⇒ પાંચમી ઉત્પાદન સવલત પરંપરાગત અને હાઇબ્રિડ પાવરટ્રેઇન કોમ્પોનન્ટસનું ઉત્પાદન કરશે
⇒ 108,000 ચો.મી.માં આવેલ જમીનના પ્લોટમાં 1લાં તબક્કાનો 165,000 ચો.મી. Q4CT2025 સુધીમાં સંપૂર્ણ ક્ષમતાએ પહોંચવાની ધારણા છે
⇒ હિસ્સાધારકોના મૂલ્યને વધુ મજબૂત બનાવવા માટે સ્થિર રોકાણ શેફલરની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે
હોસુર, ભારત | ૨૯ મે ૨૦૨૫| શેફલર ઇન્ડિયા લિમીટેડ (BSE: 505790, NSE: SCHAEFFLER) અગ્રણી મોશન ટેકનોલોજી કંપી છે, તેણે ભારતમાં તામિલનાડૂમાં શૂલાગીરીમાં પોતાની પાંચમી સવલતનું ઉદઘાટન કર્યુ હોવાની ઘોષણા કરી છે. પાવરટ્રેઇન અને ચેસિસ કોમ્પોનન્ટસ અને ફ્યુચરિસ્ટીક ટેકનોલોજીના ઉત્પાદનમાં સમર્પિત આ શૂલાગીરી ખાતેની સવલત કંપનીનું વિસ્તરણ વ્યૂહરચનામાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. ઉદઘાટન પ્રસંગે શેફલર એજીના સુપરવાઇઝરી બોર્ડના ચેરમેન અને ફેમિલી શેરહોલ્ડર શ્રી જ્યોર્જ એફ.ડબ્લ્યુ.શેફલર, શેફલર ઇન્ડિયા લિમીટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરપર્સન શ્રીમતી એરાંતી સુમીતીશ્રી, શેફલર એજીના પાવરટ્રેઇન અને ચેસિસના સીઇઓ, મેથીયાસ ઝીંક અને શેફલર એજીના એશિયા પેસિફિકના રિજીયોનલ સીઇઓ શ્રી ધર્મેશ અરોરા ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલની મોબિલીટી નવીનતાનું નવું સરનામુ
શેફલર ઇન્ડિયાની ઓટોમોટીવ ઉદ્યોગમાં વધી રહેલી માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે, 16,500 ચો.મી. વિસ્તારની ઉત્પાદન સવલત ઉત્પાદન અને પરંપરાગત વિસ્તરણ અને ઇલેક્ટ્રિફાઇડપાવરટ્રેઇન ટેકનોલોજીઝના હબ તરીકેની ગરજ પૂરી પાડશે, જેમાં પ્લાનેટરી ગિયર સિસ્ટમમ્સ, હાઇબ્રિડ ટ્રાન્સમિશન કોમ્પોનન્ટસ અને ખાસ કરીને મુખ્યત્વે ભારતીય માર્કેટને સેવા પૂરી પાડતી નવી ઉભરતી નવીનતાનો સમાવેશ થાય છે.
નવી ઉત્પાદન સવલત સાથે, કંપની તેના ટ્રાન્સમિશન કોમ્પોનન્ટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાનો પણ હેતુ ધરાવે છે. તે કંપનીના નવા ઉત્પાદનો અને અદ્યતન ટેકનોલોજીઓ માટે વિસ્તરણ વ્યૂહરચનામાં મુખ્ય યોગદાન આપનાર તરીકે પણ સેવા આપશે, જે તેના લાંબા ગાળાના વૈશ્વિક વિકાસ ઉદ્દેશ્યોને ટેકો આપશે.
શેફલર એજીના પાવરટ્રેન અને ચેસિસના સીઈઓ મેથિયાસ ઝીંકએ જણાવ્યું હતુ કે: “ભારત શેફલર માટે એક મુખ્ય બજાર છે. નવી સુવિધા અમારા વૈશ્વિક ઉત્પાદન પદચિહ્નને વિસ્તૃત કરવા અને આ ક્ષેત્રમાં વધુ સ્થાનિકીકરણ કરવાના અમારા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે અમારા લાંબા ગાળાના વિકાસ દ્રષ્ટિકોણને ટેકો આપે છે અને વધતી જતી બજાર માંગને વધુ સારી રીતે પૂર્ણ કરવા અને ભારતીય બજાર સાથે વિકાસ કરવા માટે અમને સ્થાન આપે છે.”
