- ગ્લોબલ AI આધારિત સાયબર સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સાથે દ્રોણાની ભારતમાં 24×7 સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતાઓનું સંયોજન
અમદાવાદ, ગુજરાત | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૬ | વૈશ્વિક AI આધારિત સાયબર સિક્યોરિટી અને સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાયબલ અને અમદાવાદ સ્થિત સાયબર સિક્યોરિટી તથા સાયબર ડિફેન્સ કંપની દ્રોણા સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ એ ભારતમાં સંસ્થાઓ અને હાઈ-વેલ્યુ વ્યક્તિઓને અદ્યતન સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન, તપાસ, ટેકડાઉન અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ ક્ષમતાઓ પૂરી પાડવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે.
સાયબલ, જેની કામગીરી અને ગ્રાહકોનો વ્યાપ 30થી વધુ દેશોમાં છે અને જેના 700થી વધુ ક્લાયન્ટ્સ છે, તે આ ભાગીદારીમાં વૈશ્વિક સ્તરની સાયબર ઇન્ટેલિજન્સ, ડાર્ક-વેબ મોનિટરિંગ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન અને AI આધારિત સિક્યોરિટી ટેક્નોલોજી લાવી રહ્યું છે.
આ ભાગીદારીનું ભારતમાં સંચાલન અમદાવાદ સ્થિત દ્રોણા ના 24×7 સાયબર સિક્યોરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે. આ અંતર્ગત સાયબલની વૈશ્વિક સાયબર ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને દ્રોણા ના ભારતીય સિક્યોરિટી એનાલિસ્ટ્સ, ડિજિટલ ફોરેન્સિક્સ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ અને અમલીકરણ ક્ષમતાઓ સાથે એકીકૃત કરવામાં આવશે.
ભારતના હાઈ-વેલ્યુ વ્યક્તિઓનું રક્ષણ
આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓ (HNIs), સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગસાહસિકો, જાહેર જીવનની જાણીતી હસ્તીઓ, રમતવીરો, ક્રિએટર્સ અને તેમના પરિવારોને સતત વધુ આધુનિક અને જટિલ બની રહેલા ડિજિટલ જોખમોથી સુરક્ષિત રાખવાનો રહેશે.
આ સેવા નીચે મુજબના જોખમો પર સતત નજર રાખશે:
- ચોરાયેલા લૉગિન ક્રેડેન્શિયલ્સ અને વ્યક્તિગત માહિતી
- ઓળખ દસ્તાવેજોની લીક
- બેંકિંગ અને નાણાકીય માહિતીનો ખુલાસો
- ડાર્ક વેબ અને ગુનાહિત માર્કેટપ્લેસ પરની પ્રવૃત્તિઓ
- નકલી ઓળખ ધારણ કરવી અને બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ
- નકલી વેબસાઇટ્સ અને સમાન દેખાતા ડોમેન
- નકલી એન્ડોર્સમેન્ટ્સ અને બનાવટી નિવેદનો
- AI દ્વારા જનરેટ અથવા હેરફેર કરવામાં આવેલા ઓડિયો અને વીડિયો
- ડીપફેક અને સિન્થેટિક આઈડેન્ટિટી આધારિત અભિયાનો
- સંકલિત ઓનલાઈન નકલી ઓળખ અને પ્રભાવ પાડવાના અભિયાનો
- રેન્સમવેર અને ડેટા લીકથી સંબંધિત જોખમો
- વ્યક્તિગત ડિવાઇસ સાથે ચેડાં અને ક્રેડેન્શિયલ ચોરી
આ સહયોગનો ખાસ ઉદ્દેશ સંસ્થાના નેતૃત્વથી લઈને વ્યક્તિગત વરિષ્ઠ અધિકારીઓ, જાહેર જીવનની જાણીતી વ્યક્તિઓ અને તેમના પરિવારો સુધી સાયબર સુરક્ષા પ્રદાન કરવાનો છે.
