27.3 C
Gujarat
August 21, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વાર્તા સુવડાવે છે, કથા જગાડી દે છે.

કથા-માત્ર વાર્તા નથી, સૂક્ષ્મશ્રવા બનવું પડશે.

જે બીજાની રચનાને જોઈ, સાંભળીને હર્ષિત થાય છે એ દુનિયાને ખૂબ પ્રિય લાગે છે.

પોથીનાં પરતાપે અને પોથીનાં તરાપે હાર્વર્ડ જેવા વિખ્યાત વિશ્વવિદ્યાલયમાં સેતુબંધનું કામ કરી રહેલી તલગાજરડી વ્યાસપીઠ પર ગુરુવારે-છઠ્ઠા દિવસનાં આરંભે વિશેષ વ્યાખ્યાનમાળામાં ગઈકાલે જ જેને તુલસી એવોર્ડથી વિભૂષિત કરાયા એ લંડન-યુકેથી પિયુષભાઈ મહેતાએ પોતાનો શબ્દભાવ રાખતા કહ્યું કે હાર્વર્ડમાં હરિદ્વારની અનુભૂતિ થાય છે. શ્રીમદ ભાગવતનાં સૂત્રના આધારે ગુરુની પ્રસન્નતા શું ન કરી શકે! પતંજલિનાં પંચ કલેશ: અવિદ્યા,અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેષશને તુલસીએ પોતાની રીતે લખ્યા છે. તુલસી અવિદ્યાને મોહ કહે છે અને એમાંથી બચવા સૌથી સરળ સાધન ગુરુસેવા અને ગુરુકૃપા છે એવું જણાવ્યું.

આ વ્યાખ્યાન માળામાં આવતીકાલે શરદભાઈ વ્યાસ અને શનિવારે રામહૃદય દાસજી મહારાજનું પ્રવચન યોજાશે.

બધા જ એવોર્ડ વિભૂષિતોને તથા જેની ઉપસ્થિતિમાં તુલસી જયંતિનો કાર્યક્રમ ગઈકાલે થયો એ બધાને પ્રણામ કરતા બાપુએ બનારસથી આવેલો એક પ્રશ્ન ઉઠાવ્યો.જ્યાં પૂછાયેલું કે વિદ્યાપીઠ અને વ્યાસપીઠમાં શ્રેષ્ઠ કોણ? બાપુએ કહ્યું કે અહીં કોઈ ઊંચ-નીચ નથી, બધા જ પોતાની જગ્યાએ યોગ્ય સ્થાન પર બેઠા છે. છતાં પણ પોતાની રચના કોને પ્રિય ન લાગે! જે બીજાની રચનાને જોઈ.સાંભળીને હર્ષિત થાય છે એ દુનિયાને ખૂબ પ્રિય લાગે છે.

વાર્તા અને કથામાં શું અંતર છે? બાપુએ ગુજરાત વિદ્યાપીઠનો એક કાર્યક્રમ-પરિસંવાદ-જે વાર્તા વિશે હતો-એને યાદ કરીને કહ્યું કે હું ગયેલો ત્યાં એક અધ્યાપકે નિવેદન કરેલું કે વાર્તામાં એ તાકાત છે કે દાદીમા વાર્તા કહેતા હોય ને પારણામાં બાળક પોઢી જાય છે.વાર્તા સુવડાવી શકે છે.વાર્તા વિકસિત કરે છે કથા માત્ર વાર્તા નથી.સૂક્ષ્મશ્રવા બનવું પડશે. આપણે બહુધા સ્થૂળશ્રવા રહીએ છીએ. સૂક્ષ્મશ્રવા બની જઈએ ત્યારે બધા જ રહસ્ય ઉદઘાટિત થઈ જાય છે.જ્યાં ઇન્દ્રિય પ્રધાન નહિ, ઇન્દ્રિયાતિત શ્રવણ પ્રધાન થાય છે.આ તમારી શ્રવણ ભક્તિ સફળ થાય એના માટે કહું છું, મારા પરિશ્રમ માટે નહીં.મને કોઈ થાક નથી.વાર્તા સુવડાવે છે,કથા જગાડી દે છે.

વાર્તા લખી,વાંચી,કહી અને સાંભળી શકાય છે, સમજી અને સમજાવી શકાય છે.વાર્તાની આ છ બાજુઓ છે.કથાને પણ છ બાજુઓ છે.કથા જગાડી દે છે.દેશ-વિદેશમાં કથા યુવાન શા માટે છે? કથાને કાન દઈને નહીં નાક દઇને,નાકથી સાંભળો. નાકનો મતલબ છે પરંપરા,ખાનદાની,શીલ,સભ્યતા.કથાની ગંધ આવવી જોઈએ.

