33.5 C
Gujarat
September 20, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુમાં વાદળ ફાટવાથી માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: તારીખ ૧૪ ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પ્રાપ્ત માહિતી અનુસાર 60 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. કિશ્તવાડ જીલ્લાના ચાસોટી ગામમાં એક મંદિર માં દર્શનાર્થે લોકો ઉમટી પડયા હતાં ત્યારે અચાનક જ વાદળ ફાટવાથી મોટાપાયે તબાહી મચી જવા પામી હતી. આ ઘટનામાં ૬૦ લોકો માર્યા ગયા છે અને ત્રણ મંદીરો તેમજ સરકારી મિલકતોને નુકસાન થયું છે. આ દરમિયાન પૂજ્ય મોરારીબાપુની રામકથા મોમ્બાસા આફ્રિકામાં ચાલતી હતી ત્યારે તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯,૦૦,૦૦૦ નવ લાખની સહાય અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા સી એમ રિલીફ ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (એઈએસએલ), વાપીના વિદ્યાર્થીઓએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્ય ૨૦૨૬ના બીજા પ્રયાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું: હર્ષ અગરવાલ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં સર્વભારતીય ક્રમ ૩૬૮૭ સાથે શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું અને વિશાલ મિથલાલ ચૌધરીએ વાપી શહેરમાં સર્વભારતીય ક્રમ ૭૪૯ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું

amdavadlive_editor

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર ‘Obeda®’ (ટેબ્લેટ્સ) લોન્ચ કરી હોવાની ઘોષણા કરી

amdavadlive_editor

ક્વિડે AI દ્વારા ક્રેડિટ ઍક્સેસને નવી વ્યાખ્યા આપતા બે વર્ષ પૂર્ણ કર્યા, 1 કરોડથી વધુ વપરાશકર્તાઓનો આંકડો પાર કર્યો

amdavadlive_editor

Leave a Comment