37.5 C
Gujarat
March 16, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: રાજસ્થાનના દૌસા જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. મૂળ યુપીના એટા જિલ્લાના રહેવાસીઓ રાજસ્થાનના દૌસા નજીક ખાટુશયામના દર્શન કરવા આવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર એ શ્રદ્ધાળુઓ જ્યારે ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે એમના વાહનને એક ટ્રક સાથે ભીષણ અકસ્માત થતાં સાત બાળકો અને ચાર મહિલા સહિત ૧૧ લોકોના સ્થળ પર મોત થયા હતાં. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૬૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

બીજી એક ઘટનામાં મહુવા તાલુકાના થોરાળા ગામનાં આશાસ્પદ યુવાન મહેશ દાણિધારીયાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ યુવાનને શ્રઘ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રુપિયા ૧૫,૦૦૦ ની શ્રી હનુમંત સંવેદના અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભારતીય શિક્ષણ મંડળ કરી રહ્યું છે – શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

amdavadlive_editor

સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર

amdavadlive_editor

રાજશ્રી પ્રોડકશન્સના ભવ્ય ઓટીટી પદાર્પણ સાથે પ્રેમ અને પરિવારની પુનઃખોજ કરોઃ બડા નામ કરેંગેનું સોની લાઈવ પર 7મી ફેબ્રુઆરીથી પ્રસારણ થશે

amdavadlive_editor

Leave a Comment