34.7 C
Gujarat
August 23, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સારી વાતોનો કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ; પ્રસાદ વહેંચવામાં આવે છે.

વિચાર કાળાંતરમાં શાસ્ત્ર બની જાય છે;માલા વેચીને કોઈ માલા-માલ થઈ શકતો નથી!

હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ; ભોગના પુત્રનું નામ ભય છે.

સ્વર્ગમાં પ્રૌઢતા નથી,નહિતર માયા અને તંત્ર પ્રયોગ ન કરે,આવા પ્રયોગો એ કાયરતા છે.

પ્રેમથી કરેલો સત્સંગ સ્વર્ગથી અનેક ગણો સારો છે;સ્વનો સંસર્ગ કરે એ સાધુ છે.

કથા મંડપમાં ખૂબ સાદાઇથી રામ જન્મોત્સવ ઉજવાયો

 

કોચિખાતેનીરામકથામાં બુધવારે પાંચમાદિવસનાંઆરંભે નાનકડો પ્રકલ્પ યોજાયો: લેખક,શિક્ષણવિદ્,વક્તા સંશોધક-બહુઆયામી વ્યક્તિ ભદ્રાયુવચ્છરાજાનીનાં પુસ્તક ‘ઓશોની આસપાસ’-નું વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ થયું.જન્મભૂમિગૃપનાં પ્રકાશનો,ફૂલછાબ,કચ્છમિત્ર વગેરેમાં લેખમાળા ચાલી એનું આ સંપાદન છે.

બાપુની કથાઓનાં સારદોહન રૂપે પેરિસમાં થયેલી કથા-માનસ રૂદ્રાભિષેકનું સંપાદક નીતિનવડગામા દ્વારા વ્યાસપીઠથી બ્રહ્માર્પણ થયું.

અહીં થતી સાંધ્ય બેઠકો પર પણ બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું કે:માણસની ભદ્રતા તેનું આયુષ્ય વધારે છે એને ભદ્રાયુ કહી શકાય.જ્યાં સત્ય પડ્યું છે એનું વક્તવ્ય નિર્ભિક હોય છે.

સાથે એ પણ જણાવ્યું કે સારી વાતોનો કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ.ઓશોએ પોતાનાં વિચારોનો કોપીરાઇટ કર્યો નથી.તે બધાનો છે.પ્રસાદવહેંચવામાં આવે છે.છતાં પણ પ્રેક્ટીકલ થઈને જે રૂપમાં પણ વિચાર લોકો પાસે પહોંચે,સારી વાતો પહોંચાડવીજોઈએ.કારણ કે વિચાર કાળાંતરમાં શાસ્ત્ર બની જાય છે.માલાવેચીને કોઈ માલામાલ થઈ શકતો નથી!

કઠોપનિષદનો એક મંત્ર:

સ્વર્ગલોકે ન ભયંકિંચનાસ્તિ,

ન તત્ર ત્વં ન જરયાબિભેતિ;

ઉભેતીત્વાર્અશનાયાપિપાસે,

શોકાતિગોમોદતેસ્વર્ગલોકે.

-કઠોપનિષદ

જેમાં સ્વર્ગલોકનું વર્ણન છે.સ્વર્ગલોકમાં ભય નથી. અને આપણે સ્વર્ગલોકનો છેદ ઉડાડીએ છીએ, તુલસીએઉડાડ્યો એટલે આપણે પણ કરીએ છીએ પણ સ્વર્ગ સ્વલ્પ છે.અંતમાં દુઃખ આપે છે.ત્યાં બુઢાપો નથી.ભૂખ-તરસ નથી.કોઈ શોક નથી.ત્યાં બધા જ મોદ-આનંદ કરે છે.

