32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વોડાફોન આઈડિયા દ્વારા સેમસંગના વર્સેટાઈલ સોલ્યુશન્સ સાથે બેન્ગલુરુમાં 5G કમર્શિયલ સેવા રજૂ

» સેમસંગ દ્વારા ભારતમાં આધુનિક કનેક્ટિવિટી લાવતાં તેના ઉદ્યોગના અવ્વલ સમાધાન સાથે બેન્ગલુરુ, ચંડીગઢ અને પટનામાં Vi’s 2G, 4G અને 5G કમર્શિયલ નેટવર્કસને પાવર આપે છે

બેન્ગલુરુ ૧૧ જૂન ૨૦૨૫: અગ્રણી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા (Vi) દ્વારા આજે ભારતમાં મુખ્ય ટેલિકોમ બજારમાંથી એક અને ‘‘સિલિકોન વેલી ઓફ ઈન્ડિયા’’ તરીકે જ્ઞાત વૈશ્વિક આઈટી હબ બેન્ગલુરુ પ્રદેશમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં., લિ. (સેમસંગ) સાથે ભાગીદારી કરીને 5G સેવાઓના કમર્શિયલ લોન્ચની ઘોષણા કરી હતી. 2024થી કંપનીઓ બિહાર, કર્ણાટક અને પંજાબ1 સહિત ભારતનાં મુખ્ય ટેલિકોમ સર્કલ્સમાં સેમસંગના ઉદ્યોગ અવ્વલ સમાધાન સાથે ન્યૂ જનરેશન, 5G નેટવર્ક ડિપ્લોય કરવા અને Viનો લીગસી 2G અને 4Gના આધુનિકીકરણ માટે એકત્ર કામ કરી રહી છે.

આ જોડાણના ભાગરૂપે Vi દ્વારા એપ્રિલ 2025માં ચંડીગઢ અને પટનામાં 5G કમર્શિયલ સેવાઓ રજૂ કરવામાં આવી ચૂકી છે. Viએ સેમસંગના સ્મોલ ફોર્મ- ફેક્ટર, ઊર્જા કાર્યક્ષમ અને હાઈ ટ્રાન્સમિટ પાવર રેડિયોઝ સફળતાથી ડિપ્લોય કરી દીધા હોઈ સર્વ ત્રણ સર્કલ્સમાં આસાન 5G અનુભવ અભિમુખ બનાવે છે. આ સમાધાન Viના ગ્રાહકો પ્રત્યે હરિત અને વધુ સક્ષમ અભિગમ સાથે બહેતર ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે વધતી સેલ ક્ષમતા અને ઊર્જા બચત વિશિષ્ટતાઓ ઓફર કરે છે.

આ ડિપ્લોયમેન્ટ માટે સેમસંગે વર્ચ્યુઅલાઈઝ્ડ સેન્ટ્રલ યુનિટ (vCU) તરીકે જ્ઞાત બેઝબેન્ડ અને સોફ્ટવેર ફંકશનનો સમાવેશ ધરાવતા રેડિયો એક્સેસ નેટવર્ક (RAN) સોલ્યુશન્સ સાથે 32T32R મેસિવ MIMO રેડિયોઝ સહિત વૈવિધ્યપૂર્ણ સ્પેક્ટ્રમ બેન્ડ્સને ટેકો આપવા માટે રેડિયોની તેની વ્યાપક શ્રેણી પૂરી પાડી છે.

કંપનીઓએ 2G સેવાઓ માટે મુખ્ય નેટવર્ક એલીમેન્ટ રાષ્ટ્રના પ્રથમ વર્ચ્યુઅલાઈઝ્ડ બેઝ સ્ટેશન કંટ્રોલ (vBSC)નો અમલ પણ કર્યો છે, જેને લઈ લીગસી ટેકનોલોજી અને સેવાઓને સપોર્ટની ખાતરી રાખવા સાથે અત્યાધુનિક સોફ્ટવેર સોલ્યુશન્સ સાથે તેના નેટવર્કનું આધુનિકીકરણ કર્યું છે.

