સત્ય મહાદેવનું ત્રિપુંડ છે
“સુનો!ગુનો!ફીર ચૂનો!”
સત્ય અભંગ છે,ખંડિત સત્યનું કોઈ મહત્વ નથી.
ધર્મ કટ્ટર નહીં પણ ટટ્ટાર બનીને ઉભો રહેવો જોઈએ.
ધર્મરૂપી ફળનો રસ વૈરાગ્ય છે.
બીજ પંક્તિઓ:
ધરમુ ન દૂસર સત્ય સમાના;
આગમ નિગમ પુરાનબખાના
-અયોધ્યાકાંડ દોહો-૯૫
રામહિ કેવલ પ્રેમ પિઆરા;
જાનિલેઉ જો જાનનિહારા
-અયોધ્યાકાંડ દોહો-૧૩૭
જેહિબિધિ પ્રભુ પ્રસન્ન મન હોઇ;
કરુના સાગર કિજીઅસોઇ
-અયોધ્યાકાંડ દોહો-૨૬૯
પરમ ધરમ શ્રુતિ બિદિત અહિંસા;
પર નિંદા સમ અઘ ન ગરિસા
-ઉત્તરકાંડ દોહો-૧૨૧
આ બીજ પંક્તિઓને લઇને શરૂ થયેલી,દિલ્હીનાંમલ્ટીપર્પઝ હોલ ભારત મંડપમ્ ખાતે ચાલી રહેલી રામકથાનો આજે નવમો અને પૂર્ણાહૂતિનો દિવસ,ઉપસંહારક વાતો દ્વારા કથાને વિરામ તરફ લઇ જતા બાપુએ સમગ્ર આયોજન માટે,સંકલન મેનેજમેન્ટ માટે તેમજ અલિપ્ત રહી તમામ સેવા આપતા મનોરથી દાદા-દાદી પરત્વે સાધુવાદ સહ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને જણાવ્યું કે આયોજનનાકેન્દ્રબિંદુ સમ લોકેશમુનિજી અને રામકથાકમિટીનાં અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ-જે સબળ, સરળ અને સજળછે.સાથે-સાથે પધારેલો રાષ્ટ્રપતિ પરિવાર તરફ બાપુએ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી શ્રીમદ ભાગવતજીમાંયુધિષ્ઠીરેનારદજીને જિજ્ઞાસા કરી અને સનાતન ધર્મના સ્વભાવ વિશે પૂછ્યું ત્યારે એના ૩૦ લક્ષણો નારદજી કહે છે.જેમાંથીદશાંશ રૂપે ત્રણ લક્ષણોની વાત આપણે કરીશું.
બાપુએ કહ્યું કે:સુનો!ગુનો!ફીર ચૂનો!
નારદજી કહે છે સત્ય સનાતન ધર્મ છે.સત્યમહાદેવનું ત્રિપુંડ છે અને ત્રિપુંડની ત્રણ રેખાઓમાં એક રેખા સત્યનોસ્વિકાર,બીજી સત્યનો વિચાર અને ત્રીજી રેખા સત્યનો આચાર કહી શકાય.સત્ય અભંગ છે,ખંડિત સત્યનું કોઈ મહત્વ નથી.
અન્યલક્ષણોમાંદયા,તપ,શૌર્ય,ધૈર્ય,તિતિક્ષા, અહિંસા,બ્રહ્મચર્ય,ત્યાગ,સ્વાધ્યાય,સરળતા,સંતોષ,સમદ્રષ્ટિ,સેવા,અન્નનો સમભાગ,શ્રવણ વગેરે ૩૦ દર્શાવેલા છે.
ધર્મના પાંચ શીલોમાં:ધર્મ ગતિશીલ હોવો જોઈએ, ધર્મ ગર્વશીલ,ગુરુશીલ,ગૌપ્યશીલ અને ગુણશીલ હોવો જોઈએ.ધર્મ કટ્ટર નહીં પણ ટટ્ટાર બનીને ઉભો રહેવો જોઈએ.ધર્મરૂપી ફળનો રસ વૈરાગ્ય છે. અર્થરૂપી ફળનો રસ શુભ કાર્યમાં દાન આપવું, કામરૂપી ફળનો રસ રતિ અને મોક્ષરૂપી ફળનો રસ બધાને સુખ મળે એવી કામના છે.
