35.7 C
Gujarat
October 18, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કોલકાતા અને ગ્વાલિયર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ | દેશનાં વિવિધ રાજ્યો માટે ગત શનિવારનો દિવસ બહુ જ દર્દનાક સાબિત થયો હતો. દેશમાં વિવિધ રાજ્યોમાં દુર્ધટના બની હતી જેમાં ૪૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. કોલકાતામાં દુર્ગા પૂજા નિમિત્તે એકઠાં થયેલાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯ લોકોનાં દબાઈ જવાથી મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને પૂ બાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ગ્વાલિયર દુર્ઘટનામાં શીતળામાના મંદિર બહાર દર્શન કરવા એકઠાં થયેલા લોકો પર એક ટ્રક ફરી વળતાં ૧૩ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા ત્યારે પૂ બાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પણ રૂપિયા પંદર હજાર લેખે ૧,૯૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ગુજરાતમાં પણ અકુદરતી મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે જેમાં ભરુચનાં વાગરા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં બોઈલર ફાટતાં ૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ પછી ગાંધીનગરમાં છત્રાલમાં પણ બોઈલર ફાટતાં ૪ કામદારોનાં કરુણ મોત નિપજયા હતા. પૂ બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુલ મળીને રુપિયા ૬ લાખ ની સહાયતા રાશિ મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવી છે.

== સમાપ્ત ==

Related posts

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ અને એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સહયોગ કરીને યુવા મનને પ્રેરણા આપવા માટે ડિક્શનરી ક્વિઝનું આયોજન કર્યું

amdavadlive_editor

રથયાત્રાના પવિત્ર અવસરે સ્ટેલર સ્કોડાએ ગુજરાતભરમાં 100થી વધુ કારોની ડિલિવરી આપી

amdavadlive_editor

આજે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે, તે ભારતને કારણે છે, આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોષીએ બરસાનામાં મોરારી બાપુની કથામાં કહ્યું

amdavadlive_editor

Leave a Comment