શેફલર ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી હર્ષ કદમે ઉમેર્યું હતુ કે: “શૂલાગીરી ખાતેનું ઉદઘાટન ભારતમાં અમારી ક્ષમતાઓ અને સક્ષમતાઓના વિસ્તરણ માટેની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે, જે અમને અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. અમારી ઉત્પાદન સુવિધાઓના વિસ્તરણ સાથે, અમે ફક્ત વર્તમાન સ્થાનિક બજારો જ નહીં પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને પણ પૂરી કરવા માટે સારી સ્થિતિમાં છીએ કારણ કે અમે ઇ-મોબિલિટી તરફ આગળ વધી રહ્યા છીએ. અમે દેશની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, જ્યારે ટકાઉ પ્રથાઓને અપનાવીએ છીએ. તે શેફલર ગ્રુપના વ્યૂહાત્મક વિકાસ ચાલક તરીકે ભારત તરફના ધ્યાન પર પણ ભાર મૂકે છે.”
શૂલાગીરી સવલતનું ઉદઘાટન, શેફલર ઇન્ડિયાની દેશમાં ચાર ઉત્પાદન સવલતો અને તેના ત્રણ સંશોધન અને વિકાસ કેન્દ્રો સાથે જોડાઇછે. રૂ 1,500 કરોડની પ્રારંભિક રોકાણની તુલનામાં, શેફલર ઇન્ડિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં (2022 થી 2024 સુધી) ભારતમાં તેની સ્થાનિક ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે રૂ.1,700 કરોડનું રોકાણ કર્યું છે. આમાં પાવરટ્રેન સોલ્યુશન્સ, ઇ-મોબિલિટી સોલ્યુશન્સ તેમજ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે મોટા અને મધ્યમ કદના બેરિંગ્સ માટે નવી પ્રોડક્ટ લાઇનનો વિસ્તરણ સામેલ છે.
શેફલર ઇન્ડિયાએ 2023માં B2B ઇનોવેટિવ ઓટો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (કુવર્સ)ના સંપાદન સાથે ડિજિટલ ઓટોમોટિવ આફ્ટરમાર્કેટ સ્પેસમાં પણ તેની હાજરી મજબૂત કરી છે.
શ્રી હર્ષ કદમએ ઉમેર્યુ હતુ કે: “જેમ જેમ ઉદ્યોગ વધુને વધુ જટિલ વાતાવરણ સામે વિકાસ કરવાનું ચાલુ રાખે છે, તેમ તેમ અમે ઉભરતી તકોનો લાભ લેવા અને અમારી સ્પર્ધાત્મક હિસ્સો જાળવી રાખવા માટે અમારા સતત વિકસતા મોશન ટેકનોલોજી પોર્ટફોલિયો સાથે ભારતમાં ક્ષમતાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ટકાઉતા વ્યૂહરચના મૂળમાં રહેલી છે
શેફલર ઇન્ડિયા, શેફલર ગ્રુપની વૈશ્વિક ટકાઉ વ્યૂહરચના સાથે કામ કરવા માટે લાઇસન્સ તરીકે સુસંગત છે. આ પ્રતિબદ્ધતા સાથે, શૂલાગીરી સવલત પણ એક સર્વાંગી ટકાઉ માળખાના આધારે ડિઝાઇન કરવામાં આવી છે, જે સવલતને વિશ્વ-સ્તરીય ઉત્પાદન કેન્દ્રમાં રૂપાંતરિત કરવાના વિઝનના ભાગ રૂપે છે.
આ સવલતમાં કુદરતી ડેલાઇટ ઉપયોગ, બેટરી સંચાલિત સામગ્રી સંભાળવાના સાધનો, વરસાદી પાણીનો સંગ્રહ, પુનઃઉપયોગ પ્રણાલીઓ સાથે શૂન્ય પ્રવાહી સ્રાવ અને ઇકો-મોડ કાર્યક્ષમતા સાથે ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણો જેવી ઘણી હરિયાળી સુવિધાઓ સામેલ છે. વધારાના પગલાંમાં વેસ્ટ હીટ રિકવરી, 100% LED લાઇટિંગ, ડિજિટલાઇઝ્ડ કામગીરી, એર્ગોનોમિક વર્કસ્ટેશન અને વૈવિધ્યસભર અને સમાવિષ્ટ કાર્ય વાતાવરણનો સમાવેશ થાય છે.”