39.1 C
Gujarat
June 22, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બોશ્ચ પાવર ટૂલ્સ દ્વારા પ્રોફેશનલો, આર્ટિસન્સ અને હોમ યુઝર્સ માટે નવાં હેન્ડ ટૂલ્સની શ્રેણી રજૂ કરાઈ

ટૂલ્સની નવી રેન્જનું લક્ષ્ય ઉદ્યોગોમાં સુરક્ષા, ઉત્પાદકતા અને અચૂકતા વધારવાનું છે.

Citywise , ભારત 29 મે 2025 – ટેકનોલોજી અને સેવાઓની અગ્રણી વૈશ્વિક પુરવઠાદાર બોશ્ચ લિમિટેડ દ્વારા પ્રોફેશનલ, આર્ટિસન્સ અને હોમ યુઝર્સ માટે તેના નવીનતાં હેન્ડ ટૂલ્સ લોન્ચ કરાયાં હોવાની ઘોષણા કરવામાં આવી છે. આ નવી લાઈનઅપમાં ડીઆઈવાય યુઝર્સ, કારીગરો, ટ્રેડ પ્રોફેશનલો અને ઈલેક્ટ્રિશિયન્સની જરૂરતોને પહોંચી વળવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલી નીચે મુજબ ત્રણ શ્રેણીઓનો સમાવેશ થાય છેઃ એર્ગો ગ્રીન રેન્જ, પ્રોફેશનલ બ્લુ રેન્જ અને વીડીઈ- પ્રમાણિત ટૂલ્સના સમર્પિત સેટ્સ, જે 1000 વોલ્ટ્સ સુધી વિદ્યુત સુરક્ષા માટે તૈયાર કરાયાં છે.

“બોશ્ચમાં અમે વ્યાવસાયિકો અને કારીગરોને ઉત્તમ કામગીરી, ટકાઉપણું અને સુરક્ષા પૂરી પાડવાં સાધનો પૂરાં પાડવા માટે કટિબદ્ધ છે. અમે હેન્ડ ટૂલ્સની અમારી શ્રેણી વિસ્તારી રહ્યા છીએ, જે હાઈ- વોલ્ટેજ વાતાવરણ અને હેવી- ડ્યુટી ઉપયોગની માગણીઓને પહોંચી વળવા માટે ઉત્તમ યુઝર એર્ગોનોમિક્સ સાથે તૈયાર કરાયાં છે, જે લાંબી ટકાઉ કામગીરીની ખાતરી રાખે છે. અમારું લક્ષ્ય ભારતમાં હેન્ડ ટૂલ્સ અવકાશમાં બોશ્ચને મજબૂત અને વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનું છે,’’ એમ બોશ્ચ ઈન્ડિયા ખાતે પાવર ટૂલ્સ ડિવિઝનના ભારત અને સાર્કના પ્રાદેશિક પ્રમુખ નિશાંત સિંહાએ જણાવ્યું હતું.

આ લોન્ચ ભારતીય ગ્રાહકોને કામગીરી, સુરક્ષા અને યુઝર કમ્ફર્ટ પ્રદાન કરતાં વિશ્વસનીય ઉચ્ચ ગુણવત્તાનાં, ટૂલ્સ સાથે સશક્ત બનાવવાની બોશ્ચ ઈન્ડિયાની કટિબદ્ધતા પર ભાર આપે છે. દરેક પ્રોડક્ટ ઘર સુધારણાથી ઔદ્યોગિક સ્તરનાં કામો સુધી ઉપયોગની વ્યાપક શ્રેણીને ટેકો આપવા જર્મનીમાં તૈયા કરવામાં આવી છે.

હાથોનાં ગમતાં હેન્ડ ટૂલ્સઃ

બોશ્ચ કારીગરો, કળાકારીગરો અને વ્યાવસાયિકોની જરૂરતોને પહોંચી વળવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા પોર્ટફોલિયો સાથે હેન્ડ ટૂલ બજારમાં પ્રવેશી રહી છે. આરંભિક શ્રેણીમાં પ્લાયર્સ, સ્ક્રુડ્રાઈવર્સ, રેશેટ સેટ્સ, રેન્ચીસ, હેમર્સ, સૉઝ, છરી, સ્પિરિટ લેવલ્સ અને ઘણું બધું સહિત 1100 પ્રોડક્ટોનો સમાવેશ થાય છે, જેમાં વધારાની શ્રેણીઓમાં એકધાર્યું વિસ્તરણ કરવાની યોજના છે.

