32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દ્રષ્ટિ એ આપી શકે જે દરેક પ્રકારે જાગી ગયેલો છે.

વૈષ્ણવોએ ચિંતા ન કરવી જોઈએ એ તો બરાબર, પણ બીજાની ચિંતા વધારવી પણ ન જઈએ.

સાત દશકથી ગાઇ રહ્યો છું,પણ મારે ક્યાંય પહોંચવું નથી,માત્ર તમારા મન સુધી પહોંચવું છે.

વિષ્ણુપદથી પણ વધારે ઊંચુ ગુરુપદ છે.

વિષ્ણુ પંચધર્મા છે.

પંચ પ્રયાગોમાંનાં એક એવા વિષ્ણુ પ્રયાગની દિવ્ય ભૂમિ પર ચાલી રહેલી રામકથાચોથા દિવસમાં પ્રવેશી ત્યારે વેદમંત્રના એક ભાગનું ગાન અને ઉચ્ચારણ કર્યું જે વિષ્ણુ પરકઅર્થો આપે છે:

તદ્ વિષ્ણુ પરંપદમ્ સદા પશ્યન્તિ

સૂર્ય: દિવિચચતુરાતત્મ્

જેની પાસે ચર્મચક્ષુ-આંખ છે એ સૂર્યનું દર્શન કરી શકે છે,પરંતુ જેની પાસે પરમચક્ષુ-દિવ્યચક્ષુ છે એ સૂર્યનાસૂર્યને પણ જોઈ શકે છે.

પુરાણ ગ્રંથોમાં વિષ્ણુનું મહિમાગાન ખૂબ જ થયું છે. વેદોમાં તો થયું જ છે.પરમવિષ્ણુને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ.એ દ્રષ્ટિ એ આપી શકે જે દરેક પ્રકારે જાગી ગયેલો છે.તુલસીજીલખે છે:

જાનીઅતબહી જીવ જબ જાગા;

જબ સબ બિષયબિલાસબિરાગા.

એને જાગેલોમાનવો જેના જીવનમાં વિષયોનાં વિલાસ પ્રત્યે વિરાગ આવી ગયો હોય.વિષયોનાંવિલાસની નહીં પણ વિષયોનાવિલાસનાંવિરાગની વાત કરી છે.આંખનો વિષય દ્રષ્ટિ.એ જ રીતે કાનનો વિષય શબ્દ,નાકનો વિષય ગંધ,હાથનો સ્પર્શ અને જીભનો વિષય રસ છે.પણ આનો અતિરેક-વિલાસ એમાંથી વિરાગ જરૂરી છે.આંખજૂએ જરૂર પણ એટલા વિલાસથી ના જુએ.

અહીં ઉડિયા બાબાની વાત કરીને બાપુએ કહ્યું કે એ વિષ્ણુપદને પામી ગયેલા છતાં પણ વિષ્ણુનાંકીર્તનમાંપૂરેપૂરો રસ લઈને વગાડતાહતા.બધાને એ મંત્ર પણ આપતા હતા અને પછી એનો વિરોધ થયો એની વાત પણ થઈ.

ઉદ્ધવે જ્યારે કૃષ્ણને પૂછ્યું ત્યારે કૃષ્ણ કહે ઉદ્ધવ! તું ભાગવત કથા સાંભળ એ તને અવ્યભિચારિણી ભક્તિમાં લઈ જશે.

એટલે જ કહું છું,કથા એક વખત સાંભળો,સમજમાં આવે કે ન આવે,સાંભળો.પછી હું છું અને તમે છો! નદીમાં ડૂબકી લગાવીએ ત્યારે બીજું કંઈ ન થાય પણ ભીના તો જરૂર થઇશું.

ભક્તિ પ્રાપ્ત કઈ રીતે થાય?માનસમાં પણ ભક્તિનાં સાધન દેખાડ્યાછે.વક્તા અને શ્રોતા સહનાવવતુ, સહનૌભુનકતુ,સહવીર્યમકરવાવહૈ-થઈ જાય તો એકબીજામાં દ્વેષ પેદા નહીં થવા દે.જ્યાં સુધી પરસ્પરનાં મન સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી નકામું છે.સાથે-સાથે પુરુષાર્થ પણ કરીએ,જગતને નહીં સ્વયમનેબદલવા માટે.

