37.1 C
Gujarat
June 18, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ 1 જૂન 2025 – સામાજિક કાર્યો થકી સમાજમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં જરૂરિયાતમંદ બાળકોને ભણતર માટે પ્રોત્સાહન મળે તે માટે ચોપડાનું વિતરણ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ બન્ને સંસ્થાઓ દ્વારા ‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલ હેઠળ જમાલપુર અને દાણીલીમડા વિસ્તારોના જરૂરિયાતમંદ 200થી વધુ બાળકોને અભ્યાસ માટે જરૂરી સ્કૂલ સ્ટેશનરી અને ચોપડા વિતરિત કરવામાં આવ્યા હતા.
 
‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદરૂપ થઇ તેમના શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન પુરૂં પાડવાનો છે. સહયોગ શક્તિ અને સામુદાયિક ભાવનાને ઉજાગર કરતા આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં 60 જેટલા સમર્પિત સ્વયંસેવકો જોડાયા હતા. 
 
આ પ્રસંગે ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ શાહે જણાવ્યું, “અમે બાળકોને તેમના અભ્યાસમાં આગળ વધવા માટે ચોપડા (ફૂલ સ્કેપ બૂક) અને જરૂરી સ્કૂલ સ્ટેશનરી વિતરીત કરી તેમને પીઠબળ પુરૂં પાડીએ છીએ. અમારૂં લક્ષ્ય આર્થિક પૃષ્ઠભૂમિના અંતરને દૂર કરી બાળકોને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો છે.” 
 
“સામાજિક કાર્યો થકી સમાજમાં બદલાવ લાવતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશન આનંદ અનુભવે છે. અમે સહિયારા પ્રયાસો થકી તેમને વધુ સમર્થન આપી તેમને ‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલને આગળ ધપાવવામાં યોગદાન આપી રહ્યાં છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે સાથે મળીને, અમે વાસ્તવિક રીતે ઉમદા કાર્યો થકી સમાજમાં બદલાવ લાવી શકીએ છીએ.”- તેમ TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતુ.
 
આ પહેલ એ વાતનો પુરાવો છે કે જ્યારે સંસ્થાઓ એક સહિયારી દિશામાં સાથે મળીને કામ કરે છે ત્યારે તે અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. ડ્રીમ ફાઉન્ડેશન અને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશન સમાજના જરૂરિયાતમંદ બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવવાના આ પ્રયાસમાં જોડાણ કરી ગર્વ અનુભવે છે.

Related posts

હરિહૃદય યુવા મહોત્સવ: યુવાનોમાં આધ્યાત્મિકતા અને સેવાનો ભવ્ય ઉત્સવ

amdavadlive_editor

પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં સ્ટોર શરૂ કરીને રિટેલ પ્રેઝન્ટનું વિસ્તરણ કર્યું

amdavadlive_editor

પૂજ્ય ડોંગરેજી મહારાજના ત્યાગ ના તુલે કોઈ ના આવી શકે -પૂજ્ય મોરારીબાપુ

amdavadlive_editor

Leave a Comment