ભૂશુંડીરામાયણના ન્યાયથી અતિ સંક્ષિપ્તમાં પૂરી રામકથાનું દર્શન કરીને રામ રાજ્યાભિષેકની કથાનું ગાન કરી ત્રણ ઘાટ પર રામકથાનો વિરામ થયો ત્યારે તેનાં સાર સૂત્ર તુલસીદાસજી ત્રણ સૂત્રોમાં આપણને આપે છે.તુલસીજી કહે છે કે રામનું નિત્ય સ્મરણ એ સત્ય છે.રામનું ગાયન પ્રેમ છે.અને રામનું નિરંતર ગુણગાન શ્રવણ એ કરુણા છે.આથી સત્યને સ્મરો, પ્રેમને ગાઓ અને કરુણા વહાવો!
અનુષ્ઠાનનો પ્રેમ પ્રસાદ-ફળ સનાતન પુરુષોનાંચરણોમાં અર્પણ કરીને સમગ્ર આયોજનનો રાજીપો વ્યક્ત કરી કથાને વિરામ આપવામાં આવ્યો.
આગામી કથા ૫ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન રાજાધિરાજ ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકાથી શરુ થશે જેનું નિયમિત પ્રસારણ નિયત સમયે આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબચેનલનાંમાધ્યમથી માણી શકાશે.
વિશેષ:
અધ્યાત્મિકતાનું મૂળ સ્ત્રોત એ પ્રકૃતિ છે,આ જ રામકથાનો સાર છે:પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી
વિશ્વ શાંતિ મિશન ટ્રસ્ટ તથા અહિંસા વિશ્વભારતી ટ્રસ્ટ-જેનાં ચેરમેન પદે રામકથા આયોજન સમિતિનાં અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથકોવિંદ તેમજ તેમના પત્ની સવિતા બહેન કોવિંદ હાજર રહ્યા.કોવિંદજીએ
વિદ્વતા ભર્યા સંશોધનાત્મક પ્રવચનમાં કહ્યું કે અધ્યાત્મિકતાનું મૂળ સ્ત્રોત એ પ્રકૃતિ છે,આ જ રામકથાનો સાર છે.સુખમાં,શાંતિમાં સફળ સહજ જીવન જીવવું હોય તો પ્રકૃતિ તરફ જવું પડશે. તેઓએ કહ્યું કે બાપુના શબ્દોમાં કેવળ કથા નથી થતી જીવન દર્શન હોય છે,એમના ઉદગારોમાં સમસ્ત માનવ જાતિ માટે માર્ગદર્શન હોય છે.બાપુ માટે કંઈક કહેવું એ સૂરજને દીવો બતાવવા જેવી વાત છે. આપણે બધા જ જીવનની અનંત યાત્રા પર છીએ, વર્તમાન એક પડાવ છે.પરંતુ આપણે નિરંતર બીજાઓનાં સુખ સાથે તુલના કરી દુઃખ અને ચિંતાઓમાં પડતા હોઇએ છીએ.સહજતા લુપ્ત થતી જઇ રહી છે.પ્રકૃતિના દરેક તત્વો આપણને શીખવે છે કે સંગ્રહમાં શાંતિ નથી અને પ્રકૃતિના દરેક રૂપે રામને વનવાસ દરમિયાન કંઈ ને કંઈ શિખામણ આપી.પ્રકૃતિના દૈવી ગુણો તેમજ પ્રકૃતિથી દુર જવાને કારણે આવેલા દુષ્ટ પરિણામો વિશે પણ એમણે વાત કરી.
આ સમગ્ર આયોજનના કેન્દ્ર બિંદુ સમાજૈનાચાર્ય આચાર્ય લોકેશમુનીસનાતનનીએ જણાવ્યું કે મારી નાનકડીસંસ્થાનેનાનકડા વિચાર પ્રત્યે પણ બાપુએ ખૂબ મહાન કરુણા કરી અને મને રામકથા આપી. શબ્દકોશમાં એવો કોઈ શબ્દ નથી કે જે બાપુ માટે હું આભાર તરીકે કહી શકું.સમાપ્તિ વખતે એટલું જ કહીશ કે રામ આશ છે,વિશ્વાસ છે,પરમાત્મા છે અને બ્રહ્મ છે.પોતાની સંસ્થા તરફ જે-જે મહાનુભાવોએ રાશિ અર્પણ કરી એની નોંધ કરી અને બાપુ પ્રત્યે ખૂબ જ આભારની લાગણી મુનિશ્રીએ વ્યક્ત કરી હતી.

