25.8 C
Gujarat
September 18, 2026
Amdavad Live
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

માઝા®એ સ્પેશિયલ કવર સાથે 50 વર્ષની ઉજવણી કરી; રાષ્ટ્રીય કેરી દિવસ પર કેરીના ખેડૂતોનું સન્માન કર્યું

માનનીય કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ અને પોસ્ટ વિભાગના મંત્રી શ્રી ચિરાગ પાસવાન દ્વારા રિલીઝ કરાયેલું સ્પેશિયલ કવર ભારતના કાયમી કેરીના વારસાની ઉજવણી કરે છે 

નવી દિલ્હી | ૨૩ જુલાઈ ૨૦૨૬ | ભારતનું સ્વદેશી અબજો ડોલરનું ફળ-આધારિત પીણું માઝા®એ લાખો ગ્રાહકો સુધી બગીચાઓમાંથી ભારતીય કેરીનો અધિકૃત સ્વાદ પહોંચાડવાના 50 વર્ષની ઉજવણી કરે છે. રાષ્ટ્રીય કેરી દિવસ પર કોકા-કોલા ઇન્ડિયા અને ભારત સરકારના પોસ્ટ વિભાગે માઝા®નાં 50 વર્ષની ઉજવણી કરતું એક ‘સ્પેશિયલ કવર’ રજૂ કર્યું. આ પ્રસંગે પ્રોજેક્ટ ઉન્નતી બાય આનંદાના – ધ કોકા-કોલા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સાથે સંકળાયેલા કેરીના ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં ખેડૂત સમુદાયોની પેઢીઓને માન્યતા આપવામાં આવી, જેમના યોગદાનથી ભારતના કેરીના વારસાને જાળવવામાં મદદ મળી છે અને માઝા®ની પાંચ દાયકાની સફર શક્ય બની છે.

ભારત સરકારના માનનીય કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી શ્રી ચિરાગ પાસવાન દ્વારા દિલ્હી સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, પોસ્ટ વિભાગ, સંદેશવ્યવહાર મંત્રાલય, કર્નલ અખિલેશ કુમાર પાંડે; કોકા-કોલા ઇન્ડિયા અને દક્ષિણ- પશ્ચિમ એશિયાના જાહેર બાબતો, સંદેશવ્યવહાર અને સસ્ટેનેબિલિટીના વાઇસ પ્રેસિડેન્ટ દેવયાની રાણા; કોકા-કોલા ઇન્ડિયાના બોટલિંગ ભાગીદારો; કેરી સપ્લાયર ફૂડ્સ એન્ડ ઇન્સ લિમિટેડ અને એનજીઓ ભાગીદાર CENDECTની હાજરીમાં આ ખાસ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

1976માં તેની શરૂઆત થઈ ત્યારથી માઝા® ભારતનાં ઘરોનો એક પરિચિત ભાગ રહી છે, જે ભારતભરના બગીચાઓમાં ઉગાડવામાં આવતી પ્રિય કેરીનો સ્વાદ ધરાવે છે. પાંચ દાયકાથી બ્રાન્ડે ગ્રાહકોને સમગ્ર વર્ષ દરમિયાન ભારતના પ્રિય ફળના સ્વાદ સાથે જોડવાનું ચાલુ રાખ્યું છે.

આ ખાસ કવર એક કાયમી ફિલાટેલિક રેકોર્ડ તરીકે સેવા આપે છે, જે કેરીના બગીચા અને પ્રતિષ્ઠિત માઝા® બોટલથી પ્રેરિત ચિત્ર દ્વારા ભારતીય કેરી સાથે માઝા® ના જોડાણને મઢી લે છે. ‘સેલિબ્રેટિંગ 50 યર્સ ઓફ કેરી ઇન અ બોટલ’ શીર્ષક ધરાવતી આ ડિઝાઇન બ્રાન્ડની પાંચ દાયકાની સફરને સલામી આપે છે અને તેની પાછળ રહેલા ખેડૂત સમુદાયોનું સન્માન કરે છે.

આ પ્રસંગે બોલતાં ભારત સરકારના માનનીય કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી શ્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, “ભારતે ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે અને અમારી આગામી અગ્રતા આપણા ખેડૂતો માટે માળખાગત સુવિધાઓને મજબૂત કરીને અને બજારની તકોનો વિસ્તાર કરીને ખાદ્ય પ્રક્રિયા દ્વારા વધુ મૂલ્યનું સર્જન કરવાની છે. આપણા ખેડૂતો આપણા ‘અન્નદાતા’ છે અને કૃષિ મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવાનો દરેક પ્રયાસ તેમના ભવિષ્યમાં રોકાણ છે. માઝા જેવી સ્વદેશી પીણાં બ્રાન્ડ્સ ભારતની પ્રિય કેરી ‘આમ’ના આ વારસાને લાખો ઘરોમાં તેનો અધિકૃત સ્વાદ લાવીને ખેડૂતોને ટેકો આપીને અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપીને ઊજવે છે તે જોવું પ્રોત્સાહક છે. પોસ્ટ વિભાગ દ્વારા ખાસ કવરનું પ્રકાશન ભારતના કેરીના વારસા અને તેને ટકાવી રાખનારા ખેડૂતોને સલામી છે.”

