42.5 C
Gujarat
May 10, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને સમર્પિત ‘Voice of Unity’ પુસ્તકનું ભવ્ય અનાવરણ સંપન્ન”

અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | અમદાવાદ ખાતે તા. 09 મે, 2026ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), શ્રી એચ.ટી. પરેખ કન્વોકેશન સેન્ટર, વિક્રમ સારાભાઈ માર્ગ ખાતે “Voice of Unity – Sardar Vallabhbhai Patel and the Making of Modern India” પુસ્તકના અનાવરણનો ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન Young India Research Foundation, Dhimahi Foundation Trust તથા Young India Event & Protection Pvt. Ltd. દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.  

કાર્યક્રમ દરમિયાન સમગ્ર માહોલ રાષ્ટ્રભાવના, એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સ્વપ્નના સંદેશોથી ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવામાં સરદાર સાહેબનું યોગદાન ઐતિહાસિક અને અવિસ્મરણીય રહ્યું છે. દેશના ૫૬૨ રજવાડાઓને એકતાના સૂત્રમાં બાંધીને તેમણે આધુનિક ભારતના નિર્માણમાં જે દૃઢ નેતૃત્વ દર્શાવ્યું હતું, તે આજે પણ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

“Voice of Unity” પુસ્તક દ્વારા સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ, રાષ્ટ્રીય એકતા, લોકશાહી મૂલ્યો, દૃઢ રાજકીય ઈચ્છાશક્તિ અને દેશપ્રેમના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને યુવાનોને સરદાર સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા અને દેશની એકતા તથા સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પાત્રોન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદના પ્રમુખ શ્રી આર.પી. પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ માત્ર રાજકીય નેતા નહોતા, પરંતુ તેઓ રાષ્ટ્રની એકતા, શિસ્ત અને સંકલ્પના જીવંત પ્રતિક હતા. તેમણે યુવા પેઢીને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ માનવાની પ્રેરણા આપી હતી.

વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મફતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના સમયમાં સામાજિક વિભાજન અને મતભેદોની વચ્ચે સરદાર પટેલના એકતાના વિચારો વધુ પ્રાસંગિક બની રહ્યા છે. દેશની પ્રગતિ માટે એકતા, સહકાર અને રાષ્ટ્રીય ચેતનાનું જતન કરવું સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ઓમકાર ફાઉન્ડેશનના સ્થાપક ઓમગુરુ સદગુરુ ઓમૃષિદ તથા સર્વોદય પરિવાર ટ્રસ્ટ, પિંડવાળની પ્રમુખ શ્રીમતી સુરેખાબેન પ્રકાશભાઈ શાહની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. વક્તાઓએ સરદાર પટેલના જીવનમૂલ્યોને સમાજજીવનમાં અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે વિવિધ સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, સંશોધકો, યુવાનો તથા સરદાર પટેલના વિચારોમાં વિશ્વાસ ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, સામાજિક સમરસતા અને અખંડ ભારતના સંદેશને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા તથા સરદાર પટેલના વિચારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો સતત આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

amdavadlive_editor

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઈડીઆઈઆઇ) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) દ્વારા ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ’’ આયોજન કર્યું, જેમાં ભારતભરની ૫૭૯૬ મહિલા આંત્રપ્રિન્યોરને જાગૃત કરવામાં આવી

amdavadlive_editor

ભારતથી ચિયાંગ માઈ ફરવા જવાના 5 કારણો

amdavadlive_editor

Leave a Comment