November 3, 2026
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

POVA 8 5G, POVAના સિગ્નેચર ઓરેન્જ કલરને શાનદાર અંદાજમાં પાછો લાવે છે.

નવી દિલ્હી | ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | POVA 8 5Gમાં પ્લાઝમા ઓરેન્જ કલર રજૂ કરવામાં આવ્યો છે, જે તેના કૂલ ડિઝાઇનને એક વાઇબ્રન્ટ અને નવો લુક આપે છે. આ કલર ફોનના વ્યક્તિત્વમાં વધુ આકર્ષણ ઉમેરે છે અને તેની વિશિષ્ટ POVA ટ્રાયંગલ કેમેરા મોડ્યુલ તેમજ ઇન્ટરેક્ટિવ ‘અલાઇવ મેટ્રિક્સ ડિસ્પ્લે ને વધુ સુંદર રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે.

ફોનની પાછળની ડિસ્પ્લે ડિઝાઇનમાં એક વધુ વિઝ્યુઅલ એલિમેન્ટ ઉમેરે છે, જે નોટિફિકેશન, બેટરી સ્ટેટસ અને ટાઈમર દર્શાવે છે. ફોનને ઊંધો મૂકવામાં આવે ત્યારે આ ડિસ્પ્લે એમ્બિયન્ટ ડેસ્ક ક્લોક તરીકે પણ કામ કરે છે.

પ્લાઝમા ઓરેન્જ સાથે POVA તેની ડિઝાઇનની એ વિશેષતા પર વધુ ભાર મૂકી રહ્યું છે, જે તેને હંમેશાથી અન્યથી અલગ બનાવે છે: બોલ્ડ કલર, આગવી ઓળખ અને એવી ડિઝાઇન જે ભીડમાં પણ પોતાની અલગ છાપ છોડે છે.

લોન્ચ પ્રસંગે વાત કરતાં TECNO Mobile Indiaના CEO શ્રી અરીજીત તલાપાત્રાએ જણાવ્યું હતું કે, “ઓરેન્જ કલર હંમેશાથી POVAની ઓળખનો એક ભાગ રહ્યો છે. પ્લાઝમા ઓરેન્જ સાથે અમે આ પરિચિત એનર્જીને એવી રીતે ફરી રજૂ કરવા માગતા હતા, જે ફ્રેશ અને સ્પષ્ટપણે POVA જેવી લાગે. આ નવો કલર POVA 8 5Gની ડિઝાઇનમાં એક વિશિષ્ટ લુક આપે છે અને અમારા યુવા ગ્રાહકોને તેમની સ્ટાઇલ અને વ્યક્તિત્વને વ્યક્ત કરવાની વધુ એક તક આપે છે. આ નવા વેરિઅન્ટ સાથે અમે એવો કલર અને ડિઝાઇન રજૂ કરી રહ્યા છીએ, જે આજની યુવા પેઢીની એનર્જી, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વને વ્યક્ત કરે છે.”

પ્લાઝ્મા ઓરેન્જ કલરમાં POVA 8 5G ની કિંમત રૂ. 29,999 છે અને તે આજથી દેશભરના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. તમામ બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વ્યવહારો પર રૂ. 2,000 સુધીનું ઇન્સ્ટન્ટ બેંક કેશબેક મળશે.

== સમાપ્ત ==

Related posts

એશિયા લેબેક્સ 2025: ભારતનું સૌથી મોટું પ્રયોગશાળા સાધનોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન અને ઉદ્ઘાટન

amdavadlive_editor

કૃષ્ણ મૃત્યુ છે, પરંતુ કૃષ્ણકથા અમૃત છે.

amdavadlive_editor

એડનિકને ભારતમાં શાખા સ્થાપિત કરવા માટે નિયામક મંજૂરીઃ આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં મોટું માઈલસ્ટોન પાર કર્યું

amdavadlive_editor

Leave a Comment