August 26, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.in પર બેસ્ટ ઇન ટેક સર્વેમાં જાણવા મળ્યું છે કે લેપટોપ ખરીદદારોમાં પર્ફોર્મન્સ સૌથી મોટું ખરીદીનું કારણ છે; ટેબ્લેટ ખરીદદારો માટે ડિસ્પ્લે ગુણવત્તા સૌથી વધુ મહત્ત્વની છે

  • લેપટોપ ખરીદદારો માટે, બ્રાન્ડનાં નામ કરતા સ્પેસિફિકેશન્સ વધુ મહત્ત્વ ધરાવે છે: 53% લોકો સમાન કિંમત પર વધુ સારા સ્પેસિફિકેશન્સ આપતી અન્ય બ્રાન્ડ પસંદ કરશે
  • કમ્પ્યુટિંગમાં એઆઇ ઉત્સાહ સૌથી વધુ છેઃ 58% લેપટોપ ખરીદદારો આગામી એઆઇ ફિચર્સને ઉત્પાદકતા માટે “અત્યંત ઉપયોગી” કહે છે, જેમાં ઓન-ડિવાઇઝ સહાયકો (28%) અને એઆઇ-પ્રોસેસિંગ ચિપ્સ (25%) તેમની વિશલિસ્ટમાં ટોચનાં સ્થાને છે
  • ટેબ્લેટ ખરીદદારો ચોક્કસ ઉદ્દેશ માટે ઉપકરણને પસંદ કરી રહ્યા છે: લેપટોપ કરતા પોષાય એવી ક્ષમતા (28%), મિડિયા કન્ઝમ્પશન (21%) અને પોર્ટેબિલિટી (17%), જેમાં 59% રૂ. 20,000થી રૂ. 35,000 કિંમત સેગમેન્ટને ધ્યાનમાં લઈ રહ્યા છે
  • બેસ્ટ ઇન ટેક સર્વે inની એવી પહેલ છે, જે ગ્રાહકો તેમની ટેક ખરીદીઓમાંથી શું ઇચ્છે છે તે સમજવા માટે છે
  • સર્વેક્ષણમાંથી પ્રાપ્ત આંતરદૃષ્ટિ in પર પસંદગી અને બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ માટે એજેન્ડા નક્કી કરે છે, જે સપ્ટેમ્બર 2026માં પરત ફરશે

બેંગલુરુ | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૬ | એમેઝોને આજે પ્રથમ બેસ્ટ ઇન ટેક સર્વેનાં તારણોનો બીજો સેટ જાહેર કર્યો હતો. જો સ્માર્ટફોનનાં તારણોએ એઆઇને બેઝલાઇન અપેક્ષા તરીકે જાહેર કર્યો હોય તો કમ્પ્યુટિંગ કેટેગરી એક સ્પષ્ટ ગાથા જણાવે છે: પ્રોસેસર પર્ફોર્મન્સ લેપટોપ ખરીદદારો માટે એક માત્ર સૌથી મહત્ત્વપૂર્ણ ખરીદીનું કારણ છે, જેમાં 87% લોકોએ તેને પ્રથમ ક્રમે રાખ્યું છે. જ્યારે બીજી બાજુએ, એઆઇ ઉત્સાહ અહીં સર્વેક્ષણ કરેલી કોઇ પણ કેટેગરીમાં સૌથી ઊંચો છે. લેપટોપના 58% ખરીદદારો આગામી એઆઇ ફિચર્સને તેમની ઉત્પાદકતા માટે “અત્યંત ઉપયોગી” કહે છે. ટેબ્લેટ ખરીદદારો માટે, અગ્રીમતા સમાનપણે સ્પષ્ટ છે: 74% લોકોએ ડિસ્પ્લે ગુણવત્તાને પ્રથમ ક્રમ આપ્યો છે. તારણો તમામ મુખ્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં 40,000થી વધુ પ્રતિસાદોમાંથી મેળવવામાં આવ્યા હતા અને Amazon.in પર પસંદગીમાં ફીડ કરે છે. તેઓ બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ માટે એજેન્ડા પણ સેટ કરે છે, જે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ બીજી આવૃત્તિ માટે પરત ફરશે.

