34.8 C
Gujarat
March 16, 2026
Amdavad Live
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સે શૂન્ય-ઉત્સર્જન ટ્રકિંગને આગળ ધપાવ્યું, એન્વીઇરો વ્હીલ્સ મોબિલિટીને અત્યાધુનિક પ્રાઇમા E.55S ઇલેક્ટ્રિક પ્રાઇમ મૂવર્સ ડિલીવર કર્યા

મુંબઇ | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: ટકાઉ મોબિલીટીમાં અગ્રણી એવી ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સએ આજથી વીજળીસ વીજળી , માઇનીંગ, સિમેન્ચ અને સ્ટીલ ક્ષેત્ર માટે ગ્રીન કોમર્શિયલ ઉકેલો પૂરી પાડતી અગ્રણી ઇન્વીઇરો વ્હીલ્સ મોબિલીટીને એડવાન્સ્ડ Tata Prima E.55S ઇલેક્ટ્રિક પ્રાઇમ મુવરની ડિલીવરીનો પ્રારંભ કર્યો છે. આ કાફલાની સૌપ્રથમ બેચને રાજસ્થાનના Chittorgarh સોંપવામાં આવી હતી. હેવી-ડ્યૂટી, શૂન્ય ઉત્સર્જન પ્રાઇમા E.55Sને ખનિજો અને ઓરના વહન માટે મુકવામાં આવશે.

વ્હિકલ્સની પ્રથમ બેચ મેળવતા એન્વીઇરો વ્હીલ્સ મોબિલીટીના મેનેજિંગ ડિરેક્ટર અને ઇનલેન્ડ વર્લ્ડ લોજિસ્ટિક્સના ડિરેક્ટર શ્રી પ્રવીણ સોમાણીએ જણાવ્યું હતુ કે “લોજિસ્ટિક્સને ટકાઉ બનાવવા માટે પ્રતિબદ્ધ એક યુવા કંપની તરીકે, અમારા કાફલામાં ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સનાં અદ્યતન ઇલેક્ટ્રિક પ્રાઇમ મૂવર્સનો ઉમેરો ડીકાર્બોનાઇઝ્ડ કામગીરી તરફ એક નિર્ણાયક પગલું છે. શૂન્ય ઉત્સર્જન, શ્રેષ્ઠ પ્રદર્શન અને અદ્યતન સલામતી અને આરામ સુવિધાઓ સાથે, પ્રાઇમા E.55S અમારા ગ્રાહકોના નેટ ઝીરો લક્ષ્યોને સમર્થન આપવા માટે એક આદર્શ પસંદગી છે. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સનાં સાબિત આફ્ટર-સેલ્સ ઇકોસિસ્ટમ દ્વારા સમર્થિત, અમને ભવિષ્ય માટે તૈયાર કાફલો બનાવવાનો વિશ્વાસ છે જે સ્વચ્છ અને કાર્યક્ષમ ખનિજ અને ઓર પરિવહનમાં નવા માપદંડ સ્થાપિત કરે છે.”

વ્હિકલ્સની ડિલીવરી પ્રસંગે સંબોધન કરતા ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સના ટ્રક્સના વાઇસ પ્રેસિડંટ અને બિઝનેસ વડા શ્રી રાજેશ કૌલએ જણાવ્યું હતું કે “અમને પ્રાઈમા E.55S ઇલેક્ટ્રિક પ્રાઇમ મૂવર્સનો પ્રથમ બેચ એન્વીઈરો વ્હીલ્સ મોબિલિટીને પહોંચાડવાનો આનંદ છે. ટ્રક સેગમેન્ટમાં માર્કેટ લીડર તરીકે, ટાટામોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ અદ્યતન ઉકેલો સાથે ભારતના ટકાઉ નૂર તરફના સંક્રમણનું નેતૃત્વ કરવાનો ગર્વ અનુભવે છે. આ મજબૂત રીતે એન્જિનિયર્ડ વાહનો એન્વીઈરો વ્હીલ્સના ટકાઉપણું લક્ષ્યો સાથે ગાઢ રીતે સંરેખિત થાય છે, લાંબા ગાળાના મૂલ્ય પ્રદાન કરતી વખતે હરિયાળી કામગીરી (ગ્રીન ઓપરેશન્સ)ને આગળ ધપાવે છે.”

ટાટા પ્રાઈમા E.55S એ એક અદ્યતન EV આર્કિટેક્ચર પર બનેલ છે જેમાં સંપૂર્ણ-ઈલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન છે જેમાં ઈન્ટિગ્રેટેડ ઈ-એક્સલ અને ઉચ્ચ રેન્જ માટે અત્યાધુનિક રિજનરેટિવ બ્રેકિંગ છે. એક જ ચાર્જ પર 350 કિમી સુધીની રેન્જ ઓફર કરે છે, તેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમતા અને પ્રદર્શન માટે ઈ-એક્સલ સાથે 3-સ્પીડ ઓટો શિફ્ટ ટ્રાન્સમિશન તેમજ ઉચ્ચ અપટાઇમ માટે ડ્યુઅલ ગન ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા પણ છે. આ વાહન ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ, લેન ડિપાર્ચર વોર્નિંગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ક્રૂઝ કંટ્રોલ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, સાથે જ ઈલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ અને ઉન્નત સલામતી માટે વૈકલ્પિક ADAS સુવિધાઓ પણ છે. પ્રીમિયમ પ્રાઈમા કેબિન, ન્યુમેટિકલી સસ્પેન્ડેડ સીટ અને ટિલ્ટ-એન્ડ-ટેલિસ્કોપિક સ્ટીયરિંગ વ્હીલથી સજ્જ, ડ્રાઈવર આરામ અને સુવિધામાં વધારો કરે છે, થાક ઘટાડે છે અને ઉત્પાદકતામાં વધારો કરે છે.

ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ બેટરી ઇલેક્ટ્રિક, CNG, LNG, હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જેવી વૈકલ્પિક ઇંધણ તકનીકો દ્વારા સંચાલિત નવીન ગતિશીલતા ઉકેલો વિકસાવવામાં મોખરે છે. કંપની નાના વ્યાપારી વાહનો, ટ્રક, બસ અને વાન સહિત વિવિધ સેગમેન્ટમાં વૈકલ્પિક ઇંધણથી ચાલતા વ્યાપારી વાહનોનો મજબૂત પોર્ટફોલિયો ઓફર કરે છે. આ પોર્ટફોલિયો તેની Sampoorna Seva 2.0 પહેલ દ્વારા વ્યાપક વાહન જીવનચક્ર વ્યવસ્થાપન માટે મૂલ્યવર્ધિત સેવાઓની શ્રેણી દ્વારા પૂરક છે. 3200થી વધુ ટચપોઇન્ટ્સના ભારતના સૌથી મોટા સેવા નેટવર્કમાંથી 24×7 સપોર્ટ સાથે, કંપની તેના વાહનો માટે સૌથી વધુ અપટાઇમ ઓફર કરે છે.

Related posts

બીકેસીમાં સેમસંગના ફ્લેગશિપ સ્ટોરે નવા ગેલેક્સી S25 સિરીઝ સ્માર્ટફોન્સના 700થી વધુ વહેલી ડિલિવરી સાથે વિક્રમ નોંધાવ્યો

amdavadlive_editor

વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું

amdavadlive_editor

તહેવારો અને શીયાળાની રજાઓ પહેલાં કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો, અને અનુભવો રજૂ કરશે

amdavadlive_editor

Leave a Comment