April 2, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માળીયા હાટીના નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 10 ડિસેમ્બર 2024: અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ૭ યુવાનોના મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. એ ઉપરાંત ગત સપ્તાહે ભાવનગર ના એક યુવાનનું પણ અકસ્માતમાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

એમ્બિયન્સ મોલ ગુડગાંવ ખાતે વિસ્તરણની પળોમાં કીકો સૌથી મોટો ફ્લેગશિપ સ્ટોર ખોલે છે

amdavadlive_editor

ઑલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે નિમણૂંક બાબત

amdavadlive_editor

સેમસંગે નવી દિલ્હીના સાઉથ એક્સટેન્શન IIમાં તેનો નવા એક્સપીરિયન્સ સ્ટોર સાથે પ્રીમિયમ હાજરી મજબૂત બનાવી

amdavadlive_editor

Leave a Comment