25.8 C
Gujarat
September 18, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનાં ગુણોને સાધુ બનીને જ ગાઈ શકાય છે.

સત્યનો વિચાર,ઉચ્ચાર,આચાર અને સ્વીકાર જરુરી છે.

તપ એવું હોય-જે બીજાને તાપ ન લગાડે.

વારકરિ સંપ્રદાયની રચનાઓ માત્ર કવિતા નથી,ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં દૈદિપ્યમાન સવિતા છે.

વૈરાગ્ય અને બોધ-સાધકની યાત્રા માટેની બે પાંખ છે.

નવી-નવી ચેતનાઓ પ્રગટ થઈ રહી છે-આ નવા ભારતનું શુકન છે એવું કેન્યાની ટી-નગરી કેરિચો ખાતે બુધવારની પાંચમાં દિવસની શરુઆતે બાપુએ જણાવ્યું અને કહ્યું કે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રનો અભંગ અને અસંગનો નાતો છે.ગાંધીજી ગીતાનાં ભાષ્ય કરતા કહે છે આ મારો અનાસક્તિ યોગ છે. એનો અસંગ ભાવ છે.વારકરિ સંપ્રદાયની રચનાઓ માત્ર કવિતા નથી,ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં દૈદિપ્યમાન સવિતા છે.

બાપુએ કહ્યું કે જ્ઞાનેશ્વરજી અને બધાનો આદર કરું છું પણ તુકારામ ભગવાન પ્રત્યે મને પ્રેમ છે એને હું મહોબ્બત કરું છું.તુકારામ મહારાજે કહ્યું:યમરાજે એના દૂતોને હુકમ કર્યો કે જ્યાં કથા-કીર્તન થાય છે ખબરદાર ત્યાં ગયા તો! કારણ કે ત્યાં કૃષ્ણનું સુદર્શન ચોકી કરે છે-આવું એક પદ તુકારામે લખ્યું છે.આવા વચનોને કોણ ખંડન કરી શકે!એ અભંગ છે.સાધુનાં ગુણોને સાધુ બનીને જ ગાઈ શકાય છે.

આપણી આ ભીતરની રથયાત્રા એ ધર્મયાત્રા,અર્થ યાત્રા,કામયાત્રા અને મોક્ષયાત્રા બને.

બાપુએ ગુરુપૂર્ણિમાની પ્રથમાથી શરૂ કરીને પૂર્ણિમા સુધીની વિશિષ્ટ વ્યાખ્યા કરી.સ્મૃતિકાર મનુ કહે છે ધર્મ અને અર્થ ઉપાર્જન માટે બીજાને કષ્ટ ના થાય, આપણી તબિયતના બગડે એનું ધ્યાન રાખવું જોઈએ.

જીવન રથની અંતરયાત્રામાં પહેલી ધર્મયાત્રા છે ત્યાં સત્ય,તપ,શૌચ,દાન અથવા દયા.જેમાં સત્યનો વિચાર,સત્યનો ઉચ્ચાર,સત્યનો આચાર અને સત્યનો સ્વીકાર જરુરી.તપ એવું જે બીજાને તાપ ન લગાડે.તપ આંતર શુદ્ધિ માટે અને વરદાન માગવા નહિ પણ વરદાન આપવા માટે થાય.તપની સિદ્ધિ કોઈને હેરાન ન કરે.આપણા ગ્રંથોમાં બાહ્ય અને આંતર પવિત્રતાની વાત,તન,મન,ચિત્ત અને અહંકાર ની શૌચ-શુધ્ધિ હોવી જોઈએ એની વાત કરી છે. સર્વથી શ્રેષ્ઠદાન ક્ષમાદાન છે.

મનુએ આઠ પ્રકારનાં વિવાહની કામયાત્રાની વાત કરી છે.જેમાં ચાર ઉત્તમ વિવાહ,પછી આસુરી,રાક્ષસી, ગાંધર્વી અને પ્રેત વિવાહની વાત કરી છે.

યજ્ઞમાં પવિત્રતા,આહૂતિ,સમર્પિતતા અને ભજનની સહજતા એ મોક્ષ તરફની ગતિ-આ ચારેય પુરુષાર્થ તરફની આંતરયાત્રા છે.શંકરાચાર્યનો એક શ્લોક યાત્રા તરફ સંકેત કરે છે.જેમાં વૈરાગ્ય અને બોધ એ બે પાંખ તરફ સંકેત છે.

વિશેષ:

સાધુ ગુણાતિત. ભાષાતિત, અવસ્થાતિત હોય છે. મૌન સાધુની ભાષા છે.સ્થિતપ્રજ્ઞની ભાષા કઈ છે? સાધુ દેશાતિત હોય છે.કાલાતિત હોય છે.સમૂહમાં રહેવા છતાં સમૂહાતિત છે.સાધુ ગ્રંથાતિત હોય છે.સાધુ સમસ્ત શાસ્ત્રોનો પુનરાવતાર છે એવું ઓશો કહેતા.સાધુ પોતાનું એકાંત શોધી લે છે.સમુદ્ર મંથન જ નહિ,સાધુ આકાશ મંથન કરે છે.

== સમાપ્ત ==

Related posts

જીના શીખોના એચઆઈઆઈએમએસ (HIIMS) દ્વારા અમદાવાદમાં આચાર્ય મનીષજીના માર્ગદર્શન હેઠળ ‘શુદ્ધિ આયુર્વેદિક હેલ્થ કેમ્પ’નું આયોજન

amdavadlive_editor

ઓડિશાના AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટરની ઓલિમ્પિયન પ્રણતિ નાયક એશિયન ગેમ્સ 2026માં ભારત તરફથી રમશે

amdavadlive_editor

1થી 5 જૂન, 2025 દરમિયાનAmazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને તમારા ઘરને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર કરો

amdavadlive_editor

Leave a Comment