27.8 C
Gujarat
August 5, 2026
Amdavad Live
આરોગ્યગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ડોડામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી દેશનાં વિવિધ રાજ્યોમાં સહાય પાઠવતા મોરારીબાપુ

ગુજરાત, અમદાવાદ 17 જુલાઈ 2024: ઉગ્રવાદીઓ દ્વારા આજકાલમાં જમ્મુ વિસ્તારને ટાર્ગેટ બનાવી ભારતીય સુરક્ષાદળો પર હુમલાઓ કરવામાં આવે છે. ગઈકાલે એક વધુ ઘટનામાં કેપ્ટન સહીત પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને પ્રણામ કર્યા છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પચ્ચીસ હજાર લેખે રુપિયા ૧,૨૫,૦૦૦ નું તુલસીદલ સમર્પિત કર્યું છે. આર્મી વિભાગ પાસેથી વિગતો મેળવીને રકમ મોકલી આપવામાં આવશે.

દેશમાં આ વખતે ચોમાસું તોફાની બની રહ્યું હોય તેમ કેટલાય રાજ્યોમાં વિજળી પડવાથી અનેક લોકોનાં મોત નિપજયા છે. બિહારમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૧ લોકોનાં તેમજ યુપીમાં ૩૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. વરસાદી આફતને કારણે માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭,૯૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

ક્રેડાઈ અમદાવાદ ૯,૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ૨૦મા GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરશે

amdavadlive_editor

બીજા સપ્તાહમાં પણ સ્પોર્ટ્સ આધારિત ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ ‘ભમરડો’નો જાદુ બરકરાર: ગાંધીનગરમાં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ!

amdavadlive_editor

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા એવોર ઇલેક્ટ્રિક રજૂઃ ઈન્ટેલિજન્સ બિયોંડ મોશન પર નિર્મિત ઈલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ

amdavadlive_editor

Leave a Comment