31.5 C
Gujarat
September 19, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ એક ધર્મના ગ્રંથો નથી, પરંતુ તે ભારતની આંખો છે. આપણા દેશના નેત્રો છે, જેનાથી આપણે સમગ્ર વિશ્વને જોઇએ છીએ. નેત્રની વાત કરવી એ બીજા કોઇ ધર્મની નિંદા નથી. કોઇને તકલીફ ન થતી હોય તો આમ કરવું જોઇએ. બાળકો જ્યારે આ નેત્રોથી વિશ્વને જોશે ત્યારે આ વિશ્વમાં કોઇ તકરાર નહીં હોય, કોઇ યુદ્ધ નહીં હોય, કોઇ વિભાજન નહીં હોય.

Related posts

આર્નવ ફેશન્સના શેરોએ મજબૂત Q3 પરિણામો બાદ 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી

amdavadlive_editor

પેડાગોજી-ફર્સ્ટ એપ્રોચ સાથે એઆઈ સક્ષમ પ્લેટફોર્મ

amdavadlive_editor

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

amdavadlive_editor

Leave a Comment