અમદાવાદ, ગુજરાત | ૨૩ જૂન ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા પ્રતિષ્ઠિત સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2026 નું ભવ્ય આયોજન હોટેલ પાર્તેરે, થલતેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી પરિવારના અનેક ગણમાન્ય મહાનુભાવો, ક્લબ સભ્યો, સ્પાઉસ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાંજ સેવા, ફેલોશિપ, નેતૃત્વ અને મનોરંજનનો ભવ્ય ઉત્સવ બની રહી, જેમાં વર્ષ 2025–26 દરમિયાન રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનની નોંધપાત્ર સફળ યાત્રાની ઉજવણી કરવામાં આવી.
પ્રેસિડેન્ટ રોટેરીયન જગેંદર ગુપ્તા ના ડાયનામિક લીડરશીપ હેઠળ ક્લબે ઇતિહાસ રચ્યો, કારણ કે તેઓ રોટરી અમદાવાદના ઇતિહાસમાં એક જ રોટરી વર્ષમાં છથી વધુ નવા ક્લબ્સ સ્પોન્સર કરનાર પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા.
વર્ષ દરમિયાન ક્લબ દ્વારા સેવા પ્રવૃત્તિઓમાં ₹1 કરોડથી વધુ રકમ ખર્ચ કરવામાં આવી અને 50થી વધુ દિવસોની ફેલોશિપ અને મનોરંજન પ્રવૃત્તિઓ યોજવામાં આવી. આ રીતે સ્કાયલાઇન સેવા, સંબંધો અને સભ્ય જોડાણનું એક ઉત્તમ ઉદાહરણ બની.
ક્લબની સભ્ય સંખ્યા પણ 361 થી વધીને 400 થી વધુ પહોંચી, જેના કારણે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ભારતની ત્રીજી સૌથી મોટી રોટરી ક્લબ બની.
આ પ્રસંગે DGND રોટેરીયન. વિક્રમ ઠક્કર અને સીતા ઠક્કર નું વર્ષ 2028–29 માટેની ઐતિહાસિક અને રેકોર્ડ મેન્ડેટ સાથેની ચૂંટણી જીત બદલ વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન મહત્વપૂર્ણ યોગદાન આપનાર સભ્યો, સ્પાઉસ, ચેર, પ્રોજેક્ટ્સ અને ફાળો આપનારાઓને સન્માનિત કરવા માટે 40 થી વધુ એવોર્ડ્સ આપવામાં આવ્યા.
પ્રમુખ એવોર્ડ વિજેતાઓમાં રોટેરીયન. આશિષ પાંડે ને પ્રતિષ્ઠિત સ્કાયલાઇનર ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. સ્કાયલાઇન સ્ટેડફાસ્ટ એવોર્ડ રોટેરીયન. રેખા કાબરા અને રોટેરીયન. સૌરભ ખંડેલવાલ ને સ્કાયલાઇન પ્રત્યેના સતત સહયોગ અને યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો.
આકાશ હાઉસ ને હાઉસ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું, જ્યારે રોટેરીયન. વરુણ ગોયલ ને ધાર્મિક પ્રવાસ અને ચેરિટી પહેલ માં ઉત્કૃષ્ટ સહયોગ બદલ સ્કાયલાઇન સેવા સારથી એવોર્ડ આપવામાં આવ્યો.
બેસ્ટ ચેર ઓફ ધ યર એવોર્ડ રોટેરીયન. Dr. અર્ચના શાહ ને આપવામાં આવ્યો, જ્યારે બેસ્ટ પ્રોજેક્ટ ઓફ ધ યર એવોર્ડ વોક ઓફ કરેજ ને મળ્યો, જે કેન્સર સર્વાઇવર માટે સમર્પિત એક અર્થસભર પ્રોજેક્ટ હતો.
પબ્લિક ઇમેજ સ્ટાર એવોર્ડ ટીવીએમ કોમ્યુનિકેશન્સ ના રોટેરીયન. વિકાસ ઠક્કર ને એનાયત કરવામાં આવ્યો, જ્યારે ક્લબ માટેના મૂલ્યવાન સહયોગ બદલ સ્કાયલાઇન પિલર ઓફ સપોર્ટ એવોર્ડ રોટેરીયન. CA તરુણ શાહ ને આપવામાં આવ્યો.
ઉત્સવના માહોલમાં વધારો કરતાં, સાંજે સભ્યો વચ્ચે ખૂબ જ સુંદર રીતે તૈયાર કરાયેલ અને પ્રોફેશનલ સેટઅપ સાથે યોજાયેલ અંતાક્ષરી કાર્યક્રમ પણ યોજાયો. આ મનોરંજક સેગમેન્ટનું સંચાલન રોટેરીયન. રાખી ખંડેલવાલ અને રોટેરીયન. સૌરભ ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં સ્ટાર પરફોર્મર જ્યોતિ ક્રિશ્ચિયન એ સંગીતમય માહોલ સર્જી સૌને યાદગાર અનુભવ આપ્યો.
== સમાપ્ત ==

