34.8 C
Gujarat
March 16, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફ્રેશના લૉકલ ડીલાઇટ્સ સ્ટોરમાંથી ખરીદી કરીને તહેવારોની સીઝનમાં ભારતના વૈવિધ્યસભર સ્વાદનો આનંદ માણો

ફિલ્ટર કૉફી અને મુરુક્કુથી લઈને મેંગો અવાકાયા અને મકાઈના લોટ જેવી પ્રાદેશિક મનપસંદ ચીજો ખરીદો, જેને ફક્ત 2 કલાકમાં તમારા ઘરેપહોંચાડી દેવામાં આવશે

બેંગલુરુ | 25 ઓગસ્ટ 2025:જેમ-જેમ ભારતમાં તહેવારોની વાઇબ્રન્ટ સીઝન નજીક આવે છે (ઓનમ અને ગણેશ ચતુર્થીથી લઈને નવરાત્રી અને દિવાળી સુધી)તેમ-તેમ દરેક ઉજવણીમાં ભોજન કેન્દ્રમાંઆવી જાય છે.આ સમય પરંપરાગત સ્વાદ માણવાનો,જૂની વાનગીઓને ફરીથી જીવંત કરવાનો તથા પરિવાર અને મિત્રો સાથે મનપસંદ પ્રાદેશિક વાનગીઓને વહેંચવાનો છે.પછી તે આંધ્રના અથાણાંની તીખી તમતમતી મસાલેદાર સુગંધ હોય, મુરુક્કુની કુરકુરી મજા હોય, ઠંડી પંજાબી લસ્સી હોય કે પછી તાજી બનાવેલી ફિલ્ટર કૉફીની સુગંધ હોય,એમેઝોન ફ્રેશનો લૉકલ ડીલાઇટ્સ સ્ટોર તમારા રસોડામાં અસલી સ્વાદ પહોંચાડે છે.

ભારતની સમૃદ્ધ પાકકળાના વારસાનેપ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલો લૉકલ ડીલાઇટ્સ સ્ટોર તહેવારોના આવશ્યક ઉત્પાદનો,પ્રાદેશિક વિશેષતાઓ અને રોજિંદા વપરાશની ખાદ્યચીજોનેખૂબ જ પરવડે તેવા મૂલ્યે170+શહેરોમાં ફક્ત 2કલાકમાં તમારા ઘર સુધી પહોંચાડી દે છે.ગ્રાહકો એમેઝોન પેનામાધ્યમથી વધારાની બચતપણ કરી શકે છે,જ્યારે પ્રાઇમ સભ્યો ઝડપી ડીલિવરીનોલાભ લઇને તહેવારોનીખરીદીને સરળ અને વધુ લાભદાયક બનાવી શકે છે.

એમેઝોન ફ્રેશ ઇન્ડિયાના ડિરેક્ટર શ્રીકાંત શ્રીરામએ જણાવ્યું હતું કે,‘ભારતમાં તહેવારોના કેન્દ્રમાં ભોજન, પરિવાર અને પરંપરાઓ છે અને એમેઝોન ફ્રેશનીમદદથી અમે ગ્રાહકો માટે તેમની મનપસંદ પ્રાદેશિક વાનગીઓનો આનંદ માણવાનું પહેલાં કરતાં વધુ સરળ બનાવી રહ્યાં છીએ.અમારા લૉકલ ડીલાઇટ્સ સ્ટોરમાંથી ખરીદી કરીનેગ્રાહકો ઉત્તમ મૂલ્યે તેમના ઘરઆંગણે ઝડપથી અને સહેલાઇથી પહોંચાડવામાં આવતા અસલી સ્થાનિક ઉત્પાદનોની વિશાળ પસંદગીનો લાભ લઈ શકે, જેથી કરીનેઉજવણીનીમજા ક્યારેય મોળી ના પડે.’ 

એમેઝોન ફ્રેશના લૉકલ ડીલાઇટ્સ સ્ટોરમાં ઉપલબ્ધ 10 પ્રાદેશિક આવશ્યક ચીજવસ્તુઓઃ

  1. ટાટા ડીગ્રી કાપી ફિલ્ટર કૉફી : આ રિચ અને કડક ફિલ્ટર કૉફીની ચૂસકીની સાથે દક્ષિણ ભારતીય તહેવારની સવારની ઉષ્માને ઘરઆંગણે માણો.ટાટા ડિગ્રી કૉફી,કૉફી અને ચિકોરીના 80:20ના મિશ્રણને કારણે તમિલનાડુના અસલી સ્વાદનો અનુભવ કરાવે છે.ફિલ્ટરની જરૂર નથી – ફક્ત પ્રવાહી ઉકાળાને ગરમ દૂધ સાથે મિક્સ કરો,હલાવો અને તેની ચૂસકી લો! તે વહેલી સવાર માટે,પૂજા પછી થતી વાતચીતોદરમિયાન અથવા વરસાદના દિવસોમાં ભેગા થયેલા પરિવારની સાથે આનંદ માણવા માટે બિલકુલ યોગ્ય છે.
  1. મુરુક્કુ : તે ઉજવણીમાં ખવાતી એક દક્ષિણ ભારતીય વાનગી છે.મુરુક્કુ કુરકુરું, ગોળ-ગોળ ગૂંચળા જેવુંઅને મસાલેદાર હોય છે, જેભેટમાં આપવા, ચા સાથે ખાવા અથવા તમારા તહેવારોના નાસ્તાના ડબ્બા ભરવા માટે ઉત્તમ છે. તેનું એક જ બાઇટ તમને તમારા બાળપણની દિવાળીની યાદ અપાવશે.
  1. સોના મસુરી રાઇસ : આ સુગંધિત અનેલાઇટ ચોખા પરંપરાગત ઓનમ સાધ્ય અથવા પોંગલ ફીસ્ટ માટે આવશ્યક ગણાય છે.આ દાવત સોના મસૂરી ચોખા લેમન રાઇસ, સંભાર રાઇસ અથવા કેળાના પાન પર પીરસાતા અને હંમેશા સૌનીલોકપ્રિય ગણાતી કર્ડ રાઇસ જેવી તહેવારોની મનપસંદ વાનગીઓ બનાવવા માટે બિલકુલ યોગ્ય છે.
  1. ગોંગુરા અને મેંગો અવાકાયા પિકલ્સ : આ અથાણું આંધ્ર પ્રદેશનોમસાલેદાર અને ચટાકેદાર સ્વાદ ધરાવે છે. તમે ચટાકેદાર ગોંગુરા પસંદ કરો કે મસાલેદાર અવાકાયા મેંગોને પસંદ કરો, પ્રિયાના અથાણાની આ જોડી રાઇસ, દાળ કે તહેવારોની થાળીમાં પીરસાતી વાનગીઓની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
  1. ઇડિયાપ્પમનો લોટ : ઝડપથી અનેસહેલાઇથી મુલાયમ સ્ટીમ્ડ સ્ટ્રિંગ હૉપર્સ બનાવો.આ ડબલ હૉર્સ ઇડિયાપ્પમનો લોટતમારા નાસ્તામાં પરંપરાગત સ્વાદ લઈ આવે છે, જે મિનિટોમાં જ તૈયાર થાય છે અને તે તહેવારોના સંપૂર્ણ ભોજન માટે કોકોનટ મિલ્ક કે મસાલેદાર કરીની સાથે પર્ફેક્ટ છે.
  1. મગ અને મઠની દાળ : તહેવારોના દિવસોમાં સહેલાથી તૈયાર થઈ શકતી આ પ્રોટીનથી ભરપૂર દાળ,ખીચડી, દાલ તડકા કે તહેવારોમાં ખવાતી પંચમેલ દાળ બનાવવા માટે પર્ફેક્ટ છે.ગરમા ગરમ ખાઈ શકાતી આ દાળ ચોમાસા અને નવરાત્રિના ઉપવાસ માટેની બિલકુલ યોગ્ય વાનગી છે.
  1. પંજાબી લસ્સી : આ ઠંડી અને મલાઇદાર લસ્સીનો સ્વાદ તહેવારોની ઉજવણીમાં અનેકગણો વધી જાય છે!તહેવારોમાં મધર ડેરીની આ લસ્સી બપોરના ભોજનની સાથેખાવાની મજા જ કંઈ ઔર છે. રગડા જેવી ઘટ્ટ અને ગળ્યો સ્વાદ ધરાવતી આ લસ્સી સૌને પસંદ આવે છે અને ખાસ કરીને પરાઠા અને મસાલેદાર વાનગીઓની સાથે તે મોજ કરાવી દે છે.
  1. ગણેશ પાપડ: તહેવારોના ભોજનમાં પાપડ ના હોય તો થાળી અધૂરી ગણાય. લસણિયા અને શેકવા કે તળવા માટે તૈયાર ગણેશ પાપડબંગાળી અને ઉત્તર ભારતીય તહેવારોમાં અવશ્ય ખાવામાં આવે છે. તેને ચટણીની સાથે પીરસી શકાય છે અથવા તો દાળ-ભાતની સાથે ખાઈ શકાય છે.
  1. મકાઈનો લોટ : સામાન્ય રીતે મકાઈનો લોટ શિયાળામાં વધુ ઉપયોગમાં લેવાતો હોવા છતાં તેને ચોમાસામાં આવતા તહેવારો દરમિયાન પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ગોલ્ડન કૉર્નમીલમાંથી રોટલી, પકોડા કે ભજીયા બનાવો અને તેને ઘી કે મસાલેદાર શાકની સાથે ખાઓ.
  1. ગાંઠિયા : દિવાળીમાં ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા ના હોય એવું કેવી રીતે બને?પોચા, થોડાં મસાલેદાર ગાંઠિયા ખાવાનું શરૂ કરીએ પછી અટકવું મુશ્કેલ થઈ પડે છે. માતૃત્વના આ પ્રીમિયમ વર્ઝનને ખૂબ જ ઊંચી ગુણવત્તાના ચણાના લોટ અને પરંપરાગત મસાલાઓમાંથી બનાવવામાં આવેલું છે, જે ગિફ્ટમાં આપવા કે પછી મેળાવડા/સંમેલનોમાં ગરમાગરમ ચાની સાથે પીરસવા માટે પર્ફેક્ટ છે.

Related posts

સેમસંગ દ્વારા વિઝન AI ટીવી માટે પ્લસ કેમ્પેઈન લોન્ચઃ હવે મેળવો મોટું મનોરંજન, મોટાંસ્ક્રીન્સ અને વધુ

amdavadlive_editor

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

amdavadlive_editor

PAL Works: શાળા શિક્ષણમાં પર્સનલાઇઝ્ડ એડેપ્ટિવ લર્નિંગને વ્યાપક રીતે અપનાવવા માટે ભારતના પ્રથમ સામૂહિક કાર્યક્રમનો શુભાંરભ

amdavadlive_editor

Leave a Comment