31 C
Gujarat
May 10, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી A, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ડીલ્સ જાહેર કરે છે

ગુરુગ્રામ, ભારત ૩૦ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ આજે મર્યાદિત સમયગાળાની ઓફરના ભાગરૂપે ચુનંદી ગેલેક્સી A, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર આકર્ષક ડીલ્સની ઘોષણા કરી હતી. 1 મેથી આરંભ કરતાં ગેલેક્સી A55 5G INR 42999 મૂળ કિંમતે હોઈ INR 26999 ખાતે ઉપલબ્ધ થશે. તેના સેગમેન્ટમાં ભારતના નં. 1 વેચાતા સ્માર્ટફોન ગેલેક્સી A35 5G* ફક્ત INR 19999 ખાતે ઉપલબ્ધ થશે. ફોન મૂળ કિંમત INR 33999એ ઉપલબ્ધ થશે.

ગેલેક્સી M16 5G, ગેલેક્સી F16 5G, ગેલેક્સી M06 5G અને ગેલેક્સી F06 5Gમાં પણ ઉત્તમ ડીલ્સ જોવા મળશે. તેના સેગમેન્ટમાં ભારતના નં. 1 વેચાતા સ્માર્ટફોન ગેલેક્સી M16 5G* અને ગેલેક્સી F16 5G, બંનેની મૂળ કિંમત INR 15999 હતી તે હવે INR 10749માં ઉપલબ્ધ થશે. ગેલેક્સી M06 5G* અને F06 5G* – અનુક્રમે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સૌથી વધુ વેચાતા 5G સ્માર્ટફોન્સ ફક્ત INR 8199માં મળી શકશે. ગેલેક્સી M35 5G INR 24499માં લોન્ચ કરાયા હતા તે હવે ફક્ત INR 13999માં મળશે.

ગેલેક્સી A35 5G અને ગેલેક્સી A55 5G

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ સાથે આવે છે, જે મોબાઈલ AIની વ્યાપ્તિ વધારશે. ગેલેક્સી A55 5G મેટલ ફ્રેમ સાથે આવે છે, જ્યારે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશનને આભારી હાથમાંથી સરકી જવા પર અને પડી જવા પર પણ ખમતીધર રહે તે રીતે તૈયાર કરાયા છે, જે તેને 2 મીટર સુધી નીચે પડવા પર સહનશીલતા પૂરી પાડે છે અને 4X ઘસારા સામે રક્ષણ પૂરું પાડે છે. આ ડિવાઈસીસ IP67 રેટેડ પણ છે, જેનો અર્થ તે 1 મીટર તાજા પાણીમાં 30 મિનિટ સુધી ખમતીધર રહી શકે છે. તે ધૂળ અને રેતી સામે પ્રતિરોધક તરીકે પણ નિર્માણ કરાયા છે.

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G તમારો મનોરંજન અનુભવ બહેતર બનાવવા માટે તૈયાર કરાયા છે. બંને ડિવાઈસીસ પર વૈવિધ્યપૂર્ણ ડિસ્પ્લેમાં 6.6-ઈંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે સાથે ટ્રુ-ટુ-લાઈફ કલર્સની વિશિષ્ટતા છે. 120Hz રિફ્રેશ રેટને કારણે ફાસ્ટ મોશનમાં પણ અત્યંત સહજતાથી સીન- ટુ- સીન રૂપાંતર થઈ શકે છે. ઉપરાંત એડપ્ટિવ રિફ્રેશ રેટ બેટરી કાર્યક્ષમતા મહત્તમ બનાવે છે, જ્યારે વિઝન બૂસ્ટર ઊજળા સૂર્યપ્રકાશમાં પણ વિઝિબિલિટી વધારે છે.

ગેલેક્સી A55 5G, OIS અને 12MP અલ્ટ્રા- વાઈડ કેમેરા સાથે 50MP મેઈન કેમેરા સાથે આવે છે, જ્યારે ગેલેક્સી A35 5G, OIS અને 8MP સાથે 50MP મેઈન કેમેરા સાથે આવે છે. બંનેમાં 5MP મેક્રો કેમેરા પણ છે. ગેલેક્સી A55 5Gમાં 32MP ફ્રન્ટ કેમેરા છે, જ્યારે ગેલેક્સી A35 5G, 13MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. આટલું જ નહીં, બહેતર નાઈટોગ્રાફી સાથે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G નબળા પ્રકાશની સ્થિતિમાં પણ સ્પષ્ટ અને વધુ વાઈબ્રન્ટ ફોટો લે છે. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G એડપ્ટિવ VDIS (વિડિયો ડિજિટલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) અને OISને લીધે 4K સ્ટેબિલાઈઝેશન જેવી વિશિષ્ટતાઓ સહિત અતુલનીય ફોટોગ્રાફી ક્ષમતાઓ પ્રદાન કરે છે, જે ફોટો અને વિડિયોને ઓન-ધ-ગો ફિલ્માંકન કરવા સમયે પણ ક્રિસ્પ રાખે છે.

