May 15, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે

અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ |  શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોનાજળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે.

અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય “શ્રી શ્રી 1008 પરીવ્રાજકાચાર્ય, ક્ષોત્રિયબ્રહ્મનિષ્ટ, જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરિ મહારાજ, અનંત શ્રી વિભૂષિતપૂજ્યપાદ મામા સરકાર” ના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે.

આ યાત્રા પ્રથમ દિવસે સવારે, ૩૩ મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ, બાવળાથી શરૂ થશે. જે, બિંદુ સરોવર ખાતે પહોંચશે, અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવશે; ત્યારબાદ, પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, યાત્રીઓ શ્રી અંબાજી તરફ આગળ વધશે. શ્રી જગતજનની મા અંબા ના દર્શન બાદ યાત્રા પુષ્કરના શ્રી પંચ દશનામ જુના અખાડા આશ્રમમાં, રાત્રિભોજન કરી રાત્રે આરામ કરી બીજા દિવસે આ યાત્રા પુષ્કરરાજ શ્રી બ્રહ્મા જી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે, ત્યારબાદ જયપુરમાં શ્રી બાંકે બિહારી ઠાકોરજીના “સંકલ્પ દર્શન” કર્યા બાદ તેઓ દિલ્હી રવાના થશે. ત્યારબાદ દિલ્હી આરામ કરીને ત્રીજા દિવસે

દિલ્હીમાં, નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદસભ્યોને આશીર્વાદ આપ્યા પછી, આ યાત્રા હરિદ્વાર જવા રવાના થશે. ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે. સાતમાં દિવસે આ યાત્રા  શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડપહોંચશે. આઠમાં દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરના દર્શન કરવામાં આવશે. નવમાં દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાશ સંકલ્પ દર્શને પહોંચશે. જ્યાં  શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરના દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત, શ્રી ઓમ પર્વત ના દર્શન કરી ત્યાં થી પૂજા પાઠ કરી પવિત્ર જળ લઇશું પછી અયોધ્યા પહોંચી 11 માં દિવસે ભગવાન શ્રી રામ ના દર્શન કરવામાં આવશે. અને છેલ્લે 12માં દિવસે  શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પ દર્શન કરવામાં આવશે. આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે.

આ દિવ્ય સંકલ્પને અનુલક્ષ%

Related posts

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

amdavadlive_editor

કેન્સર જાગૃતિ શિક્ષણમાં શાળાઓ અને કોલેજોની ભૂમિકા

amdavadlive_editor

BNI પ્રોમિથિયસે સેન્ચુરી પુરી કરી

amdavadlive_editor