31 C
Gujarat
June 20, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સલામતીપૂર્વક ડિલિવરી: સ્વિગી અને અમદાવાદ ટ્રાફિક વિભાગ ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ માટે રોડ સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરે છે

ગુજરાત, અમદાવાદ | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ કન્વિનિયન્સ પ્લેટફોર્મ, સ્વિગી (સ્વિગી લિમિટેડ, NSE: SWIGGY / BSE: 544285), દ્વારા તાજેતરમાં જ અમદાવાદ ટ્રાફિક વિભાગ સાથે ભાગીદારી સાધીને તેના ડિલિવરી પાર્ટનર્સ માટે રોડ સેફ્ટી ચાર્ટર, ડિલિવરી સેફલીના નેજા હેઠળ રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ પર એક સેશનનું આયોજન કર્યું હતું.

આ સેશનનો ઉદ્દેશ ડિલિવરી પાર્ટનર્સને સલામત ડ્રાઇવિંગ પ્રેક્ટિસિસ, ટ્રાફિક નિયમોના પાલન અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના પરિણામો પરત્વે સંવેદનશીલ બનાવવાનો હતો. આ સત્રનું આયોજન અમદાવાદ ટ્રાફિક વિભાગના DCP
શ્રી ચિરાગ પટેલ અને અમદાવાદ ટ્રાફિક વિભાગના ACP શ્રીમતી પી.એ. મારવાડ સહિત વરિષ્ઠ ટ્રાફિક અધિકારીઓના નેતૃત્વમાં કરાયું હતું અને તેમાં 170 થી વધુ ડિલિવરી એક્ઝિક્યુટિવ્સે ભાગ લીધો હતો.

સ્વિગી માટે, તેના ડિલિવરી પાર્ટનર્સ અને વ્યાપક સમુદાયની સલામતી અને સુખાકારી જ પ્રાથમિક મહત્વ ધરાવે છે. છેલ્લા 4 વર્ષથી, સ્વિગી દ્વારા વિવિધ શહેરોમાં ટ્રાફિક પોલીસ વિભાગો સાથે મળીને તેના ડિલિવરી પાર્ટનર્સ માટે માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ તાલીમ સેશન્સનું આયોજન કરાઈ રહ્યું છે. આ સેશન્સ ડિલિવરિંગ સેફલી ચાર્ટર હેઠળ યોજાય છે અને સાથે તે ટ્રાફિક નિયમોનાં પાલન અને જોખમી વર્તણૂકોને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2025માં સ્વિગીએ મુંબઈ, પટણા, ચેન્નઈ, પૂણે, કોલકાતા, ચંદીગઢ, બેંગાલુરુ, દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા, વેલાચેરી અને અગરતલા સહિતના શહેરોમાં 22+ માર્ગ સલામતી જાગૃતિ સત્રોનું આયોજન કર્યું હતું, જેમાં તેઓ હજારો ડિલિવરી ભાગીદારો સુધી પહોંચ્યા હતા. જાન્યુઆરી 2026માં, સ્વિગીએ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગો સાથેની ભાગીદારી હેઠળ દેશના અનેક શહેરોમાં માર્ગ સલામતી જાગૃતિ સેશન્સનું આયોજન કર્યું હતું.

આ પહેલોની સાથે-સાથે, દરેક ડિલિવરી પાર્ટનરને રોડ વીમા કવર હેઠળ પણ આવરી લેવામાં આવે છે, ઓનબોર્ડિંગ સમયે ફરજિયાત સલામતી તાલીમમાંથી તેઓ પસાર થાય છે, અને નિયમિતપણે સંવેદનશીલતા અભિયાનો સાથે પણ તેઓ સંકળાયેલા રહે છે. આ પ્રયાસો સ્વિગીની તેના ડિલિવરી કાફલા અને તેઓ જે સમુદાયો સેવા આપે છે તે બંને માટે સુરક્ષિત ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા નિ:શુલ્ક સ્તન કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

amdavadlive_editor

એયુ જયપુર મેરેથોન 2026નું ભવ્ય પોસ્ટર લંડનના હાઉસ ઓફ કોમન્સ ખાતે લોન્ચ કરવામાં આવ્યું

amdavadlive_editor

એસએસઆઈ મંત્રાના નિર્માતા એસએસ ઇનોવેશન્સ ઇન્ટરનેશનલ, ઇન્ક. નો નાસ્ડેક માં ઐતિહાસિક પ્રવેશ

amdavadlive_editor

Leave a Comment