બંને સ્માર્ટફોન્સ મલ્ટીપલ ઈનોવેટિવ AI એન્હાન્સ્ડ કેમેરા ફીચર્સ સાથે આવે છે, જે તમારી કન્ટેન્ટ ગેમને નવી ઊંચાઈએ લઈ જાય છે. AI પાવર્ડ પોર્ટ્રેઈડ મોડ અને સુપર HDR વિડિયો દરેક ફ્રેમમાં લોકો ઉત્તમ દેખાય તેની ખાતરી રાખે છે, જેથી મિત્રો અને પરિવાર સાથે યાદોને મઢી લેવાનુ ક્યારેય પરફેક્ટ લાઈટિંગ પર નિર્ભર હોતું નથી. ગેલેક્સી A55 5G Exynos 1480 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે 4nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત છે, જ્યારે ગેલેસી A35 5G 5nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત  Exynos 1380 પ્રોસેસર ધરાવે છે. બંને ગેલેક્સી A55 5G અને A35 5Gમાં 25W ચાર્જિંગ સાથે 5000mAh બેટરી છે, જે 2 દિવસ સુધી બેટરી આયુષ્ય પૂરું પાડે છે.

ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G

ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G સ્ટાઈલ અને અત્યાધુનિક ઈનોવેશન્સનું આકર્ષક સંયોજન છે, જે દરેક ગ્રાહક માટે નવી શક્યતાઓની ખાતરી રાખે છે. ગેલેક્સી M16 5Gમાં સેગમેન્ટ અવ્વલ 6.7” ફુલl HD+ સુપર AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે  ઉચ્ચ ગુણવત્તાનો કલર કોન્ટ્રાસ્ટ પૂરો પાડે છે, જે આકર્ષક વ્યુઈંગ અનુભવ આપે છે. બંને સ્માર્ટફોન્સ મિડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે તેમને સહજ મલ્ટીટાસ્કિંગ માટે ઝડપી અને વીજ કાર્યક્ષમ બનાવે છે.

બંને ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5Gમાં નવા લાઈનિયર ગ્રુપ્ડ કેમેરા ‍મોડ્યુલ સાથે સંપૂર્ણ નવી ડિઝાઈન છે, જે બોલ્ડ છતાં સંતુલિત કલર પેલે ધરાવે છે અને બહેતર ફિનિશ તેમને દેખાવમાં આકર્ષક અને નવા પ્રવાહના બનાવે છે. બંને ડિવાઈસીસ સ્લીક અને અત્યંત એર્ગોનોમિક છે. ગેલેક્સી M16 5G ફક્ત  7.9 mm સ્લિમ છે જ્યારે ગેલેક્સી M06 5G 8 mm સ્લિમ છે.

ઉત્તમ સ્પીડ અને કનેક્ટિવિટી, સેગમેન્ટમાં અવ્વલ 5G બેન્ડ્સના ટેકા સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં સંપૂર્ણ કનેક્ટેડ રહી શકે છે, જે ઝડપી ડાઉનલોડ અનેઅપલોડ સ્પીડ્સ, વધુ સ્મૂધ સ્ટ્રીમિંગ અને અવિરત બ્રાઉઝિંગનો અનુભવ આપે છે. ગેલેક્સી M16 5Gમાં બહેતર સ્પષ્ટતા માટે સેગમેન્ટમાં અવ્વલ 50MP મેઈન કેમેરા છે, જે 5MP અલ્ટ્રા- વાઈડ લેન્સ અને 2MP મેક્રો કેમેરા દ્વારા પૂરક છે. તેમાં સ્મૂધ અને સંરક્ષિત પેમેન્ટ્સ માટે ટેપ એન્ડ પે સાથે સેમસંગ વોલેટ છે. ગેલેક્સી M06 5Gમાં F1.8 એપર્ચર સાથે હાઈ- રિઝોલ્યુશન 50MP વાઈડ- એન્ગલ લેન્સ છે, જે વાઈબ્રન્ટ અને બારીકાઈભર્યા ફોટોઝ મઢી લે છે, જ્યારે 2MP ડેપ્થ કેમેરા ધારદાર ઈમેજીસ પ્રદાન કરે છે.

ગેલેક્સી F16 5G અને ગેલેક્સી F065G

ગેલેક્સી F16 5Gએ ગેલેક્સી F સિરીઝનો વારસો ચાલુ રાખ્યો છે, જે ફન અને સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ પ્રદાન કરે છે, જેમ કે, અદભુત sAMOLED ડિસ્પ્લે, 50 MP ટ્રિપલ કેમેરા અને એન્ડ્રોઈડ અપગ્રેડ્સની સિક્સ જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં છ વર્ષનું વચન આપે છે.

