં. રાજકોટ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ચાર લોકોના દુઃખદ અવસાન થયાં હતાં. ગોંડલ નજીક વૈષ્ણવ સાધુ સમાજ ના આશાસ્પદ યુવાન નું અકસ્માતમાં મ્રુત્યુ થયું હતું. એ સિવાય અનેક સ્થળોએ લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે અને આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ કુલ મળીને રુપિયા ૪ લાખ ઉપરાંત ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ વિવિધ સ્થળોએ જે કરુણ ઘટના બની તેમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

આર્જેન્ટિના કથાનું ભાવ-ભીનું સમાપન;૯૫૫મી રામકથા ચશ્મ-એ-શાહી શ્રીનગર(કાશ્મીર) ખાતે ૧૯ એપ્રિલથી શરૂ થશે.

amdavadlive_editor

ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે

amdavadlive_editor

અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા ૯ એપ્રિલના રોજ ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન

amdavadlive_editor

Leave a Comment