April 28, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૨૮ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અકસ્માતમાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. અખબારી અહેવાલ મુજબ મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લામાં નારાયણ ગઢ વિસ્તારમાં રસ્તા પર આડા આવેલ બાઈકને બચાવવા જતાં એક ઈકો કાર પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી અને તે કૂવામાં ગેસ ગળતર થતાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાના શ્રોતા મુંબઈ સ્થિત શ્રી વરુણ મોદી દ્વારા મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ગુનેબોએ ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોમાં તેના ભૌતિક સુરક્ષા ઉકેલો પ્રદર્શિત કર્યા

amdavadlive_editor

મીશોના ‘મેગા બ્લોકબસ્ટર સેલ 2024’ દરમિયાન ગુજરાતમાંથી મળેલા ઓર્ડરમાં 50% નો વધારો થયો

amdavadlive_editor

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરે છે

amdavadlive_editor

Leave a Comment