28.5 C
Gujarat
May 4, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારત મંડપમ્ ભૂમિ પરથી ત્રિભુવનને દિવ્ય રામ જન્મની વધાઇઓ

શહિદ થયેલા જવાનો પ્રત્યે દિલસોજી તથા સહાયના તુલસીપત્ર સાથે શ્રધ્ધાંજલિઅપાઇ.

પરોપકાર પણ પરમધર્મ છે.

જે ગ્રંથિ મુક્ત છે એવા તમામ ગ્રંથો પ્રણમ્ય છે.

ગુરુ ગ્રંથસાહેબ-એકમાત્ર ગ્રંથ એવો છે,જે આજ સુધી પાઠ ભેદથી બચી શક્યો છે.

સાધુનો પરિચય આવરણ કે આચરણથી નહીં પરંતુ અંતઃકરણથી થાય છે.

રામાયણ,મહાભારત ઐતિહાસિક ગ્રંથ છે-એ અડધું સત્ય છે,પૂરેપૂરું નથી.

 

રાજધાની દિલ્હીનાં ભારત મંડપમ્ ખાતે ચાલી રહેલી રામકથાનોસાતમો દિવસ દિવ્ય રામ જન્મનાંગાનથી ભરેલો રહ્યો.

આરંભે આ દિવસોમાં શહીદ થયેલા દસ જવાનો તેમજ ઘાયલો પ્રત્યે સમગ્ર કથા આયોજન સમિતિ અને વ્યાસપીઠ તરફથી દિલસોજી અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી.તેમજ મૃતકોને ૨૫-૨૫ હજાર અને ઘાયલો માટે ૧૧ હજારની રાશિ તુલસીપત્ર રૂપે આપવાની વાત કરીને શ્રદ્ધાંજલિ અપાઈ.

આજે વસંત પછી પંચમીનાં પાવન દિવસ પર વધાઇ આપતા કહ્યું કે આજનો દિવસ સનાતની સભ્યતા માટે સરસ્વતી પૂજાનો દિવસ માનવામાં આવે છે. જ્ઞાન પૂજન,ઘણાં શાસ્ત્રો ને ગ્રંથો આજના દિવસે લખાયેલા.

સનાતન ધર્મને તુલસી પરમધર્મ કહે છે ત્યારે પરોપકાર પણ પરમ ધર્મ છે.

જે ગ્રંથિ મુક્ત છે એવા તમામ ગ્રંથો પ્રણમ્ય છે. અથર્વવેદનાં એક મંત્રની વાત કરતા કહ્યું કે આમ તો વેદમાં પાઠભેદ ઓછો છે છતાં આપણા શાસ્ત્રોમાં ઘણા જ પાઠ ભેદ જોવા મળે છે.તથાકથિત ધર્મ વાળાઓએ અનુચિત કાર્ય કરીને પાઠ ભેદ ઉત્પન્ન કર્યો છે.આમ છતાં ચિન્મય મિશન,સ્વામી ગંગેશ્વરાનંદજી વગેરે ખૂબ સારું કાર્ય કરીને ગ્રંથોનેબચાવ્યા છે.

ગુરુ ગ્રંથસાહેબ એકમાત્ર ગ્રંથ એવો છે જે આજ સુધી પાઠ ભેદથી બચી શક્યો છે.રામચરિતમાનસમાં પણ વધારાના પ્રકરણો,ક્ષેપકો અને પાઠભેદ જોવા મળે છે.જો કે ગીતા પ્રેસ ગોરખપુરે સારું કાર્ય કર્યું છે સાધુનો પરિચય આવરણ કે આચરણથી નહીં પરંતુ અંતઃકરણથી થાય છે.

એશ્વરીય ગ્રંથ કોને કહે છે એ વાત કરતા બાપુએ યુવાનોને કહ્યું કે પાંચ પ્રકારની સેવા કરજો:દેહસેવા, દેવસેવા,દેશસેવા,દિલસેવા અને ગુરુના આદેશની સેવા કરજો.

તથાકથિતધર્માવલંબીઓએપંડિતોનેખરીદીને બે-બે પૈસામાં એની પાસેથી પોતાના ધર્મ વિશેનાશ્લોકોલખાવી અને ઘણા જ ક્ષેપક શ્લોક પણ ઘૂસાડીદીધેલા છે.

વેદથી લઇને રામચરિત માનસ સુધીના એશ્વરીયગ્રંથોના પાંચ લક્ષણો છે.આ પાંચ લક્ષણો કહેતા બાપુએ કહ્યું કે જે ગ્રંથમાં આદિજ્ઞાન ભર્યું હોય.સૃષ્ટિપહેલાનુ જ્ઞાન જેમાં હોય એ સનાતન ધર્મનો ગ્રંથ મનાય.જે ગ્રંથમાં ઇષ્ટ તર્ક કરવાની છૂટ હોય,બુદ્ધિથી વિચારની છૂટ હોય અને વૈજ્ઞાનિક વિચાર હોય.જ્યાં કોઈ ભેદ ન હોય,વિવિધતા હોય પણ વિષમતા ન હોય.જેમાંઇતિહાસની વાતો ઓછી પરંતુ તાત્વિક સાત્વિક વાતો વધારે હોય.

કોઈ એવું કહે કે રામાયણ,મહાભારત ઐતિહાસિક ગ્રંથ છે તો એ અડધું સત્ય છે,પૂરેપૂરું નથી.જે ગ્રંથમાં ભક્તિ,કર્મ,જ્ઞાન અને વૈરાગ્ય ભરપૂર હોય એટલે કે જેને વાંચવાથી આંસુ આવે,કર્મ કરવાની પ્રેરણા મળે આપણી સમજણ વધે અને અંતે આ બધું જ છૂટી અને વૈરાગ્ય તરફ ગતિ કરાવે.

અથર્વવેદનો એક મંત્ર કહે છે કે જે વિચારધારાનો ઘોડો સાત રશ્મીઓ-કિરણો-લઈ કાળ પર સવાર થઈને ફરે છે એ સહસ્ત્ર આંખોવાળાઘોડા પર ચડીને પુરુષ ચારે તરફ પરીક્ષણ કરતો દરેક ભુવનમાં ફરે છે.

સંક્ષિપ્તમાંશિવચરિત્ર,શિવવિવાહ બાદ રામ જન્મના પાંચ કારણોની વાત કરી.દશરથનાંભુવનમાંકૌશલ્યાની કૂખે રામ ઈશ્વરમાંથી મનુષ્ય કઈ રીતે બને છે અને ઉરમાંથી ઉદરમાં અવતરણ થાય છે એનું ગાન કરીને સમગ્ર ત્રિભુવનને રામ જન્મની વધાઈ સાથે આજની કથાને વિરામ અપાયો.

Related posts

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

શહેરના હાર્દમાંથી નવા કોરિડોરમાં પ્રયાણ: વર્ષ 2026 વડોદરા શહેરને આપશે કેવો ઓપ

amdavadlive_editor

UPSC ક્રેક કરો, ટોપર્સના સિક્રેટ્સ જાણીને : મે મહિનામાં અમદાવાદમાં નિઃશુલ્ક સેમીનારનું આયોજન

Leave a Comment