35.8 C
Gujarat
October 20, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જવામર્દોંની ઐતિહાસિક વીરતા-ધીરતાની ભૂમિ વાઘા બોર્ડર પર પહોંચી કથાયાત્રા

ચાર દ્વાર-નાનકીય પરંપરાનો સાથિયો છે.

કેન્દ્રમાં ગુરુદ્વાર,પણ સૂક્ષ્મ કેન્દ્ર ગુરુ ગ્રંથસાહેબ છે.

સત્ય સમાન કોઈ ધર્મ,મૌન સમાન કોઈ તપ નથી

આજે દુનિયા ખૂબ જ મુખર થઈ રહી છે,લોકો રાડો પાડીને,ઉગ્રતાથી બોલી રહ્યા છે,ખૂબ જ કોલાહાલ વધી રહ્યો છે,વિશ્વની હાર્મની તૂટી રહી છે.

વિવેક વિચાર સમાન કોઈ જ્ઞાન નથી.

ત્યાગ સમાન ક્યાંય શાંતિ,જપ સમાન કોઈ યજ્ઞ અને ક્રોધ સમાન કોઈ અગ્નિ નથી.

——————————-

રામકથા યાત્રા સોમવાર-દસમા દિવસે અટારી-વાઘા બોર્ડર પર આવી પહોંચી ત્યારે બાપુએ ગુરુ નાનકીય પરંપરાનાં બધા ગુરુઓ,ભૂમિને પ્રણામ કરીને કહ્યું આમ તો ચાર સરોવર-કચ્છનું નારાયણ સરોવર, હિમાલયનું માન સરોવર,ગુજરાતનું બિંદુ સરોવર, હરિયાણાનું બ્રહ્મ સરોવર-પણ અહીં પંજાબમાં અમૃત સરોવર.ક્યાંક કળશમાં અમૃત છે,ક્યાંક અંજલિમાં.પણ,ધન્ય છે પંજાબની આ ભૂમિ જ્યાં અમૃતનું સરોવર છે!જેનું પાન અને દર્શન કરી,સ્વર્ણ મંદિરનાં ગુરુ ગ્રંથસાહેબનાં દર્શન પણ કર્યા.

માનસનાં આધારે કહું તો ગ્રંથ પ્રત્યે આટલો આદર અને નિષ્ઠા અન્ય ક્યાંય દેખાતી નથી જેટલી નાનકીય પરંપરામાં દેખાય છે.

વીરતાથી ભરેલા આ પ્રદેશમાં બલિદાનો પણ દુનિયાએ જોયા.પણ ગ્રંથની પાસે ગાયની જેમ બધા બેસેલા છે,આ ગ્રંથનો મહિમા છે.

ખૂબ મોટો ક્રાંતિકારી નિર્ણય આ ગુરૂજનોએ કર્યો દસ ગુરુઓ પછી એના વચનોને ગ્રંથસ્થ કરીને ગ્રંથને જ ગુરુ બનાવ્યા,વ્યક્તિ નહીં ગ્રંથ મહાન છે.તુલસીએ પણ આ જ કર્યું:

સદગુરુ ગ્યાન બિરાગ જોગ કે;

બિબૂધ બૈદ ભવ ભીમ રોગ કે.

રામચરિત માનસ સદગુરુ છે.અહીં ‘માનસ જનક’ ‘માનસ અમૃત’ તેમજ આસપાસ પણ ઘણી કથાઓ થઈ.વારંવાર અહીં આવવાનું કહેવાય છે પણ જ્યારે ગુરુ બોલાવે! કદાચ આવતા વર્ષે અમૃતસરમાં કથાગાનની કોશિશ કરીશું.

નાનકીય પરંપરાનાં ગુરુજનોને મળીને સમજાયું છે કે અહીં ચાર દ્વાર એ સ્વસ્તિક છે.પંજાબમાં વિશેષ રાજદ્વાર છે.અનેક રાજા મહારાજાઓમાં રણજીતસિંહે રાજમાર્ગ કેવો હોય એ બતાવ્યું. પંજાબમાં મુક્તિનું દ્વાર છે.અહીં સ્વર્ગનું દ્વાર બતાવ્યું તેમજ નગર રચનામાં નગરદ્વાર છે.પણ મૂળમાં ગુરુદ્વાર જ છે.કેન્દ્રનું પણ સૂક્ષ્મ કેન્દ્ર ગુરુ ગ્રંથસાહેબ એક ઓમકાર સતનામ- નાનકજીનાં આ શબદ છે. સત્ય સમાન કોઈ ધર્મ નથી.ધર્મ અનેક છે.બે ચાર મુખ્ય અને એની શાખાઓ પણ છે.

ધરમૂ ન દૂસર સત્ય સમાના;

આગમ નિગમ પુરાન બખાના

મૌન સમાન કોઈ તપ નથી.આ ગુરુજનોનાં જીવનનું અવલોકન કરીને દેખાય છે કે એણે ગાઇ તો ગુરુબાની જ ગાઇ.મીરાંએ નાચીને,નાનક દેવે ગાઇને મેળવ્યું.

આજે દુનિયા ખૂબ જ મુખર થઈ રહી છે.લોકો રાડો પાડીને,ઉગ્રતાથી બોલી રહ્યા છે,સરસ્વતીનું આટલું અપમાન ન હોવું જોઈએ.એ મધુરભાષિની છે.ખૂબ જ કોલાહાલ વધી રહ્યો છે,વિશ્વની હાર્મની તૂટી રહી છે.વિવેક વિચાર સમાન કોઈ જ્ઞાન નથી.