નેટવર્ક ફંકશનાલિટીઝનું વર્ચ્યુઅલાઈજેશન Viને નેટવર્ક ડિપ્લોયમેન્ટ પ્રવાહરેખામાં લાવવા અભિમુખ બનાવે છે અને આસાન વ્યવસ્થાપનનો માર્ગ આપે છે, જેથી ઉત્તમ કાર્યક્ષમતા, ઓછો સંચાલન ખર્ચ, બહેતર સંસાધન ફાળવણી નિયંત્રણ અને વધુ ગ્રાહક સંતોષમાં પરિણમે છે. આ વર્ચ્યુઅલાઈઝેશન અપનાવવા સાથે ઓપરેટરો સોફ્ટવેર આધારિત અને સાનુકૂળ નેટવર્કસ આસાનીથી નિર્માણ કરીને ભાવિ નેટવર્કસ લાવવામાં સ્પર્ધાત્મક ધાર પ્રાપ્ત કરી શકે છે.

વોડાફોન ઈન્ડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર જગબીર સિંહે જણાવ્યું હતું કે, “Viની 5G સેવાઓનું બેન્ગલુરુ તથા ચંડીગઢ અને પટનામાં લોન્ચ અને અમારા ગ્રાહકોને સહજ, ઉચ્ચ વિશ્વસનીય નેક્સ્ટ જનરેશન સેવાઓ પ્રદાન કરવા અમારી ઈકોસિસ્ટમમાં નવી ભાગીદાર તરીકે સેમસંગને રજૂ કરવાનું મોટું પગલું છે. સેમસંગ સાથે ભાગીદારી કરીને અમારા પ્રયાસ ઉત્તમ ગ્રાહક અનુભવ પૂરો પાડવાનો અને અમારા ગ્રાહકોને આજના ડિજિટલ રીતે કનેક્ટેડ દુનિયામાં આવશ્યક બહેતર મોબાઈલ બ્રોડબેન્ડ થ્રુપુટ્સ અને ઉચ્ચ ક્ષમતા પૂરી પાડવાનો છે.’’

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના પ્રેસિડેન્ટ અને નેટવર્કસ બિઝનેસના હેડ વુજુન કિમે જણાવ્યું હતું કે, ‘‘ભારત ખાસ કરીને બેન્ગલુરુ, વૈશ્વિક ડિજિટલ પરિવર્તનમાં આગળ છે અને અમને દુનિયાની સૌથી ગતિશીલ અને આધુનિક આઈટી બજારમાંથી એકમાં તેના ગ્રાહકોને નેક્સ્ટ- જનરેશન કનેક્ટિવિટી પ્રદાન કરવામાં Viના ઈનોવેટિવ પ્રવાસમાં સાથ આપવાનું ગૌરવજનક લાગે છે. આ જોડાણ થકી સેમસંગ મોબાઈલ ઉપભોકતાઓની માગણીઓને પહોંચી વળવા અને અમારા નાવીન્યપૂર્ણ જોશ સાથે ઉદ્યોગોની વૃદ્ધિ કરવા ગતિ આપવા Viને ટેકો આપવા સંપૂર્ણ કટિબદ્ધ છે.’’

Related posts

મેટ્રો શહેરોની બહાર 10 ઉભરતા ભારતીય શહેરોમાં નોકરીઓ અને પ્રતિભામાં તેજી જોવા મળી રહી છે: લિંક્ડઇન સિટીસ ઑન ધ રાઇઝ 2025

amdavadlive_editor

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 દ્વારા રાષ્ટ્ર્રીય મંચ પર ગ્રામીણ અને ટિયર 2/3ના વિચારો લાવવા માટે ગ્રાન્ડ ફિનાલે માટે 20 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર

amdavadlive_editor

મેટા દ્વારા સુરક્ષિત ઓનલાઈન અનુભવ પ્રદાન કરા માટે ટીનેજરો માટે અંતર્ગત રક્ષણ સાથે ભારતમાં ઈન્સ્ટાગ્રામ ટીમ અકાઉન્ટ્સનું વિસ્તરણ કરાયું

amdavadlive_editor

Leave a Comment