એમેઝોન ઈન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના નિર્દેશક ઝેબા ખાને જણાવ્યું હતું કે “એક મોટી વસ્તુ તરીકે, લેપટોપ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ્સ પૈકીની એક છે. ગ્રાહકો તેઓ ઉપકરણનો ઉપયોગ કેવી રીતે કરશે તેને આધારે વિશિષ્ટ સ્પેસિફિકેશન્સ અને સક્ષમતાઓ ઇચ્છે છે અને લોકો લેપટોપ્સને લાંબા સમય માટે રાખવાનું વલણ ધરાવતા હોવાને લીધે તેઓ ખરીદી કરતા પહેલા સારી રીતે તુલના કરે છે. સર્વેક્ષણે અમને એ જણાવ્યું છે કે આ ખરીદદારો માટે બ્રાન્ડનાં નામ કરતા વધારે સ્પેસિફિકેશન્સ મહત્ત્વ ધરાવે છે, જે દરેક ઉત્પાદકો માટે એક રોમાંચક તક છે. એઆઇ પણ સ્પષ્ટ જરૂરિયાત તરીકે ઉભરી આવ્યું છે, જેના લીધે ઓન-ડિવાઇઝ આસિસ્ટન્ટ્સ અને એઆઇ-પ્રોસેસિંગ ચિપ્સ તેમની વિશલિસ્ટમાં ટોચનાં સ્થાને છે. બેસ્ટ ઇન ટેક સર્વે અમને સીધા ગ્રાહકો પાસેથી સ્પષ્ટ ઇનપુટ્સ આપે છે અને બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ એવી બ્રાન્ડ્સને ઓળખશે જે આવનારા તહેવારોની મોસમમાં ગ્રાહકો જે ખરેખર શોધી રહ્યા છે તેમને ડિલિવર કરતી હોય.” 

લેપટોપ ખરીદદારો પર્ફોર્મન્સને અગ્રીમતા આપે છે.

પ્રોસેસરનું પર્ફોર્મન્સ નિર્યણ માટે મુખ્ય કારણ છે, જેને 87% લોકોએ પ્રથમ ક્રમ આપ્યો છે, ત્યાર પછી રેમ અને સ્ટોરેજ, ત્યાર પછી બેટરી લાઇફ આવે છે. 58% લોકો જણાવે છે કે આગામી એઆઇ વિશેષતાઓ તેમની ઉત્પાદકતા માટે “અત્યંત ઉપયોગી” રહેશે, જે સર્વેક્ષણ કરેલી અન્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કેટેગરી કરતા ઊંચો હિસ્સો ધરાવે છે. સૌથી વધુ ઇચ્છિત સક્ષમતાઓ આને પ્રતિબિંબિત કરે છે: 28% પર ઓન-ડિવાઇસ એઆઇ આસિસ્ટન્ટ્સ, 25% પર ઝડપી એઆઇ-પ્રોસેસિંગ ચિપ્સ અને 23% પર એઆઇ-સંચાલિત કન્ટેન્ટ ક્રિએશન અને એડિટિંગ આવે છે. વાસ્તવિક સમયના ટ્રાન્સક્રિપ્શન અને અનુવાદ સક્ષમતાઓ 17% પર આવે છે.

વધુ લેપટોપ ખરીદદારો પરિચિત બ્રાન્ડ્સ કરતા વધુ સારા સ્પેસિફિકેશનપસંદ કરશે.

53% લેપટોપ ખરીદદારોએ જણાવ્યું હતું કે તેઓ સમાન કિંમત પર વધુ સારા સ્પેસિફિકેશન્સ ઓફર કરતી અન્ય બ્રાન્ડ્સને પસંદ કરશે અને વધુ 15% જણાવ્યું હતું કે તેઓ નવા નવીનીકરણ અને ડિઝાઇન તરફ આકર્ષાશે. સૌથી વધુ ખરીદદારો (48%) નિર્ણય લેતા પહેલા બેથી ત્રણ બ્રાન્ડ્ઝની તુલના કરે છે, જ્યારે માત્ર 18% લોકો અગાઉથી ધ્યાનમાં રાખેલી બ્રાન્ડ સાથે જાય છે.

4માંથી 3 ખરીદદારો રૂ. 40,000 કે તેથી વધુની કિંમત ધરાવતા લેપટોપ્સ વિશે વિચારી રહ્યા છે

અડધા લેપટોપ ખરીદદારો રૂ. 40,000થી રૂ. 80,000ની શ્રેણીમાં ઉપકરણને ધ્યાનમાં લઈ રહ્યા છે, જેમાં રૂ. 40,000થી રૂ. 60,000ની શ્રેણી 28% સાથે પ્રથમ આવે છે અને રૂ. 60,000થી રૂ. 80,000ની શ્રેણીનાં ઉપકરણો માટે 22% લોકો વિચારી રહ્યા છે. ટોચની કિંમત પર, 14% લોકો રૂ. 80,000થી રૂ. 1,00,000ની શ્રેણીમાં આવતા ઉપકરણનો વિચારી રહ્યા છે અને 12% લોકો રૂ. 1,00,000થી વધુનાં ઉપકરણનો વિચાર કરી રહ્યા છે. માત્ર 24% લોકો રૂ. 40,000થી ઓછી કિંમતનાં ઉપકરણ ખરીદી રહ્યા છે. સૌથી વધુ ખરીદદારો નિર્ણય લેતા પહેલા બેથી ત્રણ બ્રાન્ડ્સની તુલના કરે છે અને લગભગ ચોથા ભાગના લોકો બે મહિના કરતા વધુ સમય સુધી સંશોધન કરે છે. માત્ર 18% લોકો અગાઉથી વિચાર હેઠળ હોય એવી બ્રાન્ડ સાથે જાય છે. નિર્ણય લેતી વખતે રિવ્યુઝ અને રેટિંગ્સ કિંમત કરતા વધુ મહત્ત્વ ધરાવે છે.