ધમકીની ઓળખથી લઈને ટેકડાઉન અને તપાસ સુધી
આ ભાગીદારીનો ઉદ્દેશ માત્ર સાયબર જોખમોની ઓળખ કરવા પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ આગળની કાર્યવાહી સુધી વિસ્તરવાનો છે.
જ્યારે કોઈ દૂષિત અથવા ગેરકાયદેસર કન્ટેન્ટ મળી આવશે, ત્યારે દ્રોણાના એનાલિસ્ટ્સ આ શોધની ચકાસણી કરશે અને તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં સંબંધિત પુરાવાઓ—જેમાં URL, એકાઉન્ટ મેટાડેટા, ટાઇમસ્ટેમ્પ, હેશ અને મિરર્સ સહિત —સુરક્ષિત રાખશે. ત્યારબાદ, બંને ભાગીદાર સંસ્થાઓ સંબંધિત પ્લેટફોર્મ્સ, હોસ્ટિંગ પ્રોવાઇડર્સ, ડોમેન રજિસ્ટ્રાર્સ અને એપ સ્ટોર્સ સાથે મળીને કન્ટેન્ટને દૂર કરવાની કાર્યવાહી કરશે, તેમજ આ અભિયાન પાછળના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ પણ કરશે.
આ પ્રક્રિયા દ્વારા સતત “ઓળખ → ચકાસણી → પુરાવાઓનું સંરક્ષણ → તપાસ → ટેકડાઉન → મોનિટરિંગ” નું ચક્ર અમલમાં આવશે.
ઉદ્દેશ્ય માત્ર એક કન્ટેન્ટને દૂર કરવાનો નથી, પરંતુ તેની પાછળ ચાલી રહેલા વ્યાપક અભિયાનને ઓળખવાનો, તેની પુનરાવર્તનને રોકવાનો અને અસરગ્રસ્ત વ્યક્તિ અથવા સંસ્થાને દસ્તાવેજીકૃત તથા તથ્ય આધારિત રેકોર્ડ પ્રદાન કરવાનો છે. આ રેકોર્ડ સંબંધિત પ્લેટફોર્મ્સ, નિયમનકારી સંસ્થાઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અથવા અદાલતો સાથેની કાર્યવાહી અને સંવાદમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
સાયબલની ગ્લોબલ ઇન્ટેલિજન્સ. દ્રોણા નો ભારતીય પ્રતિભાવ.
આ સહયોગ હેઠળ, સાયબલ તેના વૈશ્વિક સાયબર ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજી પ્લેટફોર્મ્સનું યોગદાન આપશે, જેમાં Blaze AI દ્વારા સંચાલિત સાયબલ વિઝન, તપાસ અને જવાબદારી નિર્ધારણ માટેનું સાયબલ હોક, તેમજ AI આધારિત એન્ડપોઇન્ટ સિક્યોરિટી માટેનું સાયબલ ટાઇટન સામેલ છે.
દ્રોણા તેના સિક્યોરિટી એનાલિસ્ટ્સ, ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતાઓ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ્સ અને અમદાવાદ સ્થિત 24×7 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ભારતમાં આ સહયોગ માટેની ઓપરેશનલ સપોર્ટ વ્યવસ્થા પૂરી પાડશે.
આ સંયોજનનો હેતુ ભારતીય ગ્રાહકોને વૈશ્વિક સ્તરની સાયબર ઇન્ટેલિજન્સ સાથે સ્થાનિક માનવ કુશળતા, ભારતીય સમય ઝોન અનુસાર ઝડપી પ્રતિસાદ અને શરૂઆતથી અંત સુધીની જવાબદારી ઉપલબ્ધ કરાવવાનો છે.
“જાહેર જીવનની જાણીતી વ્યક્તિઓ, બિઝનેસ લીડર્સ અને HNIs સામેના સાયબર જોખમો હવે પરંપરાગત હેકિંગથી ઘણાં આગળ વધી ગયા છે. આજે ચોરાયેલા ક્રેડેન્શિયલ, લીક થયેલો દસ્તાવેજ, ડીપફેક વીડિયો, નકલી ઓળખ ધરાવતું એકાઉન્ટ અથવા સંકલિત ડિજિટલ અભિયાન વ્યક્તિગત, નાણાકીય અને પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સાયબલ સાથેની અમારી ભાગીદારી અમને વૈશ્વિક સાયબર ઇન્ટેલિજન્સને ભારત સ્થિત ઓપરેશનલ પ્રતિસાદ સાથે સંકલિત કરવાની ક્ષમતા આપે છે.”