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ઇન્ટીગ્રેટેડ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે, “પાંચ દાયકાથી માઝાએ લાખો ગ્રાહકો સુધી આલ્ફોન્સો સહિત ભારતીય કેરીનો અધિકૃત સ્વાદ પહોંચાડ્યો છે, જેના કારણે દેશના મનપસંદ ફળને આખું વર્ષ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્વાદિષ્ટ ભારતીય કેરીના ગુણોમાં મૂળ ધરાવતા માઝાએ ગ્રાહકોની પેઢીઓ સાથે કાયમી જોડાણ બનાવ્યું છે, જ્યારે ભારતીય ખેડૂત પરિવારોને ખરીદી, ટેકનોલોજી સપોર્ટ અને મૂલ્ય શૃંખલા ભાગીદારી સાથે નમ્રતાપૂર્વક ટેકો આપ્યો છે. આ સીમાચિહન સોર્સિંગ અને પ્રોસેસિંગથી લઈને બોટલિંગ અને વિતરણ સુધીની કાર્યક્ષમ મૂલ્ય શૃંખલાનો પુરાવો છે, જે ખાતરી કરે છે કે અમારાં ઉત્પાદનો દેશભરના ગ્રાહકો સુધી પહોંચે છે. પોસ્ટ વિભાગ તરફથી ખાસ કવર આ સહિયારી યાત્રા અને ઇકોસિસ્ટમને ઓળખે છે, જેણે છેલ્લાં 50 વર્ષોમાં આ શક્ય બનાવ્યું છે.”

એસએલએમજી બેવરેજીસના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર પરિતોષ લધાણીએ જણાવ્યું હતું કે, “માઝાની દરેક બોટલ પાછળ ખેડૂતો, પ્રોસેસિંગ યુનિટ્સ, ઉત્પાદન સુવિધાઓ, ટ્રકર્સ, વિતરકો અને રિટેઈલર્સ દ્વારા દરરોજ સાથે મળીને કામ કરતી એક સીમલેસ વેલ્યુ ચેઇન છે. વિશ્વસનીય અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન દ્વારા લાખો ગ્રાહકો સુધી કેરીનો અધિકૃત સ્વાદ પહોંચે તે સુનિશ્ચિત કરવામાં અમારી ભૂમિકા ભજવવાનો અમને ગર્વ છે. માઝા 50 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે આ માન્યતા સમગ્ર ઇકોસિસ્ટમની દરેક વ્યક્તિની છે જેમના પ્રયત્નોએ માઝાને સમગ્ર ભારતમાં ઘર-ઘરમાં લોકપ્રિય બનાવવામાં મદદ કરી છે.”

આ સ્પેશિયલ કવર માઝા®ની સુવર્ણ જયંતીની ઉજવણી પર આધારિત છે, જેમાં રાષ્ટ્રીય ઝુંબેશ ’50 સાલ સે, સિપ-સિપ મેં આમ’નો સમાવેશ થાય છે અને ભારતના રાષ્ટ્રીય ફળ અને તેની પાછળના ખેડૂતો સાથે બ્રાન્ડના પચાસ વર્ષના જોડાણને કાયમી સલામી તરીકે ઊભું છે.

== સમાપ્ત ==

Related posts

વોર્નર બ્રધર્સ ડિસ્કવરીએ શરૂ કર્યો 2026 સમર ફીસ્ટાઃ પોગો પર નવા શો ‘સંપત ચંપત’ અને કાર્ટૂન નેટવર્ક પર ‘કિયાન એન્ડ કિકી’ના પ્રીમિયરની જાહેરાત કરી

amdavadlive_editor

ઓબેન ઇલેક્ટ્રિકએ Rs.99,999ની પ્રારંભિક કિંમતે Rorr EVO લોન્ચ કરી

amdavadlive_editor

લીપફ્રોગ એન્જિનિયરિંગ ₹88.51 કરોડના SME IPO સાથે બજારમાં પ્રવેશ કરશે; સબ્સ્ક્રિપ્શન 17 જૂનથી ખુલશે

amdavadlive_editor

Leave a Comment