અમારા વિષ્ણુદેવાનંદ ગિરિ-મહામંડલેશ્વર કૈલાશ આશ્રમને પંજાબ સાથે ખૂબ ગાઢ સંબંધ હતો.ત્યાગ સમાન ક્યાંય શાંતિ નથી.જપ સમાન કોઈ યજ્ઞ નથી. ક્રોધ સમાન કોઈ અગ્નિ નથી.જ્યારે પણ સમજાય દુનિયા ખૂબ જ ક્રોધિત દેખાય છે કદાચ કલિ પ્રભાવ હશે.નિંદા સમાન કોઈ નર્ક નથી.

આ ભૂમિએ દુનિયાને વિશેષ વાત આપી સંગત અને પંગત. અમરનાથની યાત્રામાં બહુ મોટી માત્રામાં પંજાબના લંગર હોય છે.

આજે ઘણા સેન્ટરો દેશમાં ભેદ ઉભા કરવામાં મચ્યા છે ત્યારે તલગાજરડું તમામ ભેદ મટાડવાની કોશિશમાં છે.

આ ભૂમિમાં માતાઓએ શૂરવીરોને જન્મ આપ્યો, કેટલાય જવાનો બોર્ડર પર છે.અનેક શહીદ થયા છે જેનું આજ સુધી સાચું તર્પણ નથી થયું.મૂળ શ્રાદ્ધ હજી આપણે કરી શક્યા નથી.દાતારો અને બલિદાનની,ગુરૂજનોની આ ભૂમિ છે.

મહોબત સમાન કોઈ મંઝિલ નથી.

ઉડિયા બાબાએ કહેલું કે યોગ અને ભોગ સ્વત: હોય છે,શીખવવા પડતા નથી.

વિદ્વાનોએ શંકરાચાર્યને પ્રછન્ન બુદ્ધ કહ્યા કારણ કે શંકરાચાર્ય કહેતા:તારી આત્મા શંકર છે,તારી બુધ્ધિ જ ગિરિજા છે,માટે બેસી જા.તારા પંચપ્રાણ સહચર છે.આટલા રેશનાલિસ્ટ કોઈ ન હોઈ શકે.

નામકરણ સંસ્કાર,વિશ્વામિત્ર સાથે વનગમન સંવાદ બાદ આજની કથા સૈનિકોની રાષ્ટ્ર ભક્તિ,ગુરુજનો અને પંજાબની ગુરુ ભક્તિ અને દાતાઓની દાન શક્તિને સમર્પિત થઇ.

કથા-વિશેષ:

અગિયારમાં દિવસે કથાયાત્રા જ્યાં પહોંચશે એરઘુનાથ મંદિર:

ઉત્તર ભારતનાં,જમ્મુ શહેરની મધ્યમાં એકમાત્ર પ્રસિદ્ધ,પ્રાચિન રામનાં પૂર્વજોનું હિન્દુ મંદિર છે.

રાજા રઘુ,અજ,દશરથ પછી રાજા રામ થયા.

અહીં રામ,લક્ષ્મણ અને સીતામાતાની મૂર્તિઓ ઉપરાંત રામાયણના ચરિત્રોનું સ્થાપન થયેલું છે. ભગવાન વિષ્ણુનાં બધા અવતારોનાં રૂપ અહીં સ્થાપિત થયા છે.

સૌથી પ્રખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર પણ નજીક છે.

સુગ્રીવ,હનુમાનજી,વિભિષણ જેવા સેવક-ભક્તો ઉપરાંત નટરાજ,બગલામુખી,ગણેશ, લક્ષ્મી-નારાયણ,રાધા-કૃષ્ણ અને શિવલિંગની ઉપર શાલીગ્રામની સ્થાપના થયેલી છે.

મહારાજા રણધીરસિંહજીએ(૧૮૫૩-૧૮૬૦) દરેક કિલોમીટરમાં એક મંદિર બનાવ્યું,આથી જમ્મુને મંદિરોની નગરી કહે છે.

એનું પરિસર એટલું વિશાળ છે જે કદાચ ક્યાંય મંદિરોમાં જોવા મળે.

સાત શિખર દરેક તીર્થની ઝાંખી કરે છે.

ત્રણ દીવાલો સોનાની ચાદરથી બનાવેલી અને મુખ્ય દરવાજો ચાંદીનો,જયપુર કારીગરીથી બનાવેલો છે. રોજ લગભગ દોઢથી બે હજાર શ્રધ્ધાળુઓ આવે છે બધા જ તહેવાર અહીં ઉજવાય છે.

આ મંદિરનું બાંધકામ ૧૮૩૫ માં ડોગરા વંશના સ્થાપક મહારાજા ગુલાબ સિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૮૬૦ માં તેમના પુત્ર મહારાજા રણબીર સિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન પેએ લોન્ચ કર્યું UPI સર્કલ; સ્માર્ટ વોચ વડે ચુકવણીઓની પણ રજુઆત કરી

amdavadlive_editor

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

amdavadlive_editor

ટાટા મોટર્સે દેશની પ્રથમ હાઇડ્રોજનટ્રકની ટ્રાયલ સાથે ભારતના હરિયાળા ભવિષ્યને બળ આપ્યું

amdavadlive_editor

Leave a Comment