August 4, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મીઠાઈ વિતરણનો મેગા કાર્યક્રમ

» ૨૮ મેથી ૧ જુન સુધી અમદાવાદના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં મીઠાઈ ફૂડપેકેટવિતરણનો કાર્યક્રમ યોજાશે, ઉપરાંત બુધવારની સાંજે અનોપ સ્વામી મહારાજની ઝૂંપડી ઝુંડાલ ખાતે 1000 થી વધુ લોકોને મીઠું ભોજન કરાવવામાં આવ્યું.

ગુજરાત, અમદાવાદ 29 મે 2025: ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૮મેના રોજ અનુપમદાસજીની ઝૂંપડી ઝુંડાલ ખાતે મીઠાઈ વિતરણનો મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમજીવી વસાહત સુધી 28 મે થી 1લી જૂન સુધી ચાલશે અને તેમનું મોઢું મીઠું કરાવશે.. આ કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ, ભજન સંધ્યા અને મીઠા ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમા મીઠાઈ, લાડુ અને દાલબાટી ના ભોજનનો 1,000 થી વધુ લોકોએ લાભ લીધો હતો અને સેનાની સફળતાને વધાવી લીધી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશએન.પ્રજાપતિ અને અમૃત પ્રજાપતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશ એન.પ્રજાપતિએ કહ્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ, ભજન સંધ્યા અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. ૨૮ મેથી ૧ જુન સુધી અમદાવાદના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં પણ મીઠાઈ અને ફૂડ પેકેટ વિતરણની મુહિમ યોજવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, માં ભારતીની રક્ષા માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂર થકી દુશ્મનોને સબક શીખવાડ્યો અને આપણા વીર બહાદુર સૈનિકોએ શૌર્ય, વીરતા અને સાહસ સમર્પણનો પરિચય આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા ઘણા પ્રકારના સેવાકીય કામો કરવામાં આવે છે. જેમાં પશુ-પક્ષી સેવા, આરોગ્ય સેવા, શિક્ષણ સેવા, અનાથ સેવા, સમાજસેવા, ગાયની સેવા, રાષ્ટ્રીય સેવા અને પર્યાવરણીય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Related posts

દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

amdavadlive_editor

બ્લૂમબર્ગ યાદીમાં સ્થાન મેળવ્યા બાદ હિમેશનું નવું ટ્રેક ‘સાઝ’ રિલીઝ

amdavadlive_editor

અનએકેડમી લર્નર્સે મેળવ્યું JEE 2025માં શાનદાર પરિણાામ : 4129થી વધુ વિદ્યાર્થીઓનું સિલેકશન; ઉજ્જ્વલ કેસરીએ મેળવ્યો ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક

amdavadlive_editor

Leave a Comment