27.9 C
Gujarat
April 3, 2025
Amdavad Live
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓ દ્વારા સર્ચ ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને વંદન કર્યા છે અને એમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા તમામ જવાનો માટે આર્મી વેલફેર ફંડમા ૭૫,૦૦૦ નું અનુદાન અર્પણ કર્યું છે.

અન્ય એક બનાવમાં બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસને ઉન્નાવ નજીક ભયંકર અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૮ લોકોનાં મોત નિપજયા છે. ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે જે સેવા ઉત્તરપ્રદેશના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

amdavadlive_editor

ધરતીનાં છેડા આર્જેન્ટિના થીંમંડાઇ અનંત રામની કથા

amdavadlive_editor

દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

amdavadlive_editor

Leave a Comment