24.9 C
Gujarat
September 18, 2026
Amdavad Live
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી સિનેમાના ‘કોમેડી એવેન્જર્સ’નો ધમાકો! 12 જૂને હાસ્યનો મહોત્સવ લઈને આવી રહી છે ‘બધું ઓલરાઈટ છે’

અમદાવાદ, ગુજરાત | ૦૫ જૂન ૨૦૨૬ | ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આ વર્ષે કોમેડીનો સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલા ગુજરાતી ફિલ્મ ‘બધું ઓલરાઈટ છે’ ના ટ્રેલરે દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મની વિશાળ સ્ટારકાસ્ટને ગુજરાતી સિનેમાના ‘કોમેડી એવેન્જર્સ’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે.

ટ્રેલર એક એવા મનોરંજક વિશ્વની ઝલક આપે છે, જ્યાં ગેરસમજો, અફરાતફરી અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓનો મહાસાગર જોવા મળે છે. પરિવાર અને મિત્રો સાથે માણી શકાય તેવી આ ફિલ્મમાં કોમેડી, ડ્રામા અને મનોરંજનનો ભરપૂર ડોઝ છે.

ફિલ્મના કેન્દ્રમાં છે ગુજરાતના સૌથી લોકપ્રિય અને ઝડપથી ઉભરતા સ્ટાર વિરાજ ઘેલાણી, જે પોતાના અનોખા અંદાજમાં દર્શકોને હસાવવા તૈયાર છે. તેમની સાથે જ્હાન્વી ગુરનાની પત્ની ‘ધરા’ના ચુલબુલા અને જીવંત પાત્રમાં જોવા મળશે.

ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો શરદ વ્યાસ અને મોરલી પટેલ વિરાજના માતા-પિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત પ્રેમ ગઢવી, વિનિતા જોશી, મિહિર નિશિત રાજડા, મેહુલ બૂચ, કવિન જાની, દીપ વૈદ્ય, કૃણાલ પંડિત, ખુશ્બુ ત્રિવેદી, જય ઉપાધ્યાય, જીમેશ પટેલ અને ચેતન દૈયા જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

ખાસ કરીને દીપ વૈદ્યનું ‘સુપરસ્ટાર ત્રિકમ પોપટિયા’નું પાત્ર અને ચેતન દૈયાનું ગેંગલોર્ડ ‘લાલા ભરવાડ’નું પાત્ર ટ્રેલરમાં જ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. જ્યારે જય ઉપાધ્યાય એક ‘ઓવરથિંકિંગ’ પોલીસ ઓફિસર તરીકે અને જીમેશ પટેલ તેમના સહાયક ‘વામન’ તરીકે હાસ્યની નવી પરિભાષા સર્જતા જોવા મળશે.

ફિલ્મના દિગ્દર્શક ઉમંગ વ્યાસ કહે છે, “આટલા બધા પ્રતિભાશાળી કલાકારોને એકસાથે એક જ સ્ક્રીન પર લાવવું એ અદ્ભુત અનુભવ રહ્યો. સેટ પરનું વાતાવરણ સતત આનંદ અને હાસ્યથી ભરેલું રહેતું હતું. દરેક કલાકારે પોતાની ભૂમિકામાં જે ઊર્જા અને સમર્પણ ઉમેર્યું છે તે ફિલ્મને વધુ વિશેષ બનાવે છે.”

યુડલી ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને ઉમંગ વ્યાસના દિગ્દર્શનમાં બનેલી ‘બધું ઓલરાઈટ છે’ આગામી 12 જૂનના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરને મળેલા પ્રતિસાદને જોતા ફિલ્મ ગુજરાતી દર્શકો માટે આ વર્ષની સૌથી મોટી કોમેડી એન્ટરટેઈનર સાબિત થાય તેવી પૂરી શક્યતા છે.

== સમાપ્ત ==

Related posts

ઊંચા LDL કોલેસ્ટ્રોલની સારવારઃ વધુ સારા હૃદયના આરોગ્યની પગલાંદીઠ માર્ગદર્શિકા

amdavadlive_editor

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

amdavadlive_editor

ફિનો બેંકે ઘરની બચતમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી “ગુલ્લક” એકાઉન્ટ શરૂ કર્યું

amdavadlive_editor

Leave a Comment