પણ સ્વર્ગલોકમાં ભય નથી તો ઇન્દ્ર ભયભીત કેમ રહેતો!અનેકપ્રમાણોરામચરિતમાનસમાંછે.હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ.ભોગના પુત્રનું નામ ભય છે.બુઢાપો નથી એનો મતલબ બુદ્ધિની પરિપક્વતા નથી.ત્યાં છળ-કપટની યોજનાઓ ચાલતી જ રહે છે.નાની-નાની વાતમાં ઉલઝનો ચાલે છે.કોઈ તપસ્વી સાધના કરે તો મેનકાનેમોકલવી,શંકરની સમાધિ તોડવા માટે કામદેવને ચડાવ્યો.ભરતચિત્રકૂટમાંરામને મળવા જાય છે ત્યારે સ્વર્ગ વાળા એની બાજી બગાડવાની કોશિશ કરે છે.દરેક શાસ્ત્રનું દેશ,કાળ,પાત્ર,પ્રસંગ, અને ઘટનાથી સંશોધન હોવું જોઈએ.અજરા પ્રજ્ઞા હોવી જોઈએ.સ્વર્ગવાળાપ્રજ્ઞાને પચાવી શકતા નથી એટલી હદે એ લોકો ગભરાયેલા છે કે તાંત્રિક પ્રયોગો પણ કરે છે.ઈન્દ્રને હજાર નેત્ર છે પણ એ સત્ય જોઈ શકતો નથી.ઈન્દ્રને મલીન મનનો સ્વાર્થી કહેવામાં આવ્યો છે.સ્વર્ગમાં પ્રૌઢતા નથી,નહિતર માયા અને તંત્ર પ્રયોગ ન કરે,આવા પ્રયોગો એ કાયરતા છે. મૃત્યુલોકમાંવૃદ્ધત્વ છે,બૌદ્ધિકતા પણ છે.સ્વર્ગમાં ભૂખ-તરસ નથી એનો મતલબ ત્યાં પ્રાણ નથી.ભૂખ તરસ પ્રાણનું પ્રમાણ છે.મૃત્યુલોકમાં આપણે સપ્રાણ પ્રાણવાન છીએ.અનેરામચરિતમાનસમાં ૧૪ લોકોને મરેલામાનેલાછે.સ્વર્ગમાં કોઈ શોક નથી,જો કે આ ખોટી વાત છે ત્યાં વારંવાર શોકસભાઓ થાય છે. મોદનો અર્થ છે ભોગ.આ આનંદ વાચક-પ્રમોદ નથી.

કૈલાશપીઠાધિશ્વર, વિદ્યાવાચસ્પતિ વિષ્ણુદેવાનંદજી ગિરિની એક ટિપ્પણી-સ્વર્ગ વિશે કહે છે.સ્વર્ગનાં વર્ણન તો ઘણા છે.ચાણક્યએ સ્વર્ગ અને નરકમાંથી જે આવે છે એના લક્ષણો પણ બતાવ્યા છે.

સત્સંગ સિવાય કોઈ સ્વર્ગ નથી.અહીં સ્વ સંસર્ગ શબ્દ લખ્યો છે.સંપર્ક તૂટી જાય,એ ક્ષણજીવી હોય પણ સંસર્ગ દીર્ઘજીવી હોય છે.સત્સંગનું પલડું ભારે હોય છે એટલે એ જમીન સાથે,મૃત્યુલોક સાથે જોડાયેલોછે.પ્રેમથી કરેલો સત્સંગ સ્વર્ગથી અનેક ગણો સારો છે.સ્વનો સંસર્ગ કરે એ સાધુ છે. સત્સંગમાં જે સુખ છે એ સ્વર્ગમાં નથી.

હવે આ જ સૂત્ર સત્સંગ માટે કહીએ તો,સત્સંગમાં પણ ભય નથી,કારણ કે જ્યાં સત હોય ત્યાં ભય કેવો!અહીં બુઢાપો નથી,ઉત્સાહની જવાની આવી જાય છે.સત્સંગમાં ભૂખ-તરસ નથી. કથામૃત, હરિનામ જ આહાર છે.સત્સંગમાં સાચો પરમાનંદ,બ્રહ્માનંદ એટલે કે મોદ છે.

રામજન્મ તરફ કથા લઈ જતા સંક્ષિપ્તમાંરામજન્મ ના કારણો શિવજી દ્વારા બતાવાયા.એ પછી પુત્ર કામેષ્ટિ યજ્ઞ બાદ અયોધ્યામાં,દશરથનાંરાજમહેલમાં,મા કૌશલ્યાની કૂખે રામનું પ્રાગટ્ય થયું મા ઈશ્વરને બાળક બનાવે છે.કોચિનીવ્યાસપીઠથી સમગ્ર ત્રિભુવનને રામજન્મની વધાઈ સાથે આજની કથાને વિરામ અપાયો.

== સમાપ્ત ==

Related posts

વિશ્વ વિખ્યાત પવિત્ર જૈન સ્થાનની તીર્થભૂમિ પાલીતાણાનાં આંગણે પાંચ દશક બાદ મોરારિબાપુની રામકથાનો દિવ્ય આરંભ

amdavadlive_editor

અમદાવાદ શહેરની હાર્વી શાહ એ 23 દેશોનાં વિદ્યાર્થી સામે અર્થશાસ્ત્ર ઓલિયમ્પિયાડમાં વૈશ્વિક સ્તરે 9મું સ્થાન મેળવ્યું

amdavadlive_editor

ધરતીનાં છેડા આર્જેન્ટિના થીંમંડાઇ અનંત રામની કથા

amdavadlive_editor

Leave a Comment