27.8 C
Gujarat
August 6, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

17મી ડિસેમ્બર 2024: ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાંઉભું હતું તેની સાથે અથડાતાંસર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. અકસમાત થયો તે સમયે હાઈવે ચિચિયારીઓ થી ગાજી ઊઠ્યો હતો. આ અત્યંત દુઃખદ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

આ સિવાય થોડા દિવસ પહેલાં નારી નજીક અકસ્માતમાં એક સાધુ યુવકનું મોત નિપજ્યું હતું તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર ની સહાયતા રાશિ પૂજ્ય બાપુએ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

Teslaદ્વારા ગુજરાતમાં પ્રથમ પોપ-અપ અનુભવ માટે VR Surat સાથે સહયોગ:આ પોપ-અપ શોકેસમાં Tesla Model Y પ્રદર્શન માટે મૂકવામાં આવશે

amdavadlive_editor

રેડબસ દ્વારા ભારત પ્રવાસ એવોર્ડ્સ 2026માં પીપલ્સ ચોઇસ એવોર્ડ્સના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું

amdavadlive_editor

હેવમોર એ #BeMyHeartbeat સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણીને નવી ઓળખ આપી

amdavadlive_editor

Leave a Comment