ટેબ્લેટ ખરીદદારો માટે, ડિસ્પ્લે સાઇઝ વધુ મહત્ત્વ ધરાવે છે

સર્વેક્ષણમાં અન્ય કોઇ પણ કેટેગરીમાં એવું કોઇ ફિચર નથી જે સ્પષ્ટપણે પ્રભુત્ત્વ ધરાવતું હોય. 74% ટેબ્લેટ ખરીદદારોએ ડિસ્પ્લે સાઇઝ અને ગુણવત્તાને પ્રથમ ક્રમ આપ્યો છે, જ્યારે કિંમત 12% પર બીજા ક્રમે અને પ્રોસેસર 9% પર ત્રીજા ક્રમે રાખ્યા છે. સૌથી વધુ, ટેબ્લેટનો નિર્ણય સ્ક્રિન પર આધારિત છે. આ ફોકસ કિંમત શ્રેણીમાં દેખાય છે: 59% ખરીદદારો રૂ. 20,000થી રૂ. 35,000ની પ્રિમિયમ મધ્યમ-શ્રેણીનો વિચાર કરે છે, જ્યારે ડિસ્પ્લે ગુણવત્તા એક બજેટ ઉપકરણ કરતા વધુ સારા ઉપકરણ માટે આગળ વધવાને યોગ્ય ઠેરવે છે. ખરીદદારો એ બાબત માટે પણ સ્પષ્ટ છે કે તેમને ટેબ્લેટ સૌથી પહેલા કેમ જોઇએ છે: 29% લોકોને લેપટોપનો વધુ સસ્તો વિકલ્પ લાગે છે, 21% લોકો મિડિયા કન્ઝમ્પશન અને 17% લોકો હરતા ફરતા કાર્ય માટે પોર્ટેબિલિટી ઇચ્છે છે.

પાછલા સપ્તાહે જાહેર કરેલા બેસ્ટ ઇન ટેક સર્વેમાંથી તારણોના પ્રથમ સેટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આઇ ફિચર્સ હવે Amazon.in પર 82% સ્માર્ટફોનના ખરીદદારો માટે ખરીદીના નિર્ણયને આકાર આપે છે. એઆઇ હવે પાયારૂપ અપેક્ષા બન્યું છે, જ્યારે પર્ફોર્મન્સ, બેટરી અને કેમેરા ખરીદીના સૌથી વધુ પ્રભાવી પરિબળો રહ્યા છે. ત્રણમાંથી એક ઉત્તરદાતા તેમના આગામી અપગ્રેડ માટે રૂ. 50,000 કે તેથી વધુનો વિચાર કરી રહ્યા છે અને લગભગ અડધા લોકો ત્રણ મહિનાની અંદર અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે નિર્ણય લેવાની વાત આવે ત્યારે કિંમત અને ડીલ્સ કરતા રિવ્યુઝ અને રેટિંગ્સ વધુ મહત્ત્વ ધરાવે છે.

બેસ્ટ ઇન ટેક સર્વે કન્ઝ્યુમર ટેકનોલોજીની અંદર વિવિધ કેટેગરીઝમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને ટેબ્લેટ્સ, હોમ એન્ટરટેઇન્મેન્ટ અને એપ્લાયન્સિસ અને વેરેબલ્સ તથા ઓડિયો સામેલ છે. બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સથી પહેલા જારી કરવામાં આવી રહેલા તારણોની આ બીજી સિરિઝ છે.

== સમાપ્ત ==

Related posts

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)નો ૨૩મો દીક્ષાંત સમારોહ યોજાયો

amdavadlive_editor

ભારતીય બાંધકામ સાધન ઉદ્યોગે FY26માં સ્થિતિસ્થાપકતા દર્શાવી; નિકાસ 31.5% વધી, માળખાગત સુવિધાના અમલીકરણમાં મંદીના કારણે ઘરેલું માંગમાં 7%નો ઘટાડો થયો

amdavadlive_editor

અવિનાશ તિવારી ટૂંક સમયમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી સાથે કામ કરી શકે છે, વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં એક મજબૂત પાત્ર ભજવશે

amdavadlive_editor

Leave a Comment