31.5 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી હોય તેવી આ કરુણાંતિકામાં અનેક લોકોનાં દુઃખદ મૃત્યુ નિપજયાં છે.  પૂજ્ય મોરારીબાપુને આ ઘટના વિશે માહિતી મળતા તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનો તરફ દિલસોજી વ્યક્ત કરી છે અને તમામ હતભાગી લોકોના પરિવારજનોને રુપિયા ૧૧,૦૦,૦૦૦ (અગીયાર લાખની) સંવેદના રાશિ અર્પણ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારના સંબંધિત વિભાગ પાસેથી મૃતકોની યાદી મેળવી તેમના સ્વજનોને સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. આ સેવા લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સંપૂર્ણ કરવામાં આવશે.

Related posts

ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટએ પ્રથમ ત્રિમાસિક (Q1) માં આવકમાં 1.7 ગણી વૃદ્ધિ સાથે રૂ. 184 કરોડનો નફોદર્શાવ્યો

amdavadlive_editor

કોકા- કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે મહાકુંભ 2025 ખાતે સૌથી વિશાળ ચિલ્ડ ડ્રિંક ડિસ્પ્લે માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સાથે વિક્રમ નોંધાવ્યો

amdavadlive_editor

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ

amdavadlive_editor

Leave a Comment