August 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૨૫,૦૦૦ પ્રમાણે ૨,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા આર્મી વેલફેર ફંડમા મોકલવામાં આવશે. એ જ ઘટનામાં ૧૧ સૈનિકો ઘાયલ થયા છે તેમના માટે પ્રતિ જવાન ૧૧,૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૧,૨૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

મામાઅર્થ ટાયર 3 શહેરો અને નાના નગરો સુધી પહોંચવા માટે મીશો સાથે જોડાણ કરે છે: આગામી 12 મહિનામાં મીશો પર વાર્ષિક રિકરિંગ રેવન્યુ રૂ. 100 કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય છે

amdavadlive_editor

યેઝદી રોડસ્ટારે તેની અદભુત ડિઝાઇન માટે કાર એન્ડ બાઇક ‘બાઇક ડિઝાઇન ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો

amdavadlive_editor

શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ ઈનોવેશનના વિઝન સાથે થયો

amdavadlive_editor

Leave a Comment