40.3 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પેરન્ટહૂડમાં પ્રવેશ પર પડકારોઃ હિંસ્ર દોડ શરૂ!

અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024: પુખ્તાવસ્થા જ્યારે પેરન્ટહૂડની ધાંધલમાં પહોંચે ત્યારે સર્વ શરતો પાછળ પડી જાય છે! સોની લાઈવ પર નવી ઓરિજિનલ સિરીઝ રાત જવાન હૈ, આપણી સામે ત્રણ ઉત્તમ ફ્રેન્ડ્સના અણધાર્યા જીવનમાં ડોકિયું કરાવે છે, જેમાં રાધિતા (અંજલી આનંદ), અવિનાશ (બરુન સોબતી) અને સુમન (પ્રિયા બાપટ)નો સમાવેશ થાય છે. તેઓ બાળકો ઉછેરવાનાં સૌથી હિંસ્ર સાહસ પર નીકળી પડે છે. નવું રજૂ કરાયેલું ટ્રેલર તેમના પ્રવાસમાં હાસ્યસભર ડોકિયું કરાવે છે, જ્યાં વિવેકબુદ્ધિ પણ ડાયપર્સ, કારકિર્દી અને મૈત્રીની પાછળ પડી જાય છે. એકબીજાની સતત પડખે રહેતાં આ ફ્રેન્ડ્સ હૃદયસ્પર્શી અને હાસ્યસભર સફર પર લઈ જાય છે!

યામિની પિક્ચર્સ પ્રા. લિ. પ્રોડકશન્સ, ખ્યાતિ આનંદ- પુથરન દ્વારા લિખિત અને નિર્માણ તથા અત્યંત પ્રતિભાશાળી સુમીત વ્યાસ દ્વારા દિગ્દર્શિત અને વિકી વિજય દ્વારા નિર્મિત આ કોમેડી- ડ્રામા સિરીઝમાં અદભુત કલાકારો છે. ફક્ત આઠ એપિસોડ સાથે રાત જવાન હૈ ટેણિયાને ઉછેરવા સમયે હાસ્યથી ભરચક અવસરો, હૃદયસ્પર્શી દ્રશ્યો અને સુંદર ધાંધલ સાથે અચૂક જોવાનું નિમિત્ત આપે છે.

તો હસવા, રડવા અને ડાયપરોના ઢગલા નીચે છુપાયેલી મૈત્રીના ચમત્કારની પુનઃખોજ કરવા માટે સુસજ્જ બનો. આ ત્રણ મિત્રો, પેરન્ટહૂડની એક હિંસ્ર સવારી સાથે રાત જવાન હૈ 11મી ઓક્ટોબરથી સ્ટ્રીમ થશે, ફક્ત સોની લાઈવ પર!

Trailer Link: https://www.youtube.com/watch?v=LHPsmTya_ts

રાત જવાન હૈનું પ્રસારણ ખાસ સોની લાઈવ પર, 11મી ઓક્ટોબર, 2024થી

 

Related posts

અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના ચહેરા તરીકે હેપ્પી હોસ્ટ પ્રિયાંક દેસાઈ ચમક્યા

amdavadlive_editor

કડી નજીક ભેખડ ધસી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

amdavadlive_editor

તલગાજરડાની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે

amdavadlive_editor

Leave a Comment