9 મિલિયનફેનસની ક્ષમતા ધરાવતી, અત્યાધુનિક ઉત્પાદન સુવિધા દ્વારા સમર્થિત, આ નવી લાઇન-અપ કામગીરી અને ડિઝાઇન શ્રેષ્ઠતા પર ભાર મૂકે છે.
મુંબઈ ૦૫ એપ્રિલ ૨૦૨૫: ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સમાં અગ્રણી, પોલિકેબ ઇન્ડિયા, તેની સુપર ROI શ્રેણીના લોન્ચ સાથે ફેન શ્રેણીમાં તેની હાજરીને મજબૂત કરી રહી છે.નવા બેન્ચમાર્ક સેટ કરવા માટે રચાયેલ, આ વ્યૂહાત્મક પહેલનો હેતુ ફેનસ કેટેગરી માટે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ (ROI) ને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે.આ શ્રેણી હાઈ પર્ફોમન્સ , એનર્જી એફીસીયન્સી અને મોર્ડન એસ્થેટિક્સ ના સંપૂર્ણ સુમેળનું વચન આપે છે.વધતા ઊર્જા ખર્ચ અને બદલાતી ગ્રાહક પસંદગીઓ સાથે, પોલીકેબ ગ્રાહકો માટે શ્રેષ્ઠ મૂલ્ય સુનિશ્ચિત કરતા નવીન ઉકેલો પહોંચાડવા માટે સમર્પિત રહે છે.
પોલીકેબના સુપર ROI ફેનસની શ્રેણી, BLDC ટેકનોલોજી દ્વારા સંચાલિત છે.તેઓ તમને 50% સુધી એનર્જી અને ઈલેક્ટ્રીસીટી બચાવવામાં મદદ કરે છે*, પરંતુ તેમના પસંદગીના BLDC મોડેલો 25% વધુ હવા પણ પ્રદાન કરે છે.રિવર્સ રોટેશન જે તમને શિયાળામાં પણ આરામદાયક રહેવામાં મદદ કરે છે.100% કોપર વાઇન્ડિંગ મોટરથી બનેલા, આ ફેનસ ટકાઉપણું અને વિશ્વસનીયતાનું વચન આપે છે, જે ચાર વર્ષની વોરંટી સાથે આવે છે.પોલીકેબ પંખા આધુનિક સૌંદર્યલક્ષી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે, જે તમારા ઘરની સજાવટને અનુરૂપ 30 થી વધુ રંગોમાં ઉપલબ્ધ છે. આ પોલીકેબ સુપર ROI ફેનસ, રિટર્ન ઓન પર્ફોમન્સ , રિટર્ન ઓન ટેકનોલોજી અને રિટર્ન ઓન પ્રોડક્ટની ખાતરી આપે છે, જે તેને યોગ્ય રોકાણ બનાવે છે જે ફળદાયી છે.
વધતી માંગને પહોંચી વળવા માટે, પોલિકેબે ફેન શ્રેણીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.કંપનીએ 9 મિલિયનથી વધુ ફેનસની ઉત્પાદન ક્ષમતા સાથે એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી છે.આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સપોર્ટ કરવામાં આવે છે.આ રીતે, સઘન ઉપભોક્તા સંશોધનના આધારે ઉત્પાદન પ્લાન્ટમાં સતત નવા પ્રયોગો કરવામાં આવે છે અને શ્રેષ્ઠ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
લોંચ પર બોલતા, શ્રી ઇશ્વિન્દર ખુરાના, એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર (B2C), પોલિકેબ ઇન્ડિયા, જણાવ્યું હતું કે, “આજના ગ્રાહકો તેમના હોમ એપ્લાયન્સિસ પાસેથી વધુ અપેક્ષા રાખે છે. બદલાતી જરૂરિયાતો અને વધતા ઉર્જા ખર્ચને લીધે, 61% ગ્રાહકો એનર્જી એફીસીયન્સી ને પ્રાથમિકતા આપે છે, પ્રદર્શન સાથે સમાધાન કર્યા વિના, આ વિકાસની ડિઝાઈન માટે એક મુખ્ય ક્ષેત્ર બની ગયું છે. અમારો રૂરકી પ્લાન્ટ સફળતા બાદ, અમે હાલોલમાં એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપી છે, જે અમારા વિસ્તરણને વધુ વેગ આપશે અને સુપર ROI ફેનસની નવીનતા અને લાંબા ગાળાના લાભો અને તમારા સમય માટે મૂલ્યવાન ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબિંબિત કરશે.”
સુપર ROI ફેન્સ ગ્રાહકો માટે એક સ્માર્ટ અને ટકાઉ પસંદગી પ્રદાન કરે છે. તે હવે અગ્રણી રિટેલ આઉટલેટ્સ અને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ લોન્ચ સાથે, પોલીકેબ એનર્જી એફીસીયન્સી હોમ સોલ્યુસનમાં અગ્રણી તરીકે તેની સ્થિતિ મજબૂત બનાવે છે, જે દેશભરના ઘરોને અસાધારણ કામગીરી અને મૂલ્ય પ્રદાન કરે છે.