«— ધ્રુવ પંડિત, સહ-સ્થાપક અને સીઈઓ, દ્રોણા સાયબર સોલ્યુશન્સ»
એક્ઝિક્યુટિવ અને પર્સનલ સાયબર પ્રોટેક્શન માટે એક નવું મોડેલ
આ ભાગીદારી એ વાતને માન્યતા આપે છે કે સંસ્થાની ડિજિટલ સુરક્ષા અને તેના નેતૃત્વની ડિજિટલ સુરક્ષા વધુને વધુ એકબીજા સાથે જોડાયેલી છે.
કમ્પ્રોમાઇઝ થયેલું વ્યક્તિગત ડિવાઇસ કોર્પોરેટ ક્રેડેન્શિયલ્સને જોખમમાં મૂકી શકે છે. લીક થયેલા કોર્પોરેટ દસ્તાવેજનો ઉપયોગ કોઈ વરિષ્ઠ અધિકારીના પરિવારને નિશાન બનાવવા માટે થઈ શકે છે. નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી કરવા અથવા લોકોની ધારણાને ગેરમાર્ગે દોરવા માટે થઈ શકે છે.
આથી, સાયબલ – દ્રોણા મોડેલનો ઉદ્દેશ વ્યક્તિ, પરિવાર, ડિજિટલ ઓળખ, ડિવાઇસ, પ્રતિષ્ઠા અને તેની સાથે સંકળાયેલી સંસ્થાને એક સંકલિત ડિજિટલ-રિસ્ક પર્યાવરણ તરીકે સુરક્ષિત કરવાનો છે.
ભારત માટે ગ્લોબલ-સ્કેલ સાયબર ઇન્ટેલિજન્સ
સાયબલની ટેકનોલોજીનો ઉપયોગ પહેલાથી જ મુખ્ય નાણાકીય સંસ્થાઓ, વૈશ્વિક સિસ્ટમ્સ ઇન્ટિગ્રેટર્સ, કેન્દ્રીય બેંકો, રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંસ્થાઓ, સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સંગઠનો અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે.
આ સહયોગ દ્રોણા ના સ્થાપિત ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ ક્ષમતાઓને ભારત-કેન્દ્રિત મેનેજ્ડ-સર્વિસ મોડેલમાં લાવે છે.
દ્રોણા તેના અમદાવાદ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાંથી સેવા પૂરી પાડશે, જેનો હેતુ સમગ્ર ભારતમાં અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકોને ટેકો આપવાનો છે.
સાયબર-રેઝિલિયન્ટ ભારતનું નિર્માણ
આ ભાગીદારી દ્રોણાના ‘સાયબર યોદ્ધા અભિયાન’ ને પણ વધુ મજબૂત બનાવશે. આ અભિયાનનો ઉદ્દેશ 50 એકીકૃત સાયબર સિક્યોરિટી કમાન્ડ સેન્ટર લેબોરેટરીઝ સ્થાપિત કરવાનો અને 1,00,000થી વધુ સાયબર ડિફેન્ડર્સને તાલીમ આપવાનો છે.
વ્યાપક ઉદ્દેશ્ય એવો એક સક્ષમ ઇકોસિસ્ટમ ઊભો કરવાનો છે, જેમાં અદ્યતન સાયબર ઇન્ટેલિજન્સ, વ્યાવસાયિક ડિજિટલ ફોરેન્સિક્સ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ અને સાયબર ડિફેન્સ નિષ્ણાતી પરંપરાગત મોટા ઉદ્યોગો અને સંસ્થાઓ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ તેનાથી આગળ પણ સરળતાથી ઉપલબ્ધ બની શકે.
== સમાપ્ત ==