પોતાના તરફ સતત ચાલતી ટીકાઓ,વિરોધો,ઇર્ષા, દ્વેષભરી વાતોનો જાણે જવાબ આપતા હોય એમ મંચ પરથી ઊતરીને કીર્તન,રાસનાં ગાન સાથે પ્રેમ,ભાવ અને રસ સાથે બાપુ નાચી ઊઠ્યા.સમગ્ર હોલ બાપુની પ્રેમદશામાં તાલ,લય અને સૂરમાં સૂર પુરાવતો લિફટ થઇ ગયો.

મિશન માટે કોઇ અસ્પૃશ્ય નથી.

બાપુએ કહ્યું કે આવતા જાન્યુઆરી મહિનામાં ‘ફુલછાબ’ને એક કથા આપેલી છે.રાજકોટ રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રને પણ પોતાના અમુક વર્ષો શતાબ્દી પૂરી થઈ રહી છે. કથા ‘ફુલછાબ’ની છે.રામકૃષ્ણ મિશને વિનય કર્યો કે બીજી કોઈ પ્રતિષ્ઠા નથી જોઈતી પણ આ કથા સાથે અમારું નામ જોડાય.. ‘ફૂલછાબ’ને પૂછવામાં આવ્યું તો ‘ફુલછાબે’ કહ્યું કે મિશન માટે કોઈ ભેદભાવ નથી.આ ગરિમા,ખાનદાનીને બાપુએ યાદ કરી.

વિશેષ:

દરેક સૌંદર્ય શિકારનો ભોગ બને છે

‘અજ્ઞેય’જીની એક વાર્તા વિશે બાપુએ કહ્યું કે ૧૯૫૦ માં લખાયેલી,મારા જન્મના ચાર વર્ષ બાદ.થોડીક સાહિત્યિક વાત છે.વાર્તાનું નામ છે: સાપ.

ગુજરાતમાં અજ્ઞેયજીએ એક યાત્રા પણ કરેલી.

કથા કહાની નહીં પણ સુહાની હોય છે.

મંગલ કરનિ કલીમલ હરનિ તુલસી કથા રઘુનાથ કી

ગતિ કૂર કબિતા સરિત કી જ્યોં સરિત પાવન પાઠ કી

વાર્તામાં એક છોકરી,ખૂબ જ સુંદર અને નિર્દોષ ચિતની,ભલી અને ભોળી છે.યુવાનીના આંગણામાં કદમો રાખી રહી છે.એક યુવક તેના તરફ આકર્ષિત થાય છે.યુવક દિવસ-રાત એના જ વિશે વિચારતો રહે છે.એ છોકરીને મળવાનો મનોરથ સેવે છે.એક રાત્રે સુઈ જાય છે ને સપનામાં એને એ છોકરી દેખાય છે.સવારે જાગીને એ છોકરીને મળવા માટે નીકળે છે બંને સાથે-સાથે થોડુંક ચાલીને પ્રગાઢ જંગલમાં આગળ વધે છે.દૂર એક મકાન પાસે પહોંચે છે. મકાનની દિવાલ પાસે એક સાપ હોય છે.સર્પ ખૂબ જ સુંદર છે.ભારતે દરેકમાં સૌંદર્યનું દર્શન કર્યું છે.કંઈ કૂરૂપ નથી,કૂરૂપ માત્ર નજર છે.છોકરી સ્વયં સુંદર છે એ કહે છે સાપ પણ ખૂબ સુંદર છે.એ જ વખતે યુવક કહે છે કે સાપને સુંદર કહ્યો પણ એક પથ્થર મારીશ તો એ પડી જશે,મરી જશે.

પુરુષ દરેક સુંદરતાનો શિકારી હોય છે.આ સાંભળીને એ જ સમયે છોકરી હાથ છોડીને નીકળી જાય છે અને કહે છે કે આટલી સુંદરતાને પથ્થર મારવાની શું જરૂર છે?આનો જવાબ કોઈ પાસે નથી.માત્ર સૂક્ષ્મ શ્રવા જ આને સમજી શકે છે.દરેક સૌંદર્ય શિકારનો ભોગ બને છે.

Related posts

એચ.એમ. ઇલેક્ટ્રોમેકલી. નો આઇ પી ઓ 24મી જાન્યુઆરી 2025ના રોજ ખુલશે

amdavadlive_editor

ઈન્ડિયન ઓઈલ UTT 2024: અમદાવાદ એસજી પાઈપર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોવા સામે રમી અભિયાનનો પ્રારંભ કરશે

amdavadlive_editor

ગુજરાતના અમદાવાદ શહેરમાં ટેસ્લા પાવર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ઓટોઝ365 લ્યુબ્રિકન્ટ્સનો શુભારંભ

amdavadlive_editor

Leave a Comment