શ્રીમન્મહાપ્રભુજી કહે છે વૈષ્ણવોએ ચિંતા ન કરવી જોઈએ એ તો બરાબર પણ બીજાની ચિંતા વધારવી પણ ન જઈએ.ક્યારેક-ક્યારેક આપણે બીજાને ચિંતામાં નાખી દઈએ છીએ.સાતદશકથી ગાઇ રહ્યો છું પણ મારે ક્યાંય પહોંચવું નથી,માત્ર તમારા મન સુધી પહોંચવું છે.મારાશ્રોતાઓ તરફ મને ખૂબ મમતા છે એટલે વારંવાર જન્મ લેવો છે.

તમારા ઘરમાં જે ઠાકોરજી છે એની નિત્ય સેવા કરો એ પણ ભક્તિ પ્રાપ્તિનો એક ઉપાય છે.કૃષ્ણ કહે છે કે મારાથી વધારે મારા વૈષ્ણવોનું સન્માન કરો એ પણ ભક્તિ પ્રાપ્તિનો ઉપાય છે.’ગની’ દહીંવાળાની ગઝલ-દિવસો જુદાઈનાં જાય છે… એ વિશેષ રૂપથી બાપુએ પ્રસ્તુત કરી.

મા ઈચ્છે કે એના દીકરાના મન સુધી પહોંચાય,બાપ ઈચ્છે કે સ્વભાવ સુધી પહોંચવું,પણ ગુરુ ઈચ્છે છે કે શિષ્યનાં એક-એક ખૂણાને સ્પર્શ કરવો છે.

આવા પરમવૈષ્ણવની ચર્ચા વેદ કરે છે.એટલે જ વિષ્ણુપદથી પણ વધારે ઊંચુ ગુરુપદ છે.

આવો વિષ્ણુ કોણ છે?તુલસીદાસજીલખે છે:

નીલ સરોરુહ શ્યામ,તરુનઅરુનબારીજ નયન;

કરહું સો મમ ઉર ધામ,સદા છીર સાગર સયન.

અહીં વિષ્ણુપદના પાંચ લક્ષણ બતાવ્યા.શામ વર્ણ નીલકમલ વિષ્ણુ છે-એ અસંગ પ્રધાન છે.તરુણ તાજા છે ત્યાં પ્રેમપ્રધાનતાછે.અરુણ એટલે કમળ જેવા-એ જ્ઞાનપ્રધાનતાછે.વિષ્ણુશ્રમપ્રધાન પણ છે એ પાલન કરે છે.ધ્યાનપ્રધાન પણ છે અને યોગ પ્રધાન છે.આ રીતે વિષ્ણુ પંચધર્મા છે

તંત્ર વિશેની ખૂબ વિશેષ,લાંબી અને તર્કબધ્ધ સંવાદી ચર્ચા કરીને

શિવચરિત્રનીચોપાઈનો સ્પર્શ કરીને ચાર વિવિધ ઘાટોનાં રૂપક બતાવીને એક ઘાટ કે જે કર્મપ્રધાન ઘાટ છે ત્યાં કથાગાન શરૂ થાય છે.યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજ વચ્ચેના સંવાદમાં રામ વિશેની વાત પૂછવામાં આવે છે.

Related posts

વિશ્વના ટોચના બોક્સર્સ વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ 2025માં રમતા જોવા મળશે, ભારતે 20 ખેલાડીઓનાં મજબૂત દળની જાહેરાત કરી

amdavadlive_editor

લણણી પશ્ચાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉચ્ચ વૃદ્ધિના તબક્કામાં પહોંચ્યું હોઈ કોટક મહિંદ્રા બેંક ગુજરાતની કોલ્ડ- ચેઈન ગતિને ટેકો આપે છે

amdavadlive_editor

સેમસંગ દ્વારા ‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’ ભારતમાં લવાયું

amdavadlive_editor

Leave a Comment