નવી ગુજરાતી ફિલ્મના મુહૂર્ત સાથે સર્જનાત્મક સહયોગની શરૂઆત
અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ | તન્ના મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત અને સ્નેપર ફિલ્મસિટી દ્વારા પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મના મુહૂર્ત તથા પત્રકાર પરિષદનું આયોજન 17 ઑક્ટોબર, 2026ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મની મુખ્ય ટીમ ઉપસ્થિત રહી હતી.
આ મુહૂર્ત સાથે તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીએ એક નવી સહયોગી યાત્રાનો પ્રારંભ કર્યો છે. બંને સંસ્થાઓ પોતાની સર્જનાત્મક દૃષ્ટિ, અનુભવ અને સંસાધનોને એકસાથે લાવીને આગામી સમયમાં નવા વિષયો, મૌલિક કોન્સેપ્ટ્સ અને ગુણવત્તાસભર પ્રોડક્શન્સ રજૂ કરવાની દિશામાં કામ કરશે. આ નવી ગુજરાતી ફિલ્મ તે સહયોગનું પ્રથમ પગલું છે, જેના થકી આગળ પણ નવા પ્રોજેક્ટ્સ વિકસાવીને દર્શકો સમક્ષ લાવવાનો બંને સંસ્થાઓનો સંકલ્પ છે.
ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી, તેથી હાલ આ પ્રોજેક્ટને ‘અનટાઇટલ્ડ ગુજરાતી ફિલ્મ’ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
આ ફિલ્મનું નિર્માણ તન્ના મોશન પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. પ્રકાશ તન્ના અને ભાવેશ તન્ના ફિલ્મના નિર્માતા છે, જ્યારે સ્નેપર ફિલ્મસિટી તેના પ્રસ્તુતકર્તા છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી સંભાળશે. દર્પણ કેવડિયા કાર્યકારી નિર્માતા, નિકુલ વૈદ્ય સહ-નિર્માતા, પ્રાચી કેવડિયા ક્રિએટિવ ડિરેક્ટર અને ધવલ પંડ્યા લાઇન પ્રોડ્યુસર તરીકે ફિલ્મ સાથે સંકળાયેલા છે.
== સમાપ્ત ==
