31.5 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિવિધ સ્થળોએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં દર્શન કરી બસ પરત કાઠમાંડુ ફરી રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં પણ આ દિવસોમાં અકસ્માતો સર્જાયા હતા અને તેમાં પણ ઘણા લોકોના અકાળે અવસાન થયાં છે. મહુવાનો ખલાસી પોરબંદરના દરિયામાં ડૂબી જતાં મ્રુત્યુ પામેલ. નાના ખૂંટવડા ના બે તરુણોના અકસ્માતમાં મોતને ભેટ્યા હતા અને ઉમરાળા તાલુકાના જાળીયા ખાતે ત્રણ યુવાનોની જીંદગી અકસ્માતમાં હોમાઈ ગઈ હતી. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે લોન્ચ કર્યું આકાશ ઈન્વિક્ટસ – ઈજનેરિંગના ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અંતિમ ગેમ-ચેન્જર JEE તૈયારી કાર્યક્રમ

amdavadlive_editor

સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ

amdavadlive_editor

મોબિક્વીકએ બજાર હિસ્સામાં વધારો કર્યો, સૌથી મોટી વોલેટ ખેલાડી તરીકે ઉભરી આવી

amdavadlive_editor

Leave a Comment