36.1 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારનાં ચાર બહેનોના કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પુજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે. આ રાશિ લીંબડી સ્થિત રામકથાના શ્રોતા (શ્રી કેતન વ્યાસ ) દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સેમસંગ દ્વારા ભારતીય ગ્રાહકોની વધતી જરૂરતો માટે આધુનિક એઆઈ ફીચર્સ સાથે બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટરની સિરીઝ રજૂ કરાઈ

amdavadlive_editor

૧૭મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સ દ્વારા ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન

amdavadlive_editor

રેમેડિયમ લાઇફકેરના રાઇટ્સ ઇશ્યૂને મળ્યો સકારાત્મક પ્રતિસાદ : પહેલા બે દિવસમાં જ 26% સબસ્ક્રાઇબ થયો

amdavadlive_editor

Leave a Comment