ગેલેક્સી F06 5G હાઈ પરફોર્મન્સ અને સ્ટાઈલના ઉત્તમ સંમિશ્રણ સાથે આવે છે. ગેલેક્સી F06 5G કિફાયતી કિંમતે પરિપૂર્ણ 5G અનુભવ પૂરો પાડે છે, જે 5G ટેકનોલોજીને વધુ ગ્રાહકો માટે પહોંચક્ષમ બનાવે છે અને દેશભરમાં તેનું વ્યાપક રીતે અપનાવવાનું વધારે છે. ગેલેક્સી F06 5G સર્વ ટેલિકોમ ઓપરેટરોમાં સેગમેન્ટમાં સર્વોચ્ચ 12 5G બેન્ડ્સને ટેકો આપે છે.

ગેલેક્સી F06 5Gમાં ‘રિપલ ગ્લો’ ફિનિશ છે, જે દરેક મુવમેન્ટ સાથે અનુકૂળતા સાધીને મનોહરતા અને અત્યાધુનિકતા દર્શાવે છે. 6.7” લાર્જ HD+ ડિસ્પ્લે સાથે ગેલેક્સી F06 5G ગ્રાહકોને અદભુત વિઝ્યુઅલ્સ અને ઉચ્ચ સ્તરનો વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે. સ્માર્ટફોન 8mm સ્લીક છે અને વજન ફક્ત 191 ગ્રામ છે, જે તેને ઉપયોગ માટે અતુલનીય રીતે એર્ગોનોમિક બનાવે છે. ગેલેક્સી F06 5Gમાં આકર્ષક નવા કેમેરાનો ડેકો છે. F1.8 એપર્ચર સાથે હાઈ- રિઝોલ્યુશન 50MP વાઈડ- એન્ગલ લેન્સ સ્વર્ણિમ, બારીકાઈથભર્યા ફોટો મઢી લે છે, જ્યારે 2MP ડેપ્થ- સેન્સિંગ કેમેરા બહેતર સ્પષ્ટતા સાથે પિક્ચર્સ પ્રદાન કરે છે. 8MP ફ્રન્ટ કેમેરા તમારી સેલ્ફી ક્રિસ્પ અને સ્પષ્ટ હોય તેની ખાતરી રાખે છે. ગેલેક્સી F06 5G મિડિયાટેક D6300 પાવર્ડ છે, જે  422K સુધી AnTuTu સ્કોર ધરાવતાં સેગમેન્ટમાં ઉત્તમ પ્રોસેસરમાંથી એક છે, જે તેને ઝડપી અને વીજ કાર્યક્ષમ બનાવીને મલ્ટી-ટાસ્ક સહજ રીતે કરવાની તમને અનુકૂળતા આપે છે.

ગેલેક્સી M35 5G

ગેલેક્સી M35 5Gએ અનેક સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે સ્માર્ટફોન અનુભવમાં દાખલો બેસાડ્યો છે. ગેલેક્સી M35 5G તેના સેગમેન્ટમાં એકમાત્ર કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ ®+ ડિસ્પ્લે પ્રોટેકશન બહેતર ટકાઉપણું આપે , સેગમેન્ટમાં અવ્વલ 120Hz sAMOLED ડિસ્પ્લે, 6000mAh દીર્ઘ ટકાઉ બેટરી, નાઈટોગ્રાફી અને OIS (નો શેક કેમ) સાથે અદભુત કેમેરા ક્ષમતાઓ ધરાવે છે. તે લેગ ફ્રી ગેમિંગ પરફોર્મન્સ માટે વેપર કૂલિંગ ચેમ્બર સાથે 5nm-બેઝ્ડ Exynos 1380 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે.

*કાઉન્ટરપોઈન્ટ રિસર્ચને આધારે

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિ અને માઈલસ્ટોન સાથે નવા વર્ષ અને બીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી

amdavadlive_editor

ભારતમાં પ્રથમ એન્જાઇન જાગૃત્તિ સપ્તાહને ચિન્હીત કરતા એસોસિયેશિયન ઓફ ફિઝીસિયન્સ ઓફ ઇન્ડિયા અને એબોટ્ટએ એન્જાઇન વ્યવસ્થાપન પર એક એકશન પ્લાન શરૂ કર્યો

amdavadlive_editor

નિબાવે સુરતના ઘર માલીકો માટે અદ્યતન સિરિઝ 4 હોમ લિફ્ટ રજૂ કરી, ઘરોમાં લક્ઝરી અને સુવિધા વધારવાનો ઉદ્દેશ્ય

amdavadlive_editor

Leave a Comment