August 22, 2026
Amdavad Live
એજ્યુકેશનગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેટા અને એઆઈ અપસ્કિલિંગ ની પહોંચ વધારવા માટે ગુજરાત સરકારની DST પહેલ અંતર્ગત એસએએસ તાલીમ કાર્યક્રમોને મંજૂરી મળી

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા રાજ્યભરના શીખનારાઓ માટે ટેકનોલોજી શિક્ષણને વધુ સુલભ બનાવવાના હેતુથી પોતાના કૌશલ્ય વિકાસના પ્રયાસોને આગળ વધારવામાં આવી રહ્યા છે. આ પહેલ ગુજરાતના એ વ્યાપક વિઝનને સમર્થન આપે છે, જે અંતર્ગત ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , મશીન લર્નિંગ, ક્લિનિકલ પ્રોગ્રામિંગ અને અન્ય ઉભરતા ડિજિટલ ક્ષેત્રોની ક્ષમતાઓથી સજ્જ ઇન્ડસ્ટ્રી-રેડી વર્કફોર્સ તૈયાર કરવાનું છે.

આ પહેલના ભાગરૂપે, ડેટા અને એઆઈ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી સંસ્થા એસએએસ ના સાત તાલીમ કાર્યક્રમોને વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતના પાત્રતા ધરાવતા રહેવાસીઓ જેઓ આ એસએએસ કાર્યક્રમોમાં પ્રવેશ મેળવે છે, તેઓ ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને શરતોને આધીન, કોર્સ ફીના 50% સુધી અથવા INR 50,000 જે ઓછું હોય તે ફી રિઇમ્બર્સમેન્ટ નો લાભ લઈ શકે છે.

રસ ધરાવતા ઉમેદવારો વધુ માહિતી મેળવવા માટે એસએએસ વેબસાઇટ દ્વારા મંજૂર કરાયેલા કોર્સ અને પાત્રતાના માપદંડની સમીક્ષા કરી શકે છે.

મંજૂર કરાયેલા તાલીમ કાર્યક્રમોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • એસએએસ ક્લિનિકલ પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ્સ બૂટકેમ્પ
  • એસએએસ બિઝનેસ એનાલિટિક્સ બૂટકેમ્પ
  • એસએએસ એઆઈ ફોર મશીન લર્નિંગ એન્જિનિયર બૂટકેમ્પ
  • ફાઉન્ડેશન્સ ઓફ ડેટા એન્ડ એઆઈ
  • સ્ટેટિસ્ટિક્સ યુ નીડ ટુ નો ફોર મશીન લર્નિંગ
  • પ્રોગ્રામિંગ એસેન્શિયલ્સ વિથ એસએએસ
  • ડેટા મેનિપ્યુલેશન ટેકનિક્સ વિથ એસએએસ

વિદ્યાર્થીઓ, તાજેતરમાં સ્નાતક થયેલા યુવાનો અને કામકાજ કરતા વ્યાવસાયિકો માટે તૈયાર કરાયેલા, આ કાર્યક્રમો એસએએસ ટેકનોલોજી અને વાસ્તવિક ઉદ્યોગના ઉદાહરણો નો ઉપયોગ કરીને પ્રાયોગિક શિક્ષણ પ્રદાન કરે છે. સહભાગીઓ એનાલિટિક્સ, ડેટા મેનેજમેન્ટ, મશીન લર્નિંગ, બિઝનેસ ઇન્ટેલિજન્સ અને એઆઈ માં પ્રાયોગિક કુશળતા વિકસાવે છે, જે તેમને હેલ્થકેર, લાઇફ સાયન્સિસ, બેન્કિંગ, નાણાકીય સેવાઓ, ઉત્પાદન , રિટેલ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં તકો માટે તૈયાર કરે છે.

“ઇનોવેશન લાવવા અને વ્યવસાયના વધુ સારા પરિણામો મેળવવા માટે વિવિધ ઉદ્યોગોની સંસ્થાઓ વધુને વધુ પ્રમાણમાં એઆઈ અને એનાલિટિક્સમાં રોકાણ કરી રહી છે. જેમ-જેમ કુશળ પ્રતિભાઓની માંગ વધી રહી છે, તેમ-તેમ ગુણવત્તાયુક્ત શિક્ષણની તકો સુલભ બનવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અમે અદ્યતન ટેકનોલોજી તાલીમને વધુ સુલભ બનાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. આ મંજૂર કરાયેલા કાર્યક્રમો દ્વારા, શીખનારાઓ આ પહેલ દ્વારા મળતા વ્યાપક સમર્થનનો લાભ મેળવવાની સાથે-સાથે પ્રાયોગિક અને ઉદ્યોગને અનુરૂપ કૌશલ્યો વિકસાવી શકે છે,” તેમ એસએએસના એશિયા પેસિફિક, એજ્યુકેશનના સિનિયર ડાયરેક્ટર ભુવન નિઝાવન એ જણાવ્યું હતું.

== સમાપ્ત ==

Related posts

ફ્લો બજાર તહેવારો અને નવરાત્રિ માટે ખાસ કલેક્શનનું પ્રદર્શન

amdavadlive_editor

સ્માર્ટ મીટરના સાથે ચેક મીટર લગાવો, તમામ શંકાઓનું સમાધાન મેળવો

amdavadlive_editor

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુરની પ્રથમ જીતમાં શ્રીજા અકુલા, કનક ઝા ઝળક્યા; સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સની વળતી લડત એળે ગઈ

amdavadlive_editor

Leave a Comment