હોમ યુઝર્સ અને કળાકારીગરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી એર્ગોનોમિક ગ્રીન રેન્જ યુઝેબિલિટી, સ્ટાઈલ અને ફંકશનાલિટીનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરે છે. સ્વચ્છ હરિત અને કાળું એસ્થેટિક અને ઉપયોગમાં આસાની પર ભાર સાથે આ રેન્જમાં સ્ક્રુડ્રાઈવરો, પ્લાયર્સ, રેન્ચીસ અને હથોડી જેવાં સર્વ મહત્ત્વનાં સાધનોનો સમાવેશ થાય છે.

“ભારતીય ઘર માલિકો ડીઆઈવાય ટાસ્ક્સ અને ઘર સુધારણા પ્રોજેક્ટો પર વધુ ને વધુ ભાર આપી રહ્યા છે. આ શ્રેણી તેમને બોશ્ચની ગુણવત્તાના વિશ્વાસ સાથે વધુ આરામથી કામ કરવા મદદરૂપ થવા માટે યોગ્ય સાધનો પૂરાં પાડે છે,’’ એમ બોશ્ચ પાવર ટૂલ્સ ઈન્ડિયા ખાતે એસેસરીઝના બિઝનેસ હેડ પ્રદીપ આનંદે જણાવ્યું હતું.

પ્રોફેશનલ બ્લુ રેન્જ કુશળ ટ્રેડ પીપલ અને ઔદ્યોગિક ઉપભોક્તાઓ માટે તૈયાર કરવામાં આવી છે. ટકાઉપણું અને ઉચ્ચ કામગીરી માટે નિર્મિત આ સાધનો અચૂકતા અને શક્તિ સાથે જરૂરી ઉપયોગિતા હાથ ધરવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે.

વીડીઈ- પ્રમાણિત ટૂલ્સ હાઈ- વોલ્ટેજ વાતાવરણમાં કામ કરતા ઈલેક્ટ્રિશિયનો અને ટેક્નિશિયનો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. આઈઈસી 60900 સ્ટાન્ડર્ડ તરીકે પ્રમાણિત રેન્જમાં ઈન્સ્યુલેટેડ પ્લાયર્સ, સ્ક્રુડ્રાઈવર્સ અને 1000 વોલ્ટ એસી સુધી સુરક્ષિત માટે પરીક્ષિત અન્ય સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનો લાઈવ વાતાવરણમાં મહત્તમ સુરક્ષા અને નિયંત્રણની ખાતરી રાખે છે, જેને લઈ તે વીજ વિતરણ વિદ્યુત જાળવણી અને ગોઠવણીમાં સંકળાયેલા વ્યાવસાયિકો માટે આદર્શ છે.

આ વ્યાપક રજૂઆત બોશ્ચ ઈન્ડિયાના હેન્ડ ટૂલ્સના પ્રવાસના પ્રવાસમાં મુખ્ય માઈલસ્ટોન છે, જે ભારતીય ઉપભોક્તાઓ માટે જર્મન એન્જિનિયરિંગ, વૈશ્વિક ગુણવત્તાનાં ધોરણો અને સ્થાનિકીય મૂલ્ય એકત્ર લાવે છે. નિત્યક્રમનું ઘરનું સમારકામ હોય, હેવી-ડ્યુટી નિર્માણ હોય કે અચૂક વિદ્યુત કાર્ય હોય, બોશ્ચની નવી શ્રેણી સાતત્યતા, સુરક્ષા અને દીર્ઘ ટકાઉ કામગીરી પ્રદાન કરવા માટે નિર્માણ કરાઈ છે.

બોશ્ચ યુઝર સેફ્ટી, એર્ગોનોમિક્સ અને ઈનોવેશન પર સતત કેન્દ્રિત છે, જે દરેક કામ અને દરેક વાતાવરણમાં વધુ આત્મવિશ્વાસ અને કાર્યક્ષમ રીતે કામ કરતા વ્યાવસાયિકો અને શોખીનોને મદદરૂપ થવાના તેના વ્યાપક ધ્યેયને પ્રદર્શિત કરે છે.

Related posts

ઈડીઆઈઆઈ અને સર્વે ઓફ ઈન્ડિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર વચ્ચે સહયોગ

amdavadlive_editor

New 2025 Yezdi Adventure: પર્ફોમન્સ ક્લાસિક ADV, ધમાલ મચાવવા ડિઝાઇન કરાયેલ, ટેકથી ભરપૂર, રૂ. ૨.૧૪ લાખની હલચલ મચાવનારી કિંમત

amdavadlive_editor

માનસી વિંગ્સ હોન્ડા ખાતે Honda QC1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું સફળ લોન્ચ

amdavadlive_editor

Leave a Comment