27.1 C
Gujarat
May 8, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કોઈ પાપ એવું નથી જે હરિનામથી મટી ન શકે.

માત્ર પાંચ મિનિટ શુદ્ધ હૃદયથી હરિનામ લેશો તો પાપની ઓકાત નથી કે તમારી પાસે રહી શકે.

અકારણ આંખમાં આંસુ આવી જાય એ કૃપાનંદ છે,આનંદાનુભૂતિ છે.

ગુરુ લજામણીનો છોડ નથી,કલ્પતરુ છે.

ગુરુ મૂળથી ફૂલ સુધી સાધકના બધા જ મનોરથો પૂરા કરે છે.

કોની પાસે બેસવાથી આનંદ આવે છે?

ચમૌલી પાસેનું દેવલીબગડમલારી ગામ,જ્યાં રામકથા ચાલે છે,સ્થાનિક બહેનો,માતાઓનો વિશેષ ઉત્સાહ અને વાતાવરણની ઠંડી આહલાદકતા વચ્ચે છઠ્ઠા દિવસની કથાનો આરંભ  થયો.

આજે અનેક સંશય જનક પ્રશ્નોને શરૂઆતમાં બાપુએ ઉઠાવ્યા.કોઈએવૃંદાવનના કોઈ મહાપુરુષની વાત જણાવીને પૂછ્યું કે:પતિ-પત્ની-દંપત્તિ વચ્ચે કોઈ કારણોસર ભયંકર પાપ થઈ જાય તો શ્રીમદ ભાગવત કે ગીતાજી દ્વારા એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ એવું એ મહાપુરૂષ કહે છે.પણવ્યાસપીઠનાઆશ્રયમાં આવેલા અમારે શું કરવું?-એ વિશે બાપુએ કહ્યું કે તમે તો કદાચ માની લેશો પણ જેની પાસેથી આપે સાંભળ્યું એના કરતાં મારો જવાબ કંઈક અલગ હશે એને ન પણ ગમે!જો કે મહાપુરુષોની વચ્ચે એક અમૃત સેતુ હોય છે છતાં પણ કોઈને ખોટું લાગે એવું કરવાને બદલે એ મહાપુરુષને જ પૂછી લેવું કે રામચરિતમાનસનો પાઠ કરી શકાય કે નહીં?કોઈ પાપ એવું નથી જે હરિ નામથી મટી ન શકે.રામચરિત માનસ જ નહીં માત્ર હરીનામ,એમાં પણ જે નામ તમારું પ્રિય હોય,વધારે નહીં માત્ર પાંચ મિનિટ શુદ્ધ હૃદયથી હરિનામ લેશો તો પાપની ઓકાત નથી કે તમારી પાસે રહી શકે. ક્યારેક આંખમાં અકારણ આંસુ આવી જાય એ આનંદાનુભૂતિછે.પરંતુ એ લાંબો સમય ટકતી નથી અને આવી સ્થિતિ નિરંતર રહે એનો કોઈ માર્ગ નથી,એ માત્ર કૃપા છે,બુદ્ધપુરુષનોકૃપાનંદ છે.

સિમિતસાધનોથીઅસિમિતઆનંદની ઉપલબ્ધિ બહુ મુશ્કેલ છે.

કોઈપણ ચીજ વધારે સારી નથી.આત્યંતિક સુખ કે આત્યંતિક દુઃખ પણ સારું નથી.વિવેકાનંદજીએ ઝેર વિષની વ્યાખ્યા આપતા કહેલું કે:એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન-હદથી વધારે કોઈ પણ વસ્તુ વિષ છે.

પૂર્ણ શરણાગત હોય તો એની વાત કદાચ જુદી છે પણ માત્ર આંધળા બનીને સ્વિકાર કરી લેશું તો પ્રશ્ન ક્યારે થશે! પ્રશ્ન પણ પૂછવા જોઈએ.રામચરિતમાનસના પૂર્ણ જ્ઞાનીઓને પણ પહેલા સંશય થયો છે પૂર્ણ નિષ્ઠા કોને કહેવાય?પાંચ પ્રકારની નિષ્ઠા:ગુરુના શબ્દ ઉપર નિષ્ઠા,એના સ્પર્શમાં,એના રૂપમાં,રસમાં અને ગંધમાં નિષ્ઠા.

શબ્દમાં એટલે?જો બોલે સો નિહાલ!સદગુરુબૈદબચનવિશ્વાસા.કોઈ મહાપુરુષ સ્પર્શી લે તો પણ બધા જ દ્વાર ખુલી જાય.ગુરુલજામણીનો છોડ નથી કલ્પતરુ છે.જેમૂળથી ફૂલ સુધી સાધકના બધા જ મનોરથો પૂરા કરે છે.બુધ્ધપુરુષ ઝેર આપે તો પણ એને પી જ લેવો એ રસનિષ્ઠાછે.આંતર અને બાહ્ય રૂપમાં રમમાણ થવું એ રૂપનિષ્ઠા છે અને પોતાના સદગુરુનીનૂરાનીખુશ્બુ-ડિવાઇનસ્મેલ-આવે તે ગંધ નિષ્ઠા છે.આપ અન્યથા ન લેતા મને મારા ત્રિભુવન દાદાનાં કપડાની ગંધ-ખુશ્બૂ આજે પણ આવે છે એ મારી ગંધનિષ્ઠા છે.

પાકિસ્તાની શાયરાપરવીનસાકીર કહે છે:

તેરીખુશ્બુ કા પતા કરતી હૈ;

મુજ પર અહેસાન હવા કરતી હૈ,

મુજકો ઇસ રાહ પર અબ ચલના હી નહીં;

જો મુજસેતુજે જુદા કરતી હૈ!

કોની પાસે બેસવાથી આનંદ આવે?ઉપનિષદનો એક મંત્ર જેમાં-નિષ્કલંશાંતમનિર્વધ્યમનિરંજનં- એવું કહેવાયું છે.મંત્ર એવું કહે છે કે:જે બધી કળાઓથી મુક્ત છે,જે નિષ્ક્રિય છે,જેનું હોવું જ પર્યાપ્ત છે એવા માણસ પાસે બેસવું આનંદ આપે છે.જે દરેક હાલતમાં શાંત છે,જે અનિંદનીય છે જે નિરંજન નિસ્પૃહી નિરાકાર છે,આપણી વચ્ચે અમૃતનો સેતુ બનીને બેઠા છે આવા બુદ્ધપુરુષ પાસે બેસવું આનંદ આપે છે.

Related posts

તાતિયાના નાવકાનો અદભૂત આઈસ શો “શેહેરાઝાદે” ભારતમાં આ ઓક્ટોબરમાં પ્રીમિયર થશે

amdavadlive_editor

ટાટા મોટર્સે 250 ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ અને થન્ડરપ્લસ સોલ્યુશન્સ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

amdavadlive_editor

રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઇપીઓ સોમવાર, 25 નવેમ્બરે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 320-335

amdavadlive